- મહાનગર ગેસ લિમિટેડ (MGL) એ ગેસ પાઇપલાઇન ફિટર તરીકે સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનારા 21 ઉમેદવારોની બેચમાંથી 11 ઉમેદવારોની નિમણૂક કરી .
મુંબઈ: ધારાવીના ૨૧ યુવક-યુવતીઓએ ડોન બોસ્કો ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (DBITI), મુંબઈ સાથે ભાગીદારીમાં ધારાવી સોશિયલ મિશન (DSM) હેઠળ ગેસ પાઇપલાઇન ફિટર તરીકે તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. જે પૈકી ૧૧ ઉમેદવારોને મહાનગર ગેસ લિમિટેડ (MGL) માં નોકરી મેળવી છે, જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે – જે આ ક્ષેત્રમાં એક અસાધારણ સિધ્ધિ છે.
તારીખ ૧૨ ડિસેમ્બર ૨૦૨૪ થી ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન યોજાયેલા બે મહિનાના તાલીમ કાર્યક્રમમાં વ્યવહારુ અનુભવ અને ઉદ્યોગ-સંબંધિત કુશળતા આ તાલીમાર્થીઓને પ્રદાન કરવામાં આવી હતી. દરેક તાલીમાર્થીને માસિક રૂ. ૫,૦૦૦ નું સ્ટાઇપેન્ડ આપવામાં આવતું હતું. તે પૈકી નિયુક્ત થયેલા કર્મચારીઓ હવે દર મહિને ૧૫,૦૦૦ રૂપિયાથી વધુ કમાય છે, જેનાથી તેઓ અને તેમના પરિવારોમાં આર્થિક સ્થિરતા લાવી રહ્યા છે.
ધારાવી હંમેશા મહેનતુ અને પ્રતિભાશાળી લોકોનું કેન્દ્ર રહ્યું છે. ઘણા યુવા રહેવાસીઓ વધુ સારી તકોનું સ્વપ્ન જુએ છે અને DSM તે સપનાઓને વાસ્તવિકતામાં પરિવર્તીત કરવામાં મદદ કરે છે.
આ કાર્યક્રમ દ્વારા ભરતી કરાયેલી મહિલાઓ પૈકીના એક એવા સોનાલી રમેશે કહ્યું હતું કે, “મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને આ ક્ષેત્રમાં નોકરી મળશે. DSM ખાતે તાલીમ લેવાથી મને આત્મવિશ્વાસ મળ્યો અને હવે હું સ્થિર ભવિષ્ય જોઈ રહી છું. વધુને વધુ મહિલાઓએ આગળ આવવું જોઈએ અને નવા કારકિર્દી વિકલ્પો શોધવા જોઈએ.”
તાલીમ મેળવેલા બીજા સ્નાતક અવનીશ ગુપ્તાએ કહ્યું હતું કે, “આ કાર્યક્રમે અમારા જીવનને બદલી નાખ્યું છે. અમારામાંથી ઘણા લોકો પાસે કોઈ દિશા નહોતી, પરંતુ હવે અમારી પાસે કુશળતા અને નોકરીઓ છે. DSM ધારાવીકર માટે, ખાસ કરીને મહિલાઓ માટે ઘણી તકો લઈને આવ્યું છે.”
ધારાવી સોશિયલ મિશન (DSM) નો ઉદ્દેશ્ય આવી વધુ તકો ઊભી કરવાનો છે. ડીએસએમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે ધારાવીના યુવાનોને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે યોગ્ય કૌશલ્ય થી સજ્જ કરવા માંગીએ છીએ. અમારુ લક્ષ્ય ધારાવીના લોકોને વાસ્તવિક અને કાયમી તકો પૂરી પાડવાનું છે.’’
આ પ્રકારના તાલીમ કાર્યક્રમો દ્વારા, ધારાવી સોશિયલ મિશન યુવાનોને ઉદ્યોગ-સંબંધિત કૌશલ્ય પ્રાપ્ત કરવામાં, નોકરીઓ શોધવામાં અને વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરવામાં મદદ કરી રહ્યું છે.
ધારાવી સોશિયલ મિશન વિશે:
ધારાવી સોશિયલ મિશન (DSM) એ નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (NMDPL) ની મુખ્ય પહેલ છે જેનો હેતુ ધારાવીના રહેવાસીઓના સામાજિક, આર્થિક અને માળખાકીય પાસાઓમાં સર્વગ્રાહી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ મિશનનું વિશેષ ધ્યાન ધારાવીના યુવાનો, મહિલાઓ, ઉદ્યોગો અને વંચિત જૂથો પર કેન્દ્રિત છે. મિશનના પ્રયાસોનો મુખ્ય ઉદ્દેશ કૌશલ્ય આધારિત રોજગાર, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને સ્વચ્છતા, સામાજિક ભાગીદારી અને સમુદાય કલ્યાણને પ્રોત્સાહન આપવાનો છે.
ધારાવી સોશિયલ મિશનનો હેતુ સમુદાયના જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો, વ્યક્તિઓને સશક્તિકરણ કરવાનો, ટકાઉ આજીવિકાને પ્રોત્સાહન આપવા અને ઉજ્જવળઅને સમાવેશી ભવિષ્યનું નિર્માણ કરવાનો છે. આ મિશન વ્યક્તિઓ અને જૂથોની લાંબા ગાળાની અને ટકાઉ, સામાજિક-આર્થિક ક્ષમતાઓને વધારવા માટે કામ કરી રહ્યું છે, જેના થકીઆત્મનિર્ભર ઇકોસિસ્ટમનું નિર્માણ થાય છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો:
- રાખી કનકને: [email protected]| NMDPL
- મકરંદ ગાડગીલ: [email protected]| NMDPL
- પંકજ મુધોલકર: [email protected]| Aakriti Promotions and Media Limited