By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ઓટોમોબાઈલ ઉદ્યોગને નવરાત્રિ ફળી : ગુજરાતમાં 3000 કરોડના વાહનોનું વેચાણ થયું
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > ઓટોમોબાઈલ ઉદ્યોગને નવરાત્રિ ફળી : ગુજરાતમાં 3000 કરોડના વાહનોનું વેચાણ થયું
બિઝનેસ

ઓટોમોબાઈલ ઉદ્યોગને નવરાત્રિ ફળી : ગુજરાતમાં 3000 કરોડના વાહનોનું વેચાણ થયું

900 કરોડના ટુ-વ્હીલર અને 2100 કરોડની કારનું વેચાણ થયું છે : બેઝિક કારની સામે લક્ઝરી કારનું વેચાણ વધ્યું : ટ્રક, બસ અને મૂવર્સનું પણ સારું વેચાણ થયું : ડમ્પર અને જેસીબી મશીનો પણ મોટા પ્રમાણમાં ખરીદવામાં આવ્યા

Hotline News
Last updated: October 13, 2024 4:42 PM
Hotline News - Editor Published October 13, 2024
SHARE

શ્રાદ્ધમાં બજારોમાં રહેલી ભારે મંદી બાદ નવરાત્રિની શરૂઆતથી જ બજારમાં તેજી આવી ગઇ છે. તમામ ક્ષેત્રે ખરીદી થઇ રહી છે. નવરાત્રિ ઓટોમોબાઇલ સેક્‍ટરને ફળી છે. કેમ કે નવરાત્રિ દરમિયાન ગુજરાતભરમાં કુલ ૩ હજાર કરોડના વાહનો વેચાયા છે. જેમાં ૯૦૦ કરોડના ટુ વ્‍હીલર અને ૨૧૦૦ કરોડની કારનું વેચાણ થયું છે.

પહેલી નવરાત્રિથી જ શહેરના તમામ ઓટોમોબાઇલ ડિલરોને ત્‍યાં ગ્રાહકોની લાઇનો લાગી હતી. વાહનોની મોટાપાયે ખરીદી થઇ રહી છે. તેથી ઓટોમોબાઇલ સેક્‍ટરમાં આનંદ જોવા મળી રહ્યો છે. ઘણી કાર માટે તો છ મહિનાથી લઇને આઠ મહિનાનું વેઇટિંગ પણ ચાલી રહ્યું હોવા છતાં લોકો બુકીંગ કરાવી રહ્યા છે. આખા વર્ષમાં નવરાત્રિ દરમિયાન સૌથી વધુ વાહનોના બુકિંગ થતા હોય છે.

નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં થયેલા બુકિંગ અંગે માહિતી આપતાં ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડિલર્સ એસોસિયેશન (ફાડા)ના ગુજરાતના ચેરપર્સન પ્રણવ શાહે જણાવ્‍યું હતું કે ગુજરાતમાં નવરાત્રિ (દશેરાએ ડિલવરી સહિત)માં ટુ વ્‍હીલરના ૮૫થી ૯૦ હજાર ટુ વ્‍હીલરનું વેચાણ થયું. જેમાં માત્ર અમદાવાદમાં જ ૧૨થી ૧૩ હજાર ટુ વ્‍હિલર વેચાયા છે. જ્‍યારે સમગ્ર ગુજરાતમાં ૨૦થી ૨૧ હજાર કારના વેચાણ થયા છે. માત્ર અમદાવાદમાં જ ૪૫૦૦-૫૦૦૦થી કારના વેચાણ થયા છે. જેમાં બેઝિક કારથી લઇને હાઇએન્‍ડ કારનો સમાવેશ થાય છે. આમ ૧૦ દિવસ દરમિયાન ૯૦૦ કરોડના ટુ વ્‍હીલર અને ૨૧૦૦ કરોડની કારના વેચાણ થયા છે. જે ગત વર્ષની સરખામણીમાં ઘણું સારુ બુકિંગ છે. આંકડાકીય માહિતી મુજબ ગત વર્ષ કરતાં ટુ વ્‍હીલરના વેચાણમાં ૮થી ૧૦ ટકાનો વધારો છે. કારના વેચાણમાં ૬થી ૮ ટકાના વધારો જોવા મળી રહયો છે. છેલ્લા બે ત્રણ વર્ષમાં યુવાનોમાં મોંઘી બાઇક ખરીદવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેને પગલે એક કાર  કરતાં પણ મોંઘી બાઇક લઇને યુવાનો શહેરમાં ફરતા નજરે પડી રહ્યા છે.

