આગામી 13 જાન્યુઆરીએ શરૂ થનાર દુનિયાનો સૌથી મોટો ધાર્મિક મેળો મહાકુંભને લઈને ઉત્સાહ ચરમસીમાએ છે. સંગમની રેતી પર જોતા જ ચારે બાજુ મહાકુંભની દિવ્યતા અને ભવ્યતાનો અહેસાસ થાય છે. સેકટર એક પરેડ મેદાનથી આગળ વધવા પર ડેમ મળશે, જેને પાર કર્યા બાદ જગદગુરુ, પીઠાધિશ્વર, આચાર્ય, મહામંડલેશ્વર, સંત અન નાગા સાધુઓની દુનિયા વસી છે.
કુંભમેળાનું ક્ષેત્ર એવુ લાગી રહ્યું છે. જાણે આકાશ ગંગાના બધા તારાઓ એક સાથે ધરતી પર ઉતરી આવ્યા હોય, સંતોની ભવ્ય શિબિરો જાણે સ્વપ્ન લોકમાં યાત્રાનો અનુભવ કરાવે છે.
પ્રભુ શ્રીરામની પ્રતિમા ખેંચી રહી છે ધ્યાન
સેકટર 19માં શ્રી નર્મદા તટ નામથી બની રહેલ શિબિરના મુખ્ય દ્વાર પર પ્રભુ શ્રીરામની પ્રતિમા લોકોનું ધ્યાન ખેંચે છે. ગેટને થર્મોકોલની ડિઝાઈનથી ખૂબ જ સુંદરતાથી સજાવાયા છે.
કાઠિયા નગરે ઉભો કર્યો હવામહેલ:
મહાકુંભ નગરના સેકટર 16માં દાખલ અખિલ ભારતીય કાઠિયાનગર ડાકોર ધામ ખાલસાની શિબિર હવા પહેલની જેવી બની છે. અહીં પ્રવેશતા જ ભજન-કીર્તન મનને પવિત્ર કરી દે છે. અહીં શ્રદ્ધાળુઓ માટે ભંડારો શરૂ થઈ ચૂકયો છે.
કૈલાશનંદનની શિબિર કેદારનાથ મંદિર જેવી:
સેકટર 9ના ગંગેશ્વર માર્ગથી સલોરી તરફ વધવાથી કેદારનાથ મંદિર જેવી બનેલી ભવ્ય શિબિર જોવા મળે છે. મુખ્ય દ્વાર પર કોતરણી કરેલ ગુંબજ જોઈને વિશ્વાસ નથી બેસતો કે તેને થર્મોકોલથી બનાવાયું છે.
મંદિર જેવું દેખાય છે અવધેશાનંદની શિબિર
જૂના અખાડા પીઠાધિશ્વર સ્વામી અવધેશાનંદગિરિની શિબિર પર સૌની નજર રોકાઈ જાય છે. સેકટર 18માં અન્નપૂર્ણા માર્ગ પર આ શિબિર છે. ભગવા રંગમાં સર્જેલી શિબિર જોતા લાગે છે કે જાણે રાતોરાત રેતીમાં કોઈ મંદિર ઉભું કરી દીધું હોય સામે આદિ શંકરાચાર્યની મૂર્તિ શુદ્ધ તાંબામાંથી બની હોય તેવું લાગે છે. પ્રવેશ કરતા જ બંસરીની મધ્યમ ધૂન અધ્યાત્મની દુનિયામાં પહોંચાડી દે છે.
કુંભ કળશ અને ત્રિશુલથી સજી શિબિર
સેકટર 9માં કૈલાશનંદગિરિની શિબિર સામે જ દિવ્ય જયોતિ જાગૃતિ સંસ્થાનની શિબિર બની રહી છે. મુખ્ય દ્વારને કુંભ, કળશ અને ત્રિશુલથી એવી રીતે સજાવવામાં આવ્યું છે કે ત્યાંથી પસાર થતી વખતે કોઈ રોકાઈને તેને જરૂર જુએ છે.
કિલા જેવો શ્રી ગુરુ કાર્ષ્ણિની શિબિરનો ગેટ
સલોરી સેકટર 9માં શ્રી ગુરુ કાર્ષ્ણિની શિબિર નિર્માણાધિન છે. તેની તેમાં પ્રવેશ પર રોક છે. પ્રાચીન કિલ્લાની જેમ તે બનાવાયેલો તેનો ગેટ જોઈને તેની ભવ્યતાનો અંદાજ લગાવી શકાય છે. શ્રી રમણ રેતી ધામ મથુરાની શિબિર દરેક કુંભમાં આકર્ષણનું કેન્દ્ર રહે છે. અંદર ભવ્ય પંડાલ અને સુંદર મંદિરની સાથે જ શ્રીકૃષ્ણની લીલાઓની ઝાખીઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે.
રથ પર સવાર થઇને શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદ છાવણીમાં પહોંચ્યા
શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીએ ભવ્યતાથી છાવણીમાં પ્રવેશ કર્યો હતો. રથ પર સવાર થઇને મેળા ક્ષેત્રના સેકટર-16માં આવેલી છાવણીમાં પ્રવેશ કરતી વખતે રસ્તામાં લોકો હાથ જોડીને શંકરાચાર્યનું અભિવાદન કરી રહ્યા હતા. યાત્રામાં સામેલ નાગા બાવાઓ ત્રિશુલ, તલવારની સાથે યુધ્ધ કલા પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા.
જૂના અખાડામાં 3 વર્ષના બાળ સંન્યાસીની સાધના
પ્રયાગરાજ: જૂના અખાડામાં બાબા સંતપુરીની શિબિરમાં સંતોની વચ્ચે ભગવા વસ્ત્રમાં ત્રણ વર્ષનો એક બાળ સંન્યાસી જોવા મળે છે. આ બાળ સંન્યાસીનું નામ સરવન પુરી છે. ગળામાં પહેરેલી માળા હાથમાં લઈને આ બાળ સંન્યાસી તેના તોતડા અવાજમાં ઓમ નમ: શિવાયનો જાપ જપે છે. મહંત બાબા સંતપુરીના શિષ્યો સાથે હરિયાણાના ફતેહાબાદથી આ બાળક આવ્યો છે.
કિન્નર અખાડા: ખુદનું સંતાન નથી છતાં અનેક બાળકોની મા
મેળા ક્ષેત્રમાં સેકટર 16 સંગમ લોઅર માર્ગ પર વસે છે કિન્નર અખાડા આ કિન્નરોમાં એક એવો પરિવાર જયાં રહેતી એક માએ કોઈ બાળકને જન્મ નથી આપ્યો પણ તેને ના કહેનારા અનેક લોકો છે.અખાડાની આચાર્ય મહા મંડલેશ્વર ડો.લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને બધા કિન્નરો મા કહીને બોલાવે છે. પ્રયાગરાજમાં કિન્નર અખાડાનો આ પહેલા મહાકુંભ છે.