By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: આ વર્ષે હોળીના તહેવાર માટે બજારમાં શું ખાસ છે, શું છે નવો ટ્રેન્ડ, જાણો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > આ વર્ષે હોળીના તહેવાર માટે બજારમાં શું ખાસ છે, શું છે નવો ટ્રેન્ડ, જાણો
Top Newsગુજરાત

આ વર્ષે હોળીના તહેવાર માટે બજારમાં શું ખાસ છે, શું છે નવો ટ્રેન્ડ, જાણો

હોળીનો તહેવાર હિન્દુ ધર્મના ખાસ તહેવારમાંથી એક છે. આ વર્ષે હોલિકા દહન 13 માર્ચ અને ધૂળેટી 14 માર્ચ 2025 ના રોજ આવશે.

Hotline News
Last updated: March 3, 2025 6:13 PM
Hotline News - Editor Published March 3, 2025
SHARE

રંગોનો તહેવાર હોળી દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને રંગ લગાવે છે. હોળીના એક દિવસ પહેલા હોલિકા દહન કરવામાં આવે છે, અને બીજા દિવસે રંગોવાળી હોળી એટલે કે ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર હિન્દુ ધર્મના ખાસ તહેવારમાંથી એક છે. આ વર્ષે હોલિકા દહન 13 માર્ચ અને ધૂળેટી 14 માર્ચ 2025 ના રોજ આવશે.

હોળીના તહેવાર માટે લોકો એક મહિના અગાઉથી તૈયારી શરૂ કરી દે છે. અમદાવાદના બજારોમાં પણ હોળી માટે રંગો અને પિચકારીઓ વેચવાની શરૂઆત થઈ જાય છે. તો અમદાવાદના પ્રખ્યાત કાલુપુર સીઝનેબલ માર્કેટમાં કયા કયા પ્રકારની પિચકારીઓ વેચવામાં આવી રહી છે? અને આ વખતે હોળીના રંગોમાં શું ખાસ છે? જુઓ આ અહેવાલ.

અમદાવાદ શહેરના સીઝનેબલ ચીજ વસ્તુઓ વેચતા વેપારીઓએ હોળી ધુળેટીના તહેવારની ઉજવણી વપરાતી સામગ્રી મોટા પ્રમાણમાં કાલુપુર બજારમાં મૂકી દીધી છે. જેમાં બ્રાન્ડેડ હર્બલ ગુલાલ, પિચકારીઓ, ફુગ્ગા, ટ્યુબ, કલર જેવી અનેક અવનવી વસ્તુઓનું ભરપૂર વેચાણ થઈ રહ્યું છે.

રાજસ્થાનથી હોળીના ગુલાલ વેચવા માટે આવેલ સંજયભાઈએ જણાવ્યું કે, અમે દર વર્ષે હોળીના કલર વેચવા માટે કાલુપુર દરવાજે આવીએ છીએ. 25 વર્ષથી અમે રાજસ્થાનથી 20 લોકો ઘરના બનાવેલા મારવાડી કલર વેચવા માટે આ બજારમાં આવીએ છીએ. દિવસભરમાં અમે એક કિલો પાછળ 10-20 રૂપિયા કમાવીએ છીએ. અમે લોકો હોળી માટે સ્પેશિયલ મારવાડી કલર બનાવીએ છીએ.

કલરના વેપારી સલીમભાઈએ જણાવ્યું કે, દર વર્ષે હોળીના સમયમાં અમે એક મહિના પહેલાથી કલર વેચવાનું શરૂ કરીએ છીએ. હોળી આવવાની તૈયારી છે એટલે આ બજારમાં લોકો કલર અને પિચકારીઓ લેવા માટે આવી રહ્યા છે. હર્બલ અને ગુલાલના બધા કલર અમારી પાસે છે. કોઈની સ્કીનને નુકસાન નહીં કરે એવા પ્રકારના કલર અમે વેચીએ છીએ. આખા ગુજરાતથી અહીં લોકો હોળીના કલર લેવા માટે આવે છે.

