By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: મ્યાનમાર-થાઈલેન્ડમાં આવેલા ભૂકંપમાં 10,000થી વધુ લોકોના મોતની આશંકા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > મ્યાનમાર-થાઈલેન્ડમાં આવેલા ભૂકંપમાં 10,000થી વધુ લોકોના મોતની આશંકા
Top Newsદુનીયા

મ્યાનમાર-થાઈલેન્ડમાં આવેલા ભૂકંપમાં 10,000થી વધુ લોકોના મોતની આશંકા

બેંગકોકને 'આપત્તિ વિસ્તાર' જાહેર કરવામાં આવ્યું : હજારો વિદેશીઓ ફસાયા : યુએસ જીઓલોજિકલ એજન્સીનો અહેવાલ : એક જ એપીસેન્ટર સાથે ધરતીકંપની અસર 900 કિમી દૂર સુધી અનુભવાઈ, સૌથી મોટી ભયાનકતાનો પુરાવો : બંને દેશોમાં કટોકટી જાહેર : બૌદ્ધ મંદિરોમાં સેંકડો દટાયાનો ભય

Hotline News
Last updated: March 29, 2025 12:39 PM
Hotline News - Editor Published March 29, 2025
SHARE

ગઈકાલે મ્યાનમાર તથા થાઈલેન્ડમાં આવેલા વિનાશક ભૂકંપમાં એક તરફ સતત ચાલુ રહેલા આફટર શોકથી બન્ને દેશોના લોકો હજું થરથરી રહ્યા છે અને તબાહીના સાચા દ્રશ્યો ધીમે ધીમે બહાર આવતા જાય છે તે સમયે થાઈલેન્ડમાં ભૂકંપના કારણે જાનહાની મોટી હોવાનો ભય છે.

બહુમાળી ઈમારતો ધરાવતા આ નાનકડા દેશમાં સેંકડો ઈમારતો ધસી પડી છે અને તેના કાટમાળમાં સેંકડો લોકો દબાણ છે અને અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેના અનુમાન મુજબ થાઈલેન્ડમાં 1000થી વધુ લોકોના મોત થયા હોવાનો ભય છે.

બીજી તરફ મ્યાનમારમાં સરકારે સતાવાર રીતે 694 લોકો આ ભૂકંપના કારણે માર્યા ગયા હોય તેવું જાહેર કર્યુ છે. જો કે અમેરિકી એજન્સીના દાવા મુજબ 10000થી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ છે. મ્યાનમાર અને થાઈલેન્ડ ઉપરાંત ભારત સહિત પાંચ દેશોમાં આ ભૂકંપની અસર હતી પરંતુ નુકસાન ફકત આ બન્ને દેશોમાં જ થયુ છે.

મ્યાનમારમાં જયાં એપી સેન્ટર હતું તેની નજીકના અને આ દેશના બીજા નંબરના સૌથી મોટા શહેર મોડાલયમાં પણ મોટી જાનહાની હોવાનો ભય અમેરિકી એજન્સીએ મુકયા છે અને આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે 900 કિલોમીટર દુર થાઈલેન્ડમાં પણ તે વિનાશ તથા મોટી જાનહાની સર્જી ગયો છે. થાઈલેન્ડ તથા મ્યાનમાર બન્ને દેશોમાં કટોકટી જાહેર કરાઈ છે.

મ્યાનમારની મદદે પહોચનાર ભારત પ્રથમ દેશ બની ગયો છે અને ટનબંધ રાહત સામગ્રી પહોંચાડી દેવાઈ છે તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ મદદની જાહેરાત કરી છે. આંતરયુદ્ધમાં ફસાયેલા મ્યાનમારમાં વિજળી પુરવઠો પણ દેશના મોટા ભાગમાં ખોરવાઈ ગયા છે. મ્યાનમારના લશ્કરી શાસક ઝીન આંગ હલાઈંગે દુનિયાભરને મદદે આવવા અપીલ કરી છે.

ચીન તથા રશિયાએ પણ મદદનો હાથ લંબાવ્યો છે. થાઈલેન્ડની રાજધાની બેંગકોકને ‘ડિઝાસ્ટર એરિયા’ જાહેર કરવામાં આવ્યું છે. અહી 7.7ની તિવ્રતાના આંચકા બાદ પણ આફટર શોક ચાલુ જ રહ્યા હતા અને તે 6.4ની તિવ્રતા સુધીના નોંધાયા છે. બેંગકોકમાં 33 માળની એક ઈમારત જે બંધાઈ રહી હતી તે ભૂકંપમાં ધરાશાયી થતા ફકત સાત મજુરોને બચાવી શકાયા હતા અને હજુ કાટમાળમાં અનેક દબાયા હોવાની આશંકા છે.

ગ્લોબલ બ્લુલાઈટ ઓફ મ્યાનમારના જણાવ્યા મુજબ દેશના પાંચ મોટા શહેરોમાં તબાહી છે. અહી બોદ્ધ મઠ- પેગોડાને મોટું નુકશાન થયું છે. થાઈલેન્ડમાં હજારો વિદેશી ટુરીસ્ટ ફસાયા છે અને હવે તેમને સ્વદેશ પરત મોકલવા એ સૌથી મોટી સમસ્યા છે.