દશેરા એટલે ભગવાન શ્રીરામનો રાવણ પરનો વિજય. દશેરાને વિજયા દશમી પણ કહેવામાં આવતી હોવાથી આ દિવસે લોકો નવા વાહન કે ઓફિસ કે ઘર લેવાનું પસંદ કરતા હોય છે. દશેરાએ લોકો વાહનોની ડિલિવરી લેવાનો આગ્રહ રાખતા હોય છે. દશેરામાં પણ વિજય મુહૂર્તમાં ડિલિવરી લેવાનો કસ્‍ટમરની માગને પહોંચી વળવા માટે ડિલરો માસ ડિલિવરી કરતા હોય છે. વાહનની પૂજા કરીને વિજય મુહૂર્તમાંજ ડિલિવરી મળી જાય તેવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. તેમ નવગુજરાત સમય જણાવે છે.

કોરોના બાદ ગુજરાત સહિત દેશભરમાં કારનું વેચાણ વધ્‍યું છે. એક તરફ લોકો બજેટમાં કારની ખરીદી કરવા માટે સેકન્‍ડ હેન્‍ડ કારની ખરીદી કરી રહ્યા છે. તેથી આ બજારમાં ભારે તેજી જોવા મળી રહી છે. બીજી તરફ હવે જે લોકો નવી કાર ખરીદી રહ્યા છે તેઓ બેઝિક કારને બદલી લક્‍ઝુરીયસ કાર ખરીદી રહ્યા છે. જેને લઇને અમદાવાદ સહિત ગુજરાતભરમાં લકઝુરીયસ કારનું વેચાણ વધી રહ્યું છે.

ગુજરાતમાં ઇન્‍ડસ્‍ટ્રી ધમધમી રહી છે માટે માલ-સામાનના વહન માટે ભારે વાહનોની પણ ઘણી જરૂરીયાત રહેતી હોય છે. જેને પગલે આ નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં ટ્રક, ટ્રેકટર, મીની બસ અને બસ ઉપરાંત મૂવર્સ જેવા ભારે વાહનોની પણ ખાસ્‍સી ખરીદી થઇ છે. ડમ્‍પર અને જેસીબી મશીનની પણ મોટા પ્રમાણમાં ખરીદી થઇ હોય તેવું ઓટોમોબાઇલ્‍સ એજન્‍સીના ડિલરો જણાવી રહ્યા છે.

You Might Also Like

ધારાવીબસડેપોનાસ્થાનેબેઆધુનિકઅનેબહુમાળીડેપોબનશે

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ભારત
ધારાવીનો ડિલિવરી બોય બન્યો સફળ બિઝનેસમેન!
Hotline News Hotline News October 21, 2024
21 લોકોના મોત: 3 વર્ષમાં 15 ચલણ, છતાં બસ દોડતી રહી; રામનગર અકસ્માતમાં ડ્રાઇવરની ધરપકડ
લિંબાયતમાં ખાડીપૂર ઓસર્યા બાદ સાફ-સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ
અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં નમ્રતા અદાણીનું મહિલા સશક્તિકરણ પ્રેરક પ્રવચન
વિવાદ ક્વિનના ઈમરજન્સી વિવાદ બાદ નવી ફિલ્મની જાહેરાત
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગાંધીનગરગુજરાત

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

Hotline News Hotline News July 20, 2026
Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?