હિમોફિલિયા સોસાયટી સુરત ચેપ્ટર દ્વારા નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. ધારિત્રી પરમારના વડપણ હેઠળ તથા નવી સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકના સહયોગથી હિમોફિલિયા કેર સેન્ટર ખાતે તારીખ ૦૧-૦૨-૨૦૨૫ શનિવારના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
હિમોફિલિયા પીડિત દર્દીઓના વાલી, નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર, સ્ટાફ તથા ગવર્મેન્ટ મેડિકલ કોલેજના વિદ્યાર્થી અને ફિઝ્યોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓએ રક્તદાન કરી આ રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો.