By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: મહાકુંભની રેતીમાં કેદારનાથ મંદિર અને હવા મહેલનું દૃશ્ય!
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > મહાકુંભની રેતીમાં કેદારનાથ મંદિર અને હવા મહેલનું દૃશ્ય!
Top News

મહાકુંભની રેતીમાં કેદારનાથ મંદિર અને હવા મહેલનું દૃશ્ય!

૧૩ જાન્યુઆરીથી કુંભ મેળો શરૂ થઈ રહ્યો છે, ત્યારે પ્રયાગરાજના કુંભનગરીમાં સંગમની રેતીમાં ચારે બાજુ દિવ્યતા અને ભવ્યતાનો અનુભવ થાય છે.

Hotline News
Last updated: January 10, 2025 4:20 PM
Hotline News - Editor Published January 10, 2025
CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v62), quality = 90
SHARE

આગામી 13 જાન્યુઆરીએ શરૂ થનાર દુનિયાનો સૌથી મોટો ધાર્મિક મેળો મહાકુંભને લઈને ઉત્સાહ ચરમસીમાએ છે. સંગમની રેતી પર જોતા જ ચારે બાજુ મહાકુંભની દિવ્યતા અને ભવ્યતાનો અહેસાસ થાય છે. સેકટર એક પરેડ મેદાનથી આગળ વધવા પર ડેમ મળશે, જેને પાર કર્યા બાદ જગદગુરુ, પીઠાધિશ્વર, આચાર્ય, મહામંડલેશ્વર, સંત અન નાગા સાધુઓની દુનિયા વસી છે.

કુંભમેળાનું ક્ષેત્ર એવુ લાગી રહ્યું છે. જાણે આકાશ ગંગાના બધા તારાઓ એક સાથે ધરતી પર ઉતરી આવ્યા હોય, સંતોની ભવ્ય શિબિરો જાણે સ્વપ્ન લોકમાં યાત્રાનો અનુભવ કરાવે છે.

પ્રભુ શ્રીરામની પ્રતિમા ખેંચી રહી છે ધ્યાન
સેકટર 19માં શ્રી નર્મદા તટ નામથી બની રહેલ શિબિરના મુખ્ય દ્વાર પર પ્રભુ શ્રીરામની પ્રતિમા લોકોનું ધ્યાન ખેંચે છે. ગેટને થર્મોકોલની ડિઝાઈનથી ખૂબ જ સુંદરતાથી સજાવાયા છે.

કાઠિયા નગરે ઉભો કર્યો હવામહેલ: 
મહાકુંભ નગરના સેકટર 16માં દાખલ અખિલ ભારતીય કાઠિયાનગર ડાકોર ધામ ખાલસાની શિબિર હવા પહેલની જેવી બની છે. અહીં પ્રવેશતા જ ભજન-કીર્તન મનને પવિત્ર કરી દે છે. અહીં શ્રદ્ધાળુઓ માટે ભંડારો શરૂ થઈ ચૂકયો છે.

કૈલાશનંદનની શિબિર કેદારનાથ મંદિર જેવી: 
સેકટર 9ના ગંગેશ્વર માર્ગથી સલોરી તરફ વધવાથી કેદારનાથ મંદિર જેવી બનેલી ભવ્ય શિબિર જોવા મળે છે. મુખ્ય દ્વાર પર કોતરણી કરેલ ગુંબજ જોઈને વિશ્વાસ નથી બેસતો કે તેને થર્મોકોલથી બનાવાયું છે.

મંદિર જેવું દેખાય છે અવધેશાનંદની શિબિર
જૂના અખાડા પીઠાધિશ્વર સ્વામી અવધેશાનંદગિરિની શિબિર પર સૌની નજર રોકાઈ જાય છે. સેકટર 18માં અન્નપૂર્ણા માર્ગ પર આ શિબિર છે. ભગવા રંગમાં સર્જેલી  શિબિર જોતા લાગે છે કે જાણે રાતોરાત રેતીમાં કોઈ મંદિર ઉભું કરી દીધું હોય સામે આદિ શંકરાચાર્યની મૂર્તિ શુદ્ધ તાંબામાંથી બની હોય તેવું લાગે છે. પ્રવેશ કરતા જ બંસરીની મધ્યમ ધૂન અધ્યાત્મની દુનિયામાં પહોંચાડી દે છે.

