ભારત-યુએસ સંબંધોને નુકસાનનું જોખમ: ફોર્બ્સનો અહેવાલ
નવી દિલ્હી: અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસએ ભારતના અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ઉપર ઘડી કાઢેલા આરોપો એક વ્યૂહાત્મક ભૂલ છે અને તેની ભૌગોલિક રીતે ગંભીર રાજકીય અસર થવાની સંભાવના અમેરિકાના પ્રતિષ્ઠિત ફોર્બ્સ મેગેઝીને વ્યક્ત કરી છે.
The US Harms The West’s Alliances With A Far-Flung Indictment In India’શિર્ષક હેઠળ ફોર્બ્સ મેગેઝીનમાં પ્રકાશિત થયેલા મેલિક કૈલનના લેખમાં તેણે અદાણીની સંડોવણીને લઇ દલીલ કરી છે કે લાંચ અને નાણાકીય ખોટી રજૂઆતનો આરોપ ‘અમેરિકા-ભારત વચ્ચેના ચાલ્યા આવતા લાંબા ગાળાના જોડાણને નુકસાન પહોંચાડી રહ્યા છે’, ચીનના વધતા જતાં પ્રભાવની સ્થિતિમાં ચીનનો સામનો કરવા આજે વોશિંગટન વધુ મજબૂત જોડાણની શોધ કરી રહ્યું છે તે સમયે ભારતના અબજોપતિ ગૌતમ અદાણી સામેના આક્ષેપોમાં ભારત-યુએસ સંબંધોને નુકસાન પહોંચાડવાનું જોખમ સમાયેલું છે.
આ લેખમાં એ બાબત ઉપર ખાસ ભાર મૂકી જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમી દેશો માટે ભારત એક મુખ્ય ભાગીદાર છે, અને તે સંદર્ભમાં ખાસ કરીને ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર (આઇએમઇસી) જેવી હાથ ધરવામાં આવેલી વ્યુહાત્મક પહેલ ચીનના બેલ્ટ અને રોડની પહેલ (બીઆરઆઈ) સામે એક મજબૂત હરીફ તરીકે ઉભા રહેવા આ કોરીડોર એક પરિવર્તનશીલ માળખાગત પ્રોજેક્ટ છે.
ફોર્બ્સના જણાવ્યા અનુસાર આર્થિક સહયોગ અને વિશ્વાસ મૂૂકવાના એક નિર્ણાયક તબક્કે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસની કાર્યવાહી તેને નબળી પાડે છે, જે ભારતને રશિયા અને ચીનની નજીક ધકેલી દેશે તેવી સંભાવના છે. આવું કરવાથી અમેરિકા જાણે અજાણે તેની પોતાની ભૌગોલિક રાજકીય સ્થિતિને નબળી પાડવા સાથે તેના કટ્ટર હરીફોને તેમનો પ્રભાવ મજબૂત બનાવવાની તક આપી રહ્યું છે.
તદુપરાંત આ અહેવાલમાં દલીલ કરવામાં આવી છે કે આ આરોપ પશ્ચિમની હદ ઉપરાંતની પહોંચનું બીજું ઉદાહરણ પ્રસ્તુત કરે છે કે જ્યાં અમેરિકાની બહારના કાનૂની પગલાઓ મહત્વપૂર્ણ વૈશ્વિક ભાગીદારીને અવરોધે છે.
વ્યાપક ચિંતા ઉપજાવનારી બાબત એ છે કે જ્યારે અમેરિકા અને યુરોપ આવા પગલાથી તેમના પોતાના જ સાથીઓને નબળા પાડે છે, ત્યારે તેમના હરીફોએ આર્થિક, લશ્કરી અને તકનીકી રીતે આગળ વધવાનું ચાલુ રાખ્યું છે. લેખકે નિખાલસપણે કહ્યું છે કે, “તેઓ બેઇજિંગમાં મલકાતા હશે”
આ લેખમાં જણાવ્યાનુસાર અદાણી સામેની અમેરિકાના ન્યાય વિભાગની કાર્યવાહી એ ફક્ત કાનૂની નિર્ણય જ નથી પરંતુ રાજદ્વારી રીતે ખોટી ગણતરી છે જે ભારતને એવા સમયે અલગ પાડવાનું જોખમ ખેડે છે જ્યારે વૈશ્વિક સ્થિરતા માટે પશ્ચિમ સાથેના સંબંધોની ગોઠવણી નિર્ણાયક છે.