મુંબઈ: કુંભારવાડાની માફક ધારાવીમાં મહારાષ્ટ્ર સરકારની રદ કરાયેલી ખાલી જમીનને લગતી યોજના વેકેટ લેન્ડ ટેન્યર (વીએલટી)ના ભૂતપૂર્વ જમીન ધારકો ધારાવી નોટિફાઇડ એરિયા (DNA)ના ભાગ જ છે અને તેમને કરોડો રૂપિયાના ખર્ચે થઈ રહેલા ધારાવી ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ પ્રોજેક્ટ હેઠળ પુનર્વિકાસના લાભ મળશે, એમ ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ/ઝૂંપડપટ્ટી પુનર્વસન સત્તામંડળ (એસઆરએ)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
DRPની રચના સાથે ધારાવીમાં VLT આપમેળે રદ થઈ ગયું હોવાથી ભૂતપૂર્વ માલિકો (ધારકો)એ ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે તેમને પુનર્વિકાસ યોજનામાં સંપૂર્ણપણે આવરી લેવામાં આવ્યા છે. આ યોજના હેઠળ ધારાવીમાંથી કોઈ પણ વ્યક્તિ બેઘર બનશે નહીં કારણ કે દરેક આવાસ ધારકને તેમના સપનાનું ઘર મળશે,” એમ DRP/SRA ના CEO શ્રી એસવીઆર શ્રીનિવાસએ જણાવ્યું હતું.
“હકીકતમાં, VLT હેઠળની જમીન હવે DNA હેઠળ હોવાથી, આ વિસ્તારોના અલગથી પુનર્વિકાસની જરૂર નથી, તેઓ DRPના કાર્યક્ષેત્ર હેઠળ જ આવે છે,” એમ શ્રી શ્રીનિવાસ, જેઓ નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (NMDPL)ના ચેરમેન પણ છે, તેમણે ઉમેર્યું.
ખુલ્લી આંતરરાષ્ટ્રીય બોલીમાં ધારાવી ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ પ્રોજેક્ટ જીતનાર અદાણી ગ્રુપ, મહારાષ્ટ્ર સરકાર સાથે તેની સંયુક્ત સાહસ કંપની નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (NMDPL) દ્વારા હાઉસિંગ અને કોમર્શિયલ – ઇમારતો બનાવશે, અને સર્વેના તારણો મુજબ ફાળવણી માટે તેમને મહારાષ્ટ્ર સરકારના DRP/SRAને સોંપશે.
મહારાષ્ટ્રના 2034ના વિકાસ નિયંત્રણ અને પ્રમોશન નિયમન (DCPR)ની કલમ 33 (10) મુજબ, કલમ નંબર 1.12 સ્પષ્ટપણે જણાવે છે કે DRP/SRAની સરકારી એન્ટિટી તરીકે રચના થતાં ધારાવીમાં VLT આપમેળે રદ થઈ જશે.
“બીએમસી કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા રચાયેલા વેકેટ લેન્ડ ટેન્યર હેઠળની કોઈ જમીન અથવા આવી જમીનના કોઈ હિસ્સામાં ઝૂંપડપટ્ટી આવી હોય તો તે જાહેર હિત માટેનો ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ તૈયાર થાય અને SRAના DRP સેલને મંજૂરી માટે સબમિટ કરવામાં આવે કે તરત જ આપમેળે સમાપ્ત થઈ જશે,” એમ આ કલમ જણાવે છે.
“અમને સર્વેક્ષણ પ્રક્રિયામાં ધારાવીકરોનો અસાધારણ ટેકો મળી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે ભૂતપૂર્વ VLT માલિકો (વીએલટી ઉપર વસેલા રહેવાસીઓ) પણ વહેલામાં વહેલી તકે ચાલુ પ્રક્રિયામાં ભાગ લેશે,” એમ શ્રી શ્રીનિવાસએ કહ્યું.
તેમણે ડીએનએ હેઠળના કોલીવાડા અને અન્ય ખાનગી સોસાયટીઓના ખાનગી જમીન માલિકોને પણ પુનર્વિકાસ પહેલમાં જોડાવા અપીલ કરી.
“ધારાવીમાં થોડા ખાનગી માલિકી વિસ્તારો છે, હું તેમને અમારી સાથે જોડાવા અને વિશ્વના સૌથી મોટા શહેરી કાયાકલ્પ પ્રોજેક્ટનો ભાગ બનવા આમંત્રણ આપવા માંગુ છું,” એમ તેમણે જણાવ્યું.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેટા અનુસાર, VLTની રચના ખાલી જમીનને અતિક્રમણથી બચાવવા માટે કરવામાં આવી હતી જેથી બીએમસી દ્વારા જ્યારે પણ જરૂર પડે ત્યારે તેને પાછી લઈ શકાય. એવો અંદાજ છે કે મુંબઈમાં પરેલ, દાદર, માહિમ અને સાયનમાં અનેક VLT પ્લોટ આવેલા છે.
અદાણીના નેતૃત્વ હેઠળના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં ટકાઉ પરિવહન પ્રણાલીઓ અને આધુનિક માળખાગત સુવિધાઓ જેવી પહેલોનો સમાવેશ થાય છે. તેમાં ધારાવીમાં યુવાનો અને મહત્વાકાંક્ષી કામદારોને સશક્ત બનાવવા માટે વ્યાવસાયિક તાલીમ અપાય છે, જે તેમને પર્યાવરણને અનુકૂળ નોકરી / રોજગાર મેળવવામાં અને પોતાની કમાણીની ક્ષમતાઓમાં સુધારો કરવામાં મદદ કરે છે. આ પ્રયાસો સમુદાય માટે વધુ સમૃદ્ધ અને પર્યાવરણને અનુકૂળ ભવિષ્ય બનાવવા માટે હાથ ધરાયા છે.
જમીનનો ઉપયોગ ધારાવીના રહેવાસીઓ માટે સસ્તા અને પરવડે તેવા આવાસ બનાવવા માટે કરવામાં આવશે. ધારાવીમાં કોને ફરીથી ઘર આપવામાં આવશે અથવા કોને સ્થાનાંતરિત કરવામાં આવશે તે નક્કી કરવા માટે હાલના રહેવાસીઓ અને વ્યવસાયોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. 3 અબજ ડોલરના પુનર્વિકાસ પ્રોજેક્ટના ભાગ રૂપે મુંબઈમાં ધારાવીના કચરાથી લથબથ ઝૂંપડપટ્ટીને “વિશ્વ-સ્તરીય” પરિસર (જિલ્લા)માં ફેરવીને પાત્ર રહેવાસીઓને 350 ચોરસ ફૂટ સુધીના આવાસ (ફ્લેટ) વિના મૂલ્યે આપવામાં આવશે.
ઓસ્કાર વિજેતા ફિલ્મ સ્લમડોગ મિલિયોનેરમાં મુખ્ય પૃષ્ઠભૂમિ તરીકે રજૂ કરાયેલી ધારાવીની આ ઝૂંપડપટ્ટીઓ, એવી છે, જ્યાં ઘણીવાર આઠ લોકો 100 ચોરસ ફૂટના આવાસમાં ઠુસાયેલા હોય છે અને તેનાથી દસ ગણા લોકો એક જ શૌચાલયનો ઉપયોગ કરે છે. ધારાવી ચામડાની ચીજવસ્તુઓથી લઈને માટીકામ અને ટેકસટાઇલ ક્ષેત્રનાં નાનાં એકમોનું એક મોટું કેન્દ્ર પણ છે.