By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના યજમાનીમાં આયોજીત IRIS રાષ્ટ્રીય મેળામાં ભારતની ઉભરતી STEM પ્રતિભાનું પ્રદર્શન
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > ગુજરાત > અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના યજમાનીમાં આયોજીત IRIS રાષ્ટ્રીય મેળામાં ભારતની ઉભરતી STEM પ્રતિભાનું પ્રદર્શન
ગુજરાત

અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના યજમાનીમાં આયોજીત IRIS રાષ્ટ્રીય મેળામાં ભારતની ઉભરતી STEM પ્રતિભાનું પ્રદર્શન

Hotline News
Last updated: February 9, 2026 3:52 PM
Hotline News - Editor Published February 9, 2026
SHARE

અમદાવાદ: અમદાવાદના શાંતિગ્રામમાં આવેલી અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના યજમાનપદે તા. ૬ થી ૮ ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા IRIS રાષ્ટ્રીય મેળો ૨૦૨૫-૨૬ કોહોર્ટ- ૨એ અમદાવાદને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) વિષયોમાં શાળાકીય કક્ષાના સંશોધન અને નવીનતા માટેનું એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કર્યું છે.

       ત્રણ દિવસના આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં ૧૨ રાજ્યો અને ૨૪ શહેરોના મળી ૭૫ વિદ્યાર્થી અન્વેષકો, શિક્ષકો, સંશોધકો અને માર્ગદર્શકોએ ભાગ લીધો હતો. શિક્ષણને વર્ગખંડો અને પાઠ્ય પુસ્તકોથી ઉપર ઉઠીને આગળ વધવાના હેતુથી રચાયેલ અને સહભાગીઓને વાસ્તવિક દુનિયાની વૈજ્ઞાનિક પૂછપરછ અને સમસ્યાના નિરાકરણ સાથે જોડવા સક્ષમ બનાવતા આ મેળામાં વિદ્યાર્થીના સંશોધન પ્રદર્શનો, માળખાગત માર્ગદર્શન, પરિસંવાદ અને સાર્વજનિક જોડાણ જેવી વિષય વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો હતો

          આ મેળાના સમાપન સમારોહમાં ભાગ લેતા ગુજરાતના  શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મોદી સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ સાથે સુસંગત રહીને પ્રારંભિક સંશોધન અને તેનો ઉઘાડ, વૈજ્ઞાનિક સ્વભાવ અને અનુભવલક્ષી શિક્ષણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે.

        તેમણે કહ્યું હતું કે સંશોધન ફક્ત યુનિવર્સિટીઓની પ્રયોગશાળાઓ સુધી મર્યાદિત ન રહેતા તે હવે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ જેવી સંસ્થાઓમાંથી આરંભાય છે. વિદ્યાર્થીઓ વહેલા સવાલો કરવાનું શરૂ કરીને વિચારોનું પરીક્ષણ અને નિષ્ફળતામાંથી શીખે છે  ત્યારે તેઓ વૈજ્ઞાનિક સ્વભાવનો પાયો નાખતા હોવાથી શાળાઓએ ફક્ત શિક્ષણ કેન્દ્રો જ નહીં બની રહેતા વિચારો અને ઉકેલોના ઇન્ક્યુબેટર બનવું જોઈએ. 

      અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રયોજક અને અદાણી સમૂહના નોન એક્ઝિક્યુટીવ ડિરેક્ટર શ્રીમતી નમ્રતા અદાણીએ આ દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરતા  જણાવ્યું હતું કે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ જિજ્ઞાસાને વહેલી કેળવવવામાં અને શિક્ષણને પાઠ્ય પુસ્તકોથી ઉપર ઉઠીને આગળ વધવાની હિમાયત કરે છે.IRIS   જેવા રાષ્ટ્રીય મેળાવડાઓ પ્લેટફોર્મ બની વિદ્યાર્થીઓને વાસ્તવિક દુનિયાના પડકારો પર સવાલો કરવા, પ્રયોગ કરવા અને જ્ઞાન લાગુ કરવાની મોકળાશ આપે છે.

        આચાર્યો અને શિક્ષકોના પરિસંવાદ સાથે આરંભ થયેલા કાર્યક્રમમાં સમગ્ર અમદાવાદની શાળાઓના અગ્રણીઓને પૂછપરછ-આધારિત STEM શિક્ષણશાસ્ત્ર અને અનુભવ આધારિત વર્ગખંડ પ્રણાલીઓને મજબૂત બનાવવા વિષે છણાવટ કરવા માટે એકત્ર કરવામાં આવ્યા હતા. ક્યુરેટેડ પ્રદર્શનો મારફત વિદ્યાર્થીઓએ નિષ્ણાત મૂલ્યાંકન અને માર્ગદર્શન દ્વારા સમર્થિત મૂળ સંશોધન પ્રદર્શિત કર્યું હતુ.