તહેવારની વિશેષતા વિશે જણાવતા તેમણે કહ્યું કે, હોળી કોમી એકતા અને હર્ષ ઉલ્લાસનો તહેવાર છે. લોકો ભાઈચારાથી હોળીનો તહેવાર ઉજવે છે. હર્બલ કલરની કિંમત 60 થી 70 રૂપિયા કિલો છે. સાદો કલર 10 થી 20 રૂપિયા કિલો છે. જ્યારે 10 કિલો કલર 160 રૂપિયામાં આવે છે. સાદા કલરની 10 કિલોગ્રામ સ્ટાર્ટિંગ કિંમત 120 રૂપિયામાં છે.

હોળીના કલર સાથે સાથે આ બજારમાં દરેક પ્રકારની નાની-મોટી પિચકારી પણ વેચવામાં આવી રહી છે. જેને લેવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પિચકારીના વેપારી હમઝાભાઈએ આ અંગે જણાવ્યું કે, કાલુપુર બજારમાં સિઝનેબલ દુકાન છે. અત્યારે અમે પિચકારી વેચવાનું શરૂ કર્યું છે. સાદા પંપ, પ્રેશર પંપ, ફુગ્ગા ટ્યુબ ટંકી જેવી અનેક પિચકારીઓ છે. જેમાં ખાસ કરીને નવી વેરાઈટીમાં હથોડી, તલવાર, ત્રિશુલ, કુલ્હાડી આ વખતે નવી આઈટમ આવી છે. 120 થી લઈને 200 રૂપિયા સુધીની હોલસેલમાં પિચકારી વેચવામાં આવે છે.

આધુનિક પિચકારીની વાત કરતાં તેમણે જણાવ્યું કે, આના સિવાય ઇલેક્ટ્રિકથી ચાર્જ કરી પાણી ભરી છાટી શકાય એવી પિચકારીઓ પણ છે. 30 રૂપિયાથી 1,500 સુધીની અવનવી ડિઝાઇન સાથેની પીચકારીઓ મનોરંજન માટે બજારમાં ઉપલબ્ધ છે. અહીંયા છોટા ભીમ, સુપરમેન, સ્પાઇડરમેન, નવા અને પ્રખ્યાત કાર્ટૂન, ફેમસ ફિલ્મી સ્ટાર, ક્રિકેટરો સાથે અનેક ડિઝાઇનમાં પિચકારીઓ મળે છે.

બજારમાં આવેલા ગ્રાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગ્રાહકો દૂર દૂરથી આવીને હોળીના કલર અને પિચકારી ખરીદી રહ્યા છે. એક ગ્રાહકે જણાવ્યું કે, હોળી માટે બેસ્ટ કલર કાલુપુરમાં મળે છે. અહીં સસ્તામાં પિચકારીઓ મળી જાય છે. એટલે અમે અમારા ગામની દુકાનોમાં લઈ જઈએ છીએ અને ત્યાં વેચીએ છીએ. ઉપરાંત ઘરમાં પણ હોળીના દિવસે આ કલરનો ઉપયોગ કરીને હોળીનો તહેવાર ઉજવીએ છીએ.

You Might Also Like

ધારાવીબસડેપોનાસ્થાનેબેઆધુનિકઅનેબહુમાળીડેપોબનશે

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

#hotlinenewsGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAPનું ગુજરાતનું સ્વપ્ન ચકનાચૂર, ભાજપે પોતાનો ગઢ જાળવી રાખ્યો
Hotline News Hotline News April 29, 2026
તાંબાના વાસણમાં પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત બને
હવે ચાંદીના દાગીનામાં ફરજિયાત હોલ માર્કિંગની તૈયારી
‘ગુડબાય, માય લવ’: દાદીને અંતિમ વિદાય આપ્યા પછી આશા ભોંસલેની પૌત્રી જનાઈની પોસ્ટ; કહ્યું- હું મારા ખાલી સમયમાં કંઈક લખીશ
મદ્રેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન નીકળતા પોલીસ પણ ચૌકી, મોબાઈલમાં મળ્યા પાકિસ્તાન-અફઘાનિસ્તાનના ગૃપ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગાંધીનગરગુજરાત

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

Hotline News Hotline News July 20, 2026
Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?