By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: આશ્રમશાળામાં દુષ્કર્મઃ શિક્ષણ જગતને કલંક લગાવતી ઘટનાથી સમગ્ર પંથકમાં ચર્ચા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > આશ્રમશાળામાં દુષ્કર્મઃ શિક્ષણ જગતને કલંક લગાવતી ઘટનાથી સમગ્ર પંથકમાં ચર્ચા
Top Newsગુજરાત

આશ્રમશાળામાં દુષ્કર્મઃ શિક્ષણ જગતને કલંક લગાવતી ઘટનાથી સમગ્ર પંથકમાં ચર્ચા

ડાંગ સ્વરાજ આશ્રમશાળામાં ૧૫ વર્ષીય સગીરા પર દુષ્કર્મની ફરિયાદથી ચકચાર મચી જવા પામી છે. આશ્રમશાળા સંચાલકના પતિ અને રસોઈ કરનાર મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Hotline News
Last updated: January 29, 2026 1:23 PM
Hotline News - Editor Published January 29, 2026
SHARE
  • ડાંગમાં શિક્ષણ જગત માટે કાળો દિવસ
  • ડાંગ સ્વરાજ આશ્રમશાળામાં ૧૫ વર્ષીય સગીરા પર દુષ્કર્મ
  • સંચાલકના પતિ અને રસોઈણ સામે ગુનો દાખલ

સાપુતારાઃ ‘ડાંગ સ્વરાજ આશ્રમશાળા’ માં માનવતા અને શિક્ષણ જગતને લજવતો બનાવ પ્રકાશમાં આવ્યો છે. 15 વર્ષીય સગીર વયની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદથી જિલ્લભરમા ભારે ચર્ચા ફેલાઈ છે. આશ્રમશાળા સંચાલકના પતિ અને રસોઈ કરનાર મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદને જોતા સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Contents
સત્તા અને વગનો દુરુપયોગસોનલબેને માસૂમ દીકરીને પાણીમાં નશીલી વસ્તુ પીવડાવીપ્રફુલ નાયકે નરાધમ કૃત્ય આચર્યું

ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે આવેલી પ્રતિષ્ઠિત ‘ડાંગ સ્વરાજ આશ્રમશાળા’ માં માનવતા અને શિક્ષણ જગતને લજવતો અત્યંત ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આદિવાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સુરક્ષાના નામે ચાલતી આ સંસ્થામાં રક્ષક જ ભક્ષક બન્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

સત્તા અને વગનો દુરુપયોગ

આશ્રમશાળાના મહિલા પ્રમુખ જાગૃતિબેન નાયકના પતિ પ્રફુલભાઈ નાયકે એક ૧૫ વર્ષીય સગીર વયની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ આહવા પોલીસ મથકે નોંધાતા સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ મચી ગયો છે. જે સંસ્થા પર વાલીઓ અતૂટ ભરોસો મૂકીને પોતાની દીકરીઓને ભણવા મોકલે છે, ત્યાં જ સત્તા અને વગનો દુરુપયોગ કરીને દીકરીઓની આબરૂ સાથે ખેલ ખેલાતા શિક્ષણ જગત સામે અનેક સવાલો ઊભા થયા છે.

સોનલબેને માસૂમ દીકરીને પાણીમાં નશીલી વસ્તુ પીવડાવી

આ ઘટનાની કંપારી છૂટી જાય તેવી વિગતો મુજબ, આશરે સાતથી આઠ દિવસ પહેલા આશ્રમની અન્ય વિદ્યાર્થિનીઓ જ્યારે સાફ-સફાઈના કામમાં વ્યસ્ત હતી, ત્યારે આ દુષ્કર્મનું આયોજનબદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું હતું. આશ્રમમાં રસોઈકામ કરતી સોનલબેન નામની મહિલાએ ભોગ બનનાર સગીરાને “રસોડામાં કામ છે” તેમ કહી વિશ્વાસમાં લઈને બોલાવી હતી. ત્યારબાદ સોનલબેને આ માસૂમ દીકરીને પાણીના ગ્લાસમાં કોઈ નશીલી કે કેફી વસ્તુ ભેળવીને પીવડાવી દીધી હતી.

પ્રફુલ નાયકે નરાધમ કૃત્ય આચર્યું

કેફી પીણું પીધા બાદ સગીરા બેભાન જેવી અવસ્થામાં આવી ગઈ હતી, જેનો લાભ ઉઠાવી પ્રફુલભાઈ નાયક તેને ઉંચકીને પોતાના રૂમમાં લઈ ગયા હતા. ત્યાં સગીરાની લાચારીનો ફાયદો ઉઠાવી પ્રફુલ નાયકે તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી નરાધમ કૃત્ય આચર્યું હતું. આ સંવેદનશીલ અને હીન ઘટનાની જાણ થતાં જ પીડિત બાળકીના પરિવારજનો અને આદિવાસી સમાજના આગેવાનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

આ મામલે આહવા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી મુખ્ય આરોપી પ્રફુલભાઈ નાયક અને તેને આ કૃત્યમાં મદદ કરનાર રસોઈણ સોનલબેન વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા પીડિત વિદ્યાર્થિનીનું મેડિકલ પરીક્ષણ કરાવીને તેનું નિવેદન નોંધવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. સંચાલક મંડળ સાથે જોડાયેલા વગદાર વ્યક્તિની સંડોવણી હોવા છતાં, કાયદો તેનું કામ કરશે તેવો વિશ્વાસ પોલીસ તંત્ર દ્વારા અપાયો છે. હાલમાં આ નરાધમો સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ સાથે સમગ્ર ડાંગ પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે..

You Might Also Like

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

#Gujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
અમેરિકાના કારણે શેરબજારમાં ગભરાટ ફેલાયો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો
Hotline News Hotline News September 27, 2025
બોલો, ઊંટને બાઇક પર બેસાડી લઇ ગયા
Gujarat Vav By Election: ગુજરાતની વાવ સીટ પર કોંગ્રેસ આગળ, ભાજપ પાછળ, જાણો અપડેટ્સ
કઈ રીતે થઈ રણવીરની યુટ્યુબ ચેનલ હેક? તમામ વીડિયો પણ ડીલીટ
“ગૌતમ અદાણી મારા મોટા ભાઈ જેવા છે,” સુપ્રિયા સુલેએ કહ્યું અને શરદ પવારે પણ અદાણીની પ્રશંસા કરી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતવડોદરા

પહેલા 44 ટિકિટ કાપીને કરી સર્જરી, હવે ગીતા મકવાણાને વડોદરાના મેયર બનાવીને ચોંકાવ્યા

Hotline News Hotline News May 30, 2026
Top Newsઅમદાવાદગુજરાત

કાર વડે 9 લોકોને કચડી નાખનાર આરોપીને SCએ જામીન આપ્યા, ₹1 કરોડ જમા કરાવવા પડશે

Hotline News Hotline News May 30, 2026
Top Newsઅમદાવાદગુજરાત

Ai દ્વારા જનરેટ અશ્લીલ તસવીરો સાથે મહિલાનું શોષણ, દિલ્હીથી આરોપીની ધરપકડ

Hotline News Hotline News May 29, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?