       તા. ૭મી ફેબ્રુઆરીના રોજ સ્પર્ધાત્મક મૂલ્યાંકનની શરૂઆત સાથે આ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન અને ઇજનેરી મેળા (ISEF)૨૦૨૬ માટે ક્વોલિફાઇંગ પ્લેટફોર્મ તરીકે સેવા આપતા આ મેળાના સમાપનમાં ૧૫ પ્રોજેક્ટ્સને સુવર્ણ અને ૧૦ને રજત પદક  એનાયત કરાયા હતા. આ સાથે સુવર્ણ પદક વિજેતાઓ વિશ્વ સ્તરે રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવાની અંતિમ પસંદગી માટેના રાઉન્ડમાં ભાગ લેશે..

      સમાપન સમારોહમાં અદાણી સમૂહના આંતર રાષ્ટ્રીય વ્યવસાયના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી અમિત સિંહે વૈવિધ્યસભર સમૂહ વતી ઉપસ્થિત વરિષ્ઠ અગ્રણીઓ વતી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું

       રાજ્યના વિકાસશીલ શિક્ષણ ઇકોસિસ્ટમમાં યોગદાન આપી રહેલી અમદાવાદ અને ગુજરાતમાં સર્વાંગી શિક્ષણ માટે પ્રતિબદ્ધ સંસ્થા તરીકે STEM સંશોધન, વૈશ્વિક સ્પર્ધાઓ, રમતગમત, કલા અને નેતૃત્વ વિકાસ સહિતના સહ-અભ્યાસક્રમ અને અભ્યાસેતર ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરવા સાથે શૈક્ષણિક જૂસ્સાને સતત જોડનાર શૈક્ષિણક સંસ્થા તરીકે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલની પ્રતિષ્ઠાને IRIS  રાષ્ટ્રીય મેળાના આયોજનથી પુષ્ટી મળી છે.

      પ્રારંભિક તબક્કાના સંશોધન, સહયોગ અને નવીનતા માટે ઉત્પ્રેરક તરીકે શાળાઓની વધતી જતી ભૂમિકાને કૈન્દ્રમાં રાખી IRIS રાષ્ટ્રીય મેળો ૨૦૨૫-૨૬નું સફળ આયોજન  ભારતની આગામી પેઢીના વૈજ્ઞાનિક વિચારકો માટેનો પાયો મજબૂત બનાવશે.

      ભારતભરમાં ધો.૫થી ૧૨ના વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક સંશોધન પ્રત્યે પ્રેરીત કરવા સાથે યુવાનોમાં વૈજ્ઞાનિક સંશોધન સંવર્ધન અને વૃધ્ધિ માટેની EXSTEMPLAR Education Linkers Foundation અંતર્ગત IRIS કાર્યક્રમની પહેલ થકી એક રાષ્ટ્રીય મંચ પુરો પાડી આંતરરાષ્ટ્રીય કક્ષાએ વૈજ્ઞાનિક સંશોધન અને અભિનવ ખોજમાં સક્રિય રસ ધરાવતી ભારતીય યુવા પ્રતિભાઓના ISEF ખાતે પ્રતિનિધિત્વ માટે કેડી કંડારે છે.

You Might Also Like

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

#AdaniGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top News
‘ઓહ શ*ટ…’ અજિત પવારનું વિમાન ક્રેશ થયું તે પહેલાં ક્રૂના છેલ્લા શબ્દો
Hotline News Hotline News January 29, 2026
ડાયનાસોરના ઈંડા નર્મદ યુનિ. ખાતે ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’માં આકર્ષણનું કેન્દ્ર બન્યા
બ્રિજ ભૂષણની પુત્રી શાલિની સિંહે નોઈડા હિંસા પર આકરા પ્રહારો કર્યા; પોતાની જ સરકાર અને પોલીસ પર નિશાન સાધ્યું
પુતિનની ભારત મુલાકાત: S-500 પર ધ્યાન કેન્દ્રિત, Su-57 પર ચર્ચા; જાણો સરકાર સંરક્ષણ ક્ષેત્રમાં રશિયા પાસેથી શું ઇચ્છે છે
સલમાન-આમિર સાથે કર્યું હતું કામ: ‘દયાબેન’ના પિતાનું નિધન
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
Top Newsગુજરાતવડોદરા

પહેલા 44 ટિકિટ કાપીને કરી સર્જરી, હવે ગીતા મકવાણાને વડોદરાના મેયર બનાવીને ચોંકાવ્યા

Hotline News Hotline News May 30, 2026
Top Newsઅમદાવાદગુજરાત

કાર વડે 9 લોકોને કચડી નાખનાર આરોપીને SCએ જામીન આપ્યા, ₹1 કરોડ જમા કરાવવા પડશે

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?