યુ ટયુબે બાળકો અને યુવાનો માટે સેફ અને હાઈ-કવોલીટીવાળુ કન્ટેન્ટ તૈયાર કરવા માટે 10 દેશોનાં સ્થાનિક કન્ટેન્ટ નિર્માતાઓ અને ડિસ્ટ્રીબ્યુટરોએ હાથ મિલાવ્યા છે.
યુ ટયુબનાં સીઈઓ નીલ મોહને આ યુથ ડિઝિટલ વેલ બીઈંગ ઈનિશીએટિવની જાહેરાત કરી હતી. આ પહેલનો ઉદ્દેશ એક એવુ કન્ટેન્ટ તૈયાર કરવાનો છે જે બાળકો માટે માત્ર મનોરંજક જ નહિં બલકે તેમની વયના હિસાબે સાચો અને સુરક્ષિત પણ હોય.
આ નવી પહેલ યુ ટયુબનાં હાલના યુ ટયુબ કિડસ કિડસ અને સુપર વાઈઝડ એકસપિરિયન્સ જેવા પ્રોગ્રામ્સ પર આધારિત છે. પણ તેનાથી બાળકો માટે ઓનલાઈન, કન્ટેન્ટના નવા ધોરણો નકકી કરવામાં આવશે.નીલ મોહને જણાવ્યું હતું કે યુ ટયુબ માટે યુવાનોની ભલાઈ સૌથી મહત્વની છે.
આ પહેલમાં અનેક કંપનીઓ સામેલ છે.જેમાં ચુચુ ટીવી, મન બગ,ખાન એકેડેઝ અને ધી પિંક ફોંગ કંપની જેવી જાણીતી કન્ટેન્ટ નિર્માતા કંપનીઓ પણ છે. પહેલના બે મુખ્ય લક્ષ્યો છે. પ્રથમ બાળકો અને યુવાનોને તેમની વયના અનુસાર ખરો ડિઝીટલ વિકલ્પ આપવો અને ઓનલાઈન ખતરાથી બચાવવાનું છે.
બીજુ, હાઈ કવોલિટીવાળા કન્ટેન્ટને પ્રોત્સાહન આપીને બાળકોનો વિકાસ નિશ્ચિત કરવાનો છે. જે અંતર્ગત સંવેદનશીલ વિષયોવાળા કન્ટેન્ટ માટે વયના હિસાબે સેટીંગ્સ બનાવાશે. સંભવિત રૂપે નુકશાનકારક કન્ટેન્ટ પર નિયંત્રણ લગાવવામાં આવશે.