By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: તબલાવાદક અને સંગીતકાર ઉસ્તાદ ઝાકિર હુસૈને સાન ફ્રાન્સિસ્કોમાં 73 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > મનોરંજન > તબલાવાદક અને સંગીતકાર ઉસ્તાદ ઝાકિર હુસૈને સાન ફ્રાન્સિસ્કોમાં 73 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
મનોરંજન

તબલાવાદક અને સંગીતકાર ઉસ્તાદ ઝાકિર હુસૈને સાન ફ્રાન્સિસ્કોમાં 73 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

સંગીત જગતે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું : ચાહકો - પ્રશંસકોમાં શોકનું મોજુ

Hotline News
Last updated: December 16, 2024 4:24 PM
Hotline News - Editor Published December 16, 2024
SHARE

મુંબઈમાં જન્‍મેલા વિશ્વવિખ્‍યાત તબલાવાદક તેમ જ પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી નવાજવામાં આવેલા ૭૩ વર્ષના ઝાકિર હુસૈને ગઈ કાલે દુનિયાને અલવિદા કહી દીધું હતું. હૃદયની બીમારીથી પીડાતા ઝાકિર હુસૈન અમેરિકાના સૅન ફ્રાન્‍સિસ્‍કોની હૉસ્‍પિટલમાં છેલ્લા કેટલાક સમયથી સારવાર હેઠળ હતા. ૧૯૫૧ની ૯ માર્ચે મુંબઈમાં જન્‍મેલા ઝાકિર હુસૈનનું પ્રાથમિક શિક્ષણ મુંબઈની માહિમમાં આવેલી સેન્‍ટ માઇકલ સ્‍કૂલમાં થયું હતું અને મુંબઈની જ સેન્‍ટ ઝેવિયર્સ કૉલેજમાંથી તેમણે ગ્રૅજ્‍યુએશન કર્યું હતું. પિતા ઉસ્‍તાદ અલ્લારખ્‍ખા કુરેશી વિખ્‍યાત તબલાવાદક હતા એટલે બાળપણથી જ ઉસ્‍તાદ ઝાકિર હુસૈનને તબલાં વગાડવાનો ગજબનો શોખ હતો. ૧૧ વર્ષની ઉંમરે તેમણે અમેરિકામાં પહેલી વખત તબલાવાદનની કૉન્‍સર્ટ કરી હતી.

વિશ્વભરમાં જાણીતા તબલા વાદક અને સંગીતકાર ઉસ્‍તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું છે. ૭૩ વર્ષીય આ મહાન કલાકારે અમેરિકાના સાન ફ્રાન્‍સિસ્‍કોમાં અંતિમ શ્વાસ લીધા છે. ઝાકિર હુસૈન છેલ્લા કેટલાક સમયથી ગંભીર સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યાનો સામનો કરી રહ્‍યાં હતા અને તેમને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. તેમના પરિવારે તેમના નિધનની પુષ્ટિ કરી છે.

ઝાકિર હુસૈનના નિધનના સમાચારે તેમના પ્રશંસકો અને સંગીત જગતમાં શોકમાં ડૂબાડી દીધા છે. સોશિયલ મીડિયા પર લોકો તેમના શ્રદ્ધાંજલિ આપી રહ્‍યાં છે. વિશ્વભરના સંગીત પ્રેમી અને કલાકાર તેમના નિધનથી દુખી છે.

ઉસ્‍તાદ ઝાકિર હુસૈન તબલા વગાડવાની દુનિયામાં તેમના અભૂતપૂર્વ યોગદાન અને અનન્‍ય કુશળતા માટે જાણીતા હતા. ૧૯૫૧માં તબલાવાદક ઉસ્‍તાદ અલ્લાહ રખાને ત્‍યાં જન્‍મેલા ઝાકિર હુસૈને બાળપણથી જ તેમની સંગીત પ્રતિભા દર્શાવવાનું શરૂ કર્યું હતું. માત્ર ૭ વર્ષની ઉંમરે તેમણે સ્‍ટેજ પર પરફોર્મ કરીને તબલાને એક નવી ઓળખ આપી.

ઝાકિર હુસૈને ભારતીય શાસ્‍ત્રીય સંગીતને વૈશ્વિક મંચ પર લઈ જવામાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી. તેમણે પંડિત રવિશંકર, ઉસ્‍તાદ અમજદ અલી ખાન, જ્‍યોર્જ હેરિસન, જ્‍હોન મેકલોફલિન અને ગ્રેટફુલ ડેડના મિકી હાર્ટ જેવા દિગ્‍ગજો સાથે કામ કર્યું. ૧૯૭૦ માં, તેમણે, જ્‍હોન મેકલોફલિન સાથે મળીને, ‘શક્‍તિ’ નામના ફયુઝન જૂથની સ્‍થાપના કરી, જેણે ભારતીય શાસ્‍ત્રીય સંગીત અને જાઝને જોડીને એક નવી શૈલી રજૂ કરી.