કુંભ કળશ અને ત્રિશુલથી સજી શિબિર
સેકટર 9માં કૈલાશનંદગિરિની શિબિર સામે જ દિવ્ય જયોતિ જાગૃતિ સંસ્થાનની શિબિર બની રહી છે. મુખ્ય દ્વારને કુંભ, કળશ અને ત્રિશુલથી એવી રીતે સજાવવામાં આવ્યું છે કે ત્યાંથી પસાર થતી વખતે કોઈ રોકાઈને તેને જરૂર જુએ છે.

કિલા જેવો શ્રી ગુરુ કાર્ષ્ણિની શિબિરનો ગેટ
સલોરી સેકટર 9માં શ્રી ગુરુ કાર્ષ્ણિની શિબિર નિર્માણાધિન છે. તેની તેમાં પ્રવેશ પર રોક છે. પ્રાચીન કિલ્લાની જેમ તે બનાવાયેલો તેનો ગેટ જોઈને તેની ભવ્યતાનો અંદાજ લગાવી શકાય છે. શ્રી રમણ રેતી ધામ મથુરાની શિબિર દરેક કુંભમાં આકર્ષણનું કેન્દ્ર રહે છે.  અંદર ભવ્ય પંડાલ અને સુંદર મંદિરની સાથે જ શ્રીકૃષ્ણની લીલાઓની ઝાખીઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે.

રથ પર સવાર થઇને શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદ છાવણીમાં પહોંચ્યા 
શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીએ ભવ્યતાથી છાવણીમાં પ્રવેશ કર્યો હતો. રથ પર સવાર થઇને મેળા ક્ષેત્રના સેકટર-16માં આવેલી છાવણીમાં પ્રવેશ કરતી વખતે રસ્તામાં લોકો હાથ જોડીને શંકરાચાર્યનું અભિવાદન કરી રહ્યા હતા. યાત્રામાં સામેલ નાગા બાવાઓ ત્રિશુલ, તલવારની સાથે યુધ્ધ કલા પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા.

જૂના અખાડામાં 3 વર્ષના બાળ સંન્યાસીની સાધના
પ્રયાગરાજ: જૂના અખાડામાં બાબા સંતપુરીની શિબિરમાં સંતોની વચ્ચે ભગવા વસ્ત્રમાં ત્રણ વર્ષનો એક બાળ સંન્યાસી જોવા મળે છે. આ બાળ સંન્યાસીનું નામ સરવન પુરી છે. ગળામાં પહેરેલી માળા હાથમાં લઈને આ બાળ સંન્યાસી તેના તોતડા અવાજમાં ઓમ નમ: શિવાયનો જાપ જપે છે. મહંત બાબા સંતપુરીના શિષ્યો સાથે હરિયાણાના ફતેહાબાદથી આ બાળક આવ્યો છે.

કિન્નર અખાડા: ખુદનું સંતાન નથી છતાં અનેક બાળકોની મા
મેળા ક્ષેત્રમાં સેકટર 16 સંગમ લોઅર માર્ગ પર વસે છે કિન્નર અખાડા આ કિન્નરોમાં એક એવો પરિવાર જયાં રહેતી એક માએ કોઈ બાળકને જન્મ નથી આપ્યો પણ તેને ના કહેનારા અનેક લોકો છે.અખાડાની આચાર્ય મહા મંડલેશ્વર ડો.લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને બધા કિન્નરો મા કહીને બોલાવે છે. પ્રયાગરાજમાં કિન્નર અખાડાનો આ પહેલા મહાકુંભ છે.

You Might Also Like

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ભારત
રવિવારે રોહિણી નક્ષત્રમાં કરવા ચોથ ઉજવાશે : ઉત્તમ ફળદાયી
Hotline News Hotline News October 19, 2024
વૃદ્ધાવસ્થા અટકી જશે, ઊંધી ગતિએ ચાલશે ઉંમર… ભવિષ્યવાદી રેમન્ડ કુર્ઝવેઇલનો દાવો
એશિયા કપ 41 વર્ષમાં ઐતિહાસિક મુકામે: ભારત-પાકિસ્તાન પ્રથમ વખત ફાઇનલમાં
દર્દીના દર્દમાં રાહત માટે શુકલતીર્થ આરોગ્ય કેન્દ્રમાં અદાણી ફાઉન્ડેશનનો સહયોગ
National Herald Case: રાહુલ અને સોનિયા ગાંધીને મોટી રાહત
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

દ્વારકા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત… ઈ-રિક્શા પર લદાયેલા સળિયા કૅબ ડ્રાઈવરની છાતી ચીરીને આરપાર નીકળી ગયા, મોત

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?