By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: જવાબો આપવાની ત્રેવડ ન હોય તો મેયર બનીને ન ફરાય: વિપક્ષ નેતા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > જવાબો આપવાની ત્રેવડ ન હોય તો મેયર બનીને ન ફરાય: વિપક્ષ નેતા
PoliticsTop Newsગુજરાતબ્રેકીંગરાજકારણસિટી ન્યૂઝસુરત

જવાબો આપવાની ત્રેવડ ન હોય તો મેયર બનીને ન ફરાય: વિપક્ષ નેતા

Hotline News
Last updated: September 3, 2025 1:22 PM
Hotline News - Editor Published September 3, 2025
SHARE
  • સુરતના ’ડરપોક’ મેયરે વિપક્ષ આમ આદમી પાર્ટીના જનહિતના સવાલના જવાબો તો ન આપ્યા, ઊલટું પોલીસ બોલાવી અટકાયત કરાવી: આપ
  • વિપક્ષ નેતા પાયલ સાકરિયા સમેત ’આપ’ ના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને પોલીસ મેયરના ઈશારે ઊંચકી ગઈ
  • જનતા વતી પૂછાયેલા વિપક્ષના સવાલના જવાબો આપવાની ત્રેવડ ન હોય તો મેયર બનીને ન ફરાય, રાજીનામું આપીને ઘરે બેસાય : વિપક્ષ નેતા પાયલ સાકરિયા
  • મેયર પોતાનું મનસ્વીપણું બતાવી લોકશાહીનું ગળું દબાવવાની કોશિશ કરે છે: આમ આદમી પાર્ટી

સુરતઃ ગત સામાન્ય સભામાં વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબો આપવામાંથી છટકબારી કાઢી સાફ શબ્દોમાં ઘસીને મેયરે જવાબ આપવાની ના પાડી દીધી હતી. જે મામલો ખૂબ જ ગંભીર ગણાય તેવો છે.

આ મુદ્દે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને પદાધિકારીઓ મેયરને રજૂઆત કરવા અને સવાલના જવાબો માંગવા ગયા હતા.  પરંતુ રાબેતા મુજબ જ મેયરે અડધો કલાક જેટલો સમય વિપક્ષના કોર્પોરેટરોને તેમની ચેમ્બરની બહાર રાહ જોવડાવી હતી. તે દરમ્યાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકરોએ રામધૂન બોલાવવાની શરૂઆત કરી હતી, અને મેયરનો હુરિયો બોલાવ્યો હતો. દરમ્યાનમાં મેયરના આદેશથી પોલીસ સ્ટાફ પાલિકામાં આવી ગયો હતો અને અમાનવીય રીતે સૌ કોર્પોરેટરો અને પદાધિકારીઓને ઊંચકીને લઈ જઈ ડિટેઇન કર્યા હતા. ડિટેઇન થયેલા કોર્પોરેટરોમાં વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશભાઈ અણઘણ, વિપક્ષ દંડક રચનાબેન હીરપરા, કોર્પોરેટરો વિપુલ સુહાગીયા, સહિત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી અને અન્ય કાર્યકરો હતા.

વિપક્ષ આમ આદમી પાર્ટીએ આ ઘટના બાદ મેયર પર આરોપ લગાવ્યો હતો કે તેઓ પોતાનું મનસ્વીપણું બતાવે છે, અને લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. લોકશાહીમાં પ્રજાના હિતના પ્રશ્નોના જવાબ આપવા મેયર બંધાયેલા છે. મેયર તેમાં પોતાના મનના કાયદા થોપે તે ચલાવી શકાય એમ નથી. સામાન્યસભામાં કોર્પોરેટરોને સવાલો પૂછવાનો BPMC Act મુજબ હક છે અને આ હક પર તરાપ મારીને લોકશાહી પર મેયર સીધો હુમલો કરી રહ્યા છે અને પોતાને કાયદાથી પણ ઉપર સમજી રહ્યા છે.

વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે, પાલિકા પ્રજાના વેરાથી ચાલે છે અને પ્રજા પોતાના પ્રતિનિધીઓને ચૂંટીને મોકલે છે પરંતુ આ પાલિકામાં પ્રતિનિધિઓને સવાલો પૂછવા પર રોક લગાવવામા આવી રહી છે તે પ્રજાના જનાદેશનું અપમાન છે. મેયર લોકશાહી વિરુદ્ધનુ આવું કૃત્ય કરીને પાલિકામાં થતો ભ્રષ્ટાચાર જનતા કે મીડિયા સમક્ષ ના આવી શકે અને વધુમાં વધુ ભ્રષ્ટાચાર થઈ શકે તે માટે આયોજન કરી રહ્યા છે. સુરત મહાનગર પાલિકાનું બજેટ અબજોનું છે પણ એના વપરાશ પર સવાલ પૂછવાની ના પાડવામાં આવશે તો જનતાને જવાબ કોણ આપશે?

ઉપનેતા મહેશ અણઘણે જણાવ્યું હતું કે, મેયરે ના ભૂલવું જોઈએ કે તે જનતા ના સેવક છે માલિક નથી. પાલિકા કોઈના બાપદાદાની પેઢી નથી અહીં કાયદા મુજબ કામ થાય નહીં કે જો હુકુમીથી. આમ આદમી પાર્ટી સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, અમે વિપક્ષ આમ આદમી પાર્ટી મેયરની લોકશાહી પરના આ હુમલાનો સખત વિરોધ અને નીંદા કરીયે છીએ. કોર્પોરેશનમાં કોર્પોરેટર, વિધાનસભામાં ધારાસભ્ય અને સંસદમાં સાંસદને સવાલો પૂછવાનો બંધારણીય હક મળેલ છે તો આ રોકવા વાળા મેયર કોણ ?

You Might Also Like

39.57 કરોડના ગેરકાયદેસર ફટાકડા જપ્ત, 2 ગોડાઉન સીલ… બેની ધરપકડ

ડબલ મર્ડર, એક્સ ગર્લફ્રેન્ડ અને તેના પતિ પર પાઇપથી હુમલો, આપી દર્દનાક મોત

કમિશનરે નોટિસ વગર કોઈ કર્મચારીને કાર્યવાહી કરવા નથી કહ્યું: એડવોકેટ જનરલ

અમદાવાદની ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, પાંચનાં મોત અને 10 ઘાયલ, પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

#SuratGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsદુનીયાભારત
અમેરિકાથી લાવેલા લોરેન્સ બિશ્નોઈના ભાઈને દિલ્હી એરપોર્ટથી સીધો કોર્ટમાં લઈ જશે
Hotline News Hotline News November 19, 2025
અદાણી પાવરે એક મોટો ઉછાળો, એક વર્ષમાં 126%નો ઉછાળો, માર્કેટ કેપમાં ઇન્ફોસિસને પાછળ છોડી દીધું
હૉસ્પિટલમાં હૈવાનિયત બાદ પીડિતા નર્સની હાલત બગડી, શ્વાસ લેવામાં તકલીફ… ડૉક્ટરે કહ્યું…
ચૈતર વસાવાના ડેડીયાપાડામાં હર્ષ સંઘવીએ ગર્જના કરી, કોંગ્રેસ-AAP વચ્ચે તિરાડ ઉભી કરી
હેલ્મેટ વગરના ટુ-વ્હીલર અકસ્માતોમાં માથામાં ઇજાના કેસ 74%; વધુ એક અભ્યાસમાં તારણ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતપોરબંદર

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાતવડોદરા

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?