ઝાકિર હુસૈન ન માત્ર મંચ પર પરંતુ ફિલ્‍મો અને આંતરરાષ્ટ્રીય સંગીત પ્રોજેક્‍ટ્‍સમાં પણ પોતાની પ્રતિભાના દર્શન કરાવ્‍યા હતા. તેમણે ‘હીટ એન્‍ડ ડસ્‍ટ’ અને ‘ઈન કસ્‍ટડી’ જેવી ફિલ્‍મો માટે સંગીત આપ્‍યું હતું. તેમની સર્જનાત્‍મકતા અને સંગીતની ઊંડાઈએ તેમને ભારતીય સંગીતના મહાન વૈશ્વિક પ્રતિનિધિઓમાંના એક બનાવ્‍યા છે.ઝાકિર હુસૈનને તેમના યોગદાન માટે ઘણા મોટા પુરસ્‍કારોથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા, જેમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ પદ્મ શ્રી અને ગ્રેમી એવોર્ડનો સમાવેશ થાય છે. તેમની સંગીત યાત્રાએ ભારતીય શાસ્‍ત્રીય સંગીતને નવી ઊંચાઈઓ પર લઈ જઈને તેને વૈશ્વિક સ્‍તરે લોકપ્રિય બનાવ્‍યું

ઝાકિરનો જન્‍મ ૯ માર્ચ ૧૯૫૧ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતાનું નામ ઉસ્‍તાદ અલ્લારખા કુરેશી હતું અને તેઓ તબલા વાદક પણ હતા. તેમની માતાનું નામ બાવી બેગમ હતું. તેણે માત્ર ૧૧ વર્ષની ઉંમરે અમેરિકામાં પોતાનો પહેલો કોન્‍સર્ટ કર્યો હતો. આ પછી, તેણે ૧૯૭૩ માં તેનું પહેલું આલ્‍બમ લોન્‍ચ કર્યું. ભારત સરકારે તેમને ૧૯૮૮માં પદ્મશ્રી, ૨૦૦૨માં પદ્મ ભૂષણ અને ૨૦૨૩માં પદ્મ વિભૂષણથી નવાજ્‍યા હતા. તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં ત્રણ ગ્રેમી એવોર્ડ પણ જીત્‍યા હતા.

અંગત જીવનની વાત કરીએ તો, ઝાકિર હુસૈને કથક નળત્‍યાંગના અને શિક્ષક અને તેની મેનેજર એન્‍ટોનિયા મિનેકોલા સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે દીકરીઓ છે. એક દીકરી અનીસા કુરેશીએ ફિલ્‍મ મેકિંગનો અભ્‍યાસ કર્યો છે જ્‍યારે બીજી દીકરી ઈસાબેલા વિદેશમાં ડાન્‍સનો અભ્‍યાસ કરી રહી છે.

You Might Also Like

બિકીનીમાં રુક્મિણી વસંતના વાયરલ વીડિયો માટે અભિનેત્રીએ સત્ય જાહેર કર્યું

60થી વધુ ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક K. C. Bokadia ની નવી ફિલ્મ ‘તીસરી બેગમ’ 22 મેના રોજ થશે રિલીઝ

સલમાન પછી, સારા તેંડુલકરે પાપારાઝી પર પ્રહાર કર્યા

તિહાર જેલમાં અભિનેત્રીની દુર્દશા, માસિક ધર્મ બંધ-ગર્ભાવસ્થા પરિક્ષણ, વોશરૂમ જોતાં જ થઈ ઉલટી, જીવતી લાશ બની ગઈ

થલપતિ વિજયની ખાસ મિત્ર ત્રિશા કૃષ્ણનને વિપક્ષ તરફથી મળી આ ઓફર, 12 કરોડમાં થશે ફાઈનલ ડીલ!

#entertainment
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાતજામનગર
પ્રેમ પ્રકરણ અને પુત્રીનું અપહરણ…, ગુસ્સે ભરાયેલા પિતાએ યુવકને માર માર્યો
Hotline News Hotline News December 30, 2025
‘ભારતનું હૃદય ક્યારેય તેમને જવા દેવા તૈયાર નહોતું’: ગૌતમ અદાણીએ આશા ભોંસલેને યાદ કર્યા
“I am sorry, જાવેદ સાહેબ” કંગનાએ માફી માંગતા માનહાનિનો કેસ ઉકેલાયો
100થી વધુ અભ્યાસ કરતી છોકરીઓનું વોટ્સએપ હેક
દિવાળીની રાત્રે દુઃખદ અકસ્માત! યુવાનોએ લોખંડના પાઇપમાં ફટાકડા ભર્યા, એક પાઇપ ફાટ્યો અને 16 વર્ષના વિદ્યાર્થીના માથા પર વાગ્યો, પછી…
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsમનોરંજન

ભારતની પહેલી VJ, સ્ટારડમ છોડીને સન્યાસી બની; છૂટાછેડાએ તેનું જીવન બરબાદ કરી દીધું

Hotline News Hotline News May 5, 2026
Top Newsમનોરંજન

શાહરૂખે હંગામો મચાવ્યો ત્યારે વાનખેડેમાં કિંગ ખાનનો ગાર્ડ સાથે કેમ ઝઘડો થયો?

Hotline News Hotline News May 5, 2026
Top Newsમનોરંજન

નવજોત સિંહ સિદ્ધુની પત્નીનો દાવો છે કે, ‘પ્રિયંકા ચોપરાએ રાઘવ ચઢ્ઢાને ભાજપમાં પ્રવેશ માટે મદદ કરી

Hotline News Hotline News April 28, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?