બેંગકોક એરપોર્ટ ધીમે ધીમે શરૂ થયુ છે પણ આંતરરાષ્ટ્રીય ફલાઈટને હજુ લીલીઝંડી અપાઈ નથી. મ્યાનમારથી લોકો ભારતમાં ઘુસે નહી તેની પણ ખાસ ચિંતા કરવામાં આવી રહી છે.

અફઘાનમાં પણ વહેલી સવારે 4.7ની તિવ્રતાનો ભૂકંપ
કાબુલ: ભારતના પાડોશી મ્યાનમાર ઉપરાંત થાઈલેન્ડમાં વિનાશક ભૂકંપના કલાકોમાંજ અફઘાનીસ્તાનમાં પણ 4.7ની તિવ્રતાનો આંચકો નોંધાયો હતો. જો કે અગાઉ પણ અનેક વિનાશક ભૂકંપનો ભોગ બની રહેનાર આ દેશમાં કોઈ જાનહાનીના રિપોર્ટ નથી.

આજે સવારે 5.16 કલાકે અફઘાનના અનેક પહાડી ક્ષેત્રમાં 4.7ની તિવ્રતાનો આંચકો નોંધાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો જેનું ભૂમિબિન્દુ કાટમાળથી 180 કિ.મી. દુર હોવાનું નોંધાયુ છે.

ભારતે ટનબંધ રાહત સામગ્રી મ્યાનમારમાં મોકલી
તૈયાર ખોરાક, દવા, કપડા, તંબુ તથા જનરેટર સેટનો સમાવેશ
નવી દિલ્હી: મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં ભારત સૌથી પ્રથમ મદદે પહોંચી ગયુ છે અને ભારતીય હવાઈદળનું ટ્રાન્સપોર્ટ વિમાન 15 ટન રાહત સામગ્રી સાથે પહોંચી ગયુ છે જેમાં તંબુ, સ્વીપીંગ પેગ, ધાબળા તૈયાર ખોરાક, પાણી સ્વચ્છ કરવાના સાધનો, સફાઈ સામગ્રી, જનરેટર સેટ સૌર લેમ્પ, આવશ્યક દવાઓ, કપડા વિ.નો સમાવેશ થાય છે અને હજુ વધુ મદદ મોકલવામાં આવી રહી છે.

You Might Also Like

બદ્રીનાથ ચઢાવા ચોરી વિવાદ: 28 વર્ષની સેવા પર લાલચ ભારે પડી, નોકરીના અંતિમ દિવસે લાગ્યો સૌથી મોટો કલંક

શું પીએમ મોદીના ગૃહ રાજ્યમાં નવીન જિંદલ ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપશે, નવ રાજ્યોમાં ગુજરાતનું નામ પણ સામેલ

‘સ્પેશિયલ 26’ સ્ટાઈલમાં ખુલ્લી નકલી બેંક, 200 ગ્રામ સોનું લઈને પાછળના દરવાજેથી ફરાર

અચાનક ગામમાં મુખ્યમંત્રીએ કાફલો રોકી દીધો, ગામવાસીઓ હેરાન રહી ગયા, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે ફરી ચોંકાવ્યા

8 વખત બનાવ્યા બોમ્બ, 2 વખત કર્યા વિસ્ફોટ… ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશના શંકાસ્પદોના ચોંકાવનારા ખુલાસા

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
હવે દર્દીઓ સાથે હોસ્પિટલના બિલમાં છેતરપિંડી નહીં થાય: બિલમાં પારદર્શિતા માટે નવું ફોર્મેટ તૈયાર કરવામાં આવશે
Hotline News Hotline News April 1, 2025
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ઇમેઇલ… હવે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ આવકવેરા વિભાગના રડાર પર રહેશે
ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે 50 રૂપિયાની નવી નોટ
જાણીતા ગુજરાતી લેખક-પત્રકાર પ્રફુલ શાહની બે અંગ્રેજી નનલકથાને એવોર્ડ
સોમનાથમાં પહેલીવાર નહીં યોજાય ઉર્સ, મુસ્લિમ પક્ષની અરજી ફગાવી, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું? સરકારે શું દલીલ આપી?
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

ગુજરાતની એક શાળામાં ફૂડ પોઇઝનિંગ: રાત્રિભોજન ખાધા પછી 147 વિદ્યાર્થિનીઓ બીમાર પડી…

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાત

દીકરી સતત પિતાનું લોકેશન આપતી રહી, ભાણિયાએ કારથી કચડીને કરી હત્યા; ચોંકાવનારો ખુલાસો

Hotline News Hotline News July 18, 2026
Top Newsગુજરાતસુરત

મોંઘી બાઈક અને મોજ-મસ્તી માટે ચેઇન સ્નેચર બન્યો, મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતો હતો નિશાન, 19 વર્ષીય આરોપીની ધરપકડ

Hotline News Hotline News July 18, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?