By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: મહાકુંભનો પ્રારંભ : ગંગા, યમુના, સરસ્વતીનાં ત્રિવેણી તટે શ્રધ્ધા, ભકિત, આધ્યત્મિકતાનો મહાસંગમ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > મહાકુંભનો પ્રારંભ : ગંગા, યમુના, સરસ્વતીનાં ત્રિવેણી તટે શ્રધ્ધા, ભકિત, આધ્યત્મિકતાનો મહાસંગમ
Top Newsભારત

મહાકુંભનો પ્રારંભ : ગંગા, યમુના, સરસ્વતીનાં ત્રિવેણી તટે શ્રધ્ધા, ભકિત, આધ્યત્મિકતાનો મહાસંગમ

પોષ પૂર્ણિમાના દિવસે સવારે ૫૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું : કાલે મકરસંક્રાંતિનું પવિત્ર સ્નાન : માત્ર બે દિવસમાં ૪ કરોડ શ્રદ્ધાળુઓ ભેગા થવાની અપેક્ષા : 45 દિવસ સુધી ચાલનારા વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડામાં 40 મિલિયન લોકો ભાગ લે તેવી અપેક્ષા : સુરક્ષાથી લઈને તમામ પ્રકારની અભૂતપૂર્વ વ્યવસ્થાઓ

Hotline News
Last updated: January 13, 2025 12:45 PM
Hotline News - Editor Published January 13, 2025
SHARE

ગંગા, યમૂના અને સરસ્વતી નદીના સંગમ સ્થળે શ્રધ્ધા, ભકિત અને સંસ્કૃતિના મહાસંગમ-સમા અને દુનિયાનાં સૌથી મોટા ધાર્મિક મેળાવડા એવા મહાકૂંભનો આજે વિધીવત પ્રારંભ થયો છે. પોષ પુર્ણિમાના સ્થાન સાથે મહાકુંભની શરૂઆત થઈ હતી. આવતીકાલે મકર સંક્રાતિનુ શાહી સ્નાન થશે ઉપરા ઉપર બે દિવસ અમૃત સ્નાનના યોગ બન્યા છે.

મહાકુંભનાં પ્રારંભે જ લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા અને પ્રથમ બે દિવસમાં જ ચાર કરોડ શ્રધ્ધાળુઓ પવિત્ર ડુબકી લગાવે તેવી ધારણા છે. વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડાનાં પ્રારંભ સાથે જ શ્રધ્ધા-ભકિતનો મહાસાગર છલકાયો હોય તેમ આજે સવારમાં જ 40 લાખથી વધુ શ્રધ્ધાળુઓએ સંગમ સ્થળે પવિત્ર ડુબકી લગાવી દીધી હતી. 35 લાખથી વધુ ભાવિકો ગઈકાલે જ પ્રયાગરાજ પહોંચી ગયા હતા.

26 ફેબ્રૂઆરી-45 દિવસ-સુધી ચાલનારા આ મહાકૂંભ માટે 10000 એકર જમીનની કાયાપલટ કરીને 40,000 એકરમાં યોજવામાં આવ્યો છે. મહાકુંભમાં આવનારા ભાવિકોને કોઈ તકલીફ ન થાય તે માટે અભુતપુર્વ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા બંદોબસ્ત ઉપરાંત લોકોનાં ભુલા પડવા કે ખોવાઈ જવાથી માંડીને તમામ પ્રકારની ગોઠવણ છે.

ભકિત-આધ્યાત્મિક શ્રદ્ધાનાં સંગમ સ્થળે આજે પૌષ પૂર્ણિમા તથા કાલે મકર સંક્રાતિનું સ્થાન થશે. અક માસના કલ્પવાસનો પણ આજથી પ્રારંભ થયો હતો ત્યારબાદ 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા 3 ફેબ્રુઆરીએ વસંત પંચમીનું સ્નાન થશે. માઘી પૂર્ણિમાએ 12 ફેબ્રુઆરીએ કલ્પવાસ પૂર્ણ થશે.

45 દિવસના ધાર્મિક મેળાવડાની વિશેષતા
40 કરોડ શ્રધ્ધાળુઓ
* 45 દિવસનાં મહાકુંભમાં 40 કરોડ લોકો ઉમટવાનો અંદાજ
41 ઘાટ
* પવિત્ર સ્નાન-ડુબકી માટે 8 કાયમી સહિત 41 ઘાટનું નિર્માણ
1.6 લાખ ટેન્ટ
 પ્રયાગરાજમાં કુંભસ્થળે 1.6 લાખ ટેન્ટ સાથે ટેન્ટ સીટીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
5400 કરોડનું બજેટ
મહાકુંભ માટે રાજય સરકારે 5400 કરોડનું બજેટ રાખ્યુ છે. કેદ્ર સરકાર 2100 કરોડ આપશે
10,000 એકર જમીન
* મહાકુંભ માટે 10,000 વાર જમીનની કાયાપલટ કરવામાં આવી હતી.
13000 ટ્રેન, 7000 બસ
45 દિવસનાં મહાકુંભ દરમ્યાન 13000 ખાસ ટ્રેન અને 7000 બસ દોડશે.

કાલે શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણી તથા અટલ અખાડાના સાધુ પ્રથમ સ્નાન કરશે
મહાકુંભમાં પવિત્ર સ્નાનનુ ખાસ મહત્વ છે. આજે પ્રારંભ સાથે જ ખાસ યોગ બન્યા હતા. આજે અને કાલે ઉપરાઉપર બે સ્નાન છે. કાલે મકરસંક્રાંતિનુ અમૃતસ્નાન હશે જે સવારે 6.15 વાગ્યે શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણી તથા શ્રી પંચાયતી અટલ અખાડાના સાધુ સૌપ્રથમ ડુબકી લગાવશે. ત્યારબાદ વારાફરતી 11 અખાડાના સાધુઓ ડુબકી લગાવશે. બપોરે 4.20 સુધી ચાલશે. એક અખાડાના સાધુ પરત કરે ત્યારપછી બીજાના પ્રવેશનુ નિશ્ચિત સમયપત્રક નકકી કરાયુ છે.

You Might Also Like

ગુડગાંવમાં યુવતી સાથે લિવ-ઈન પાર્ટનરની બર્બરતા, 3 દિવસ માટે જીવન નર્ક બની ગયું

સ્મોક, એક્શન, હિંસા… ડ્રગ લોર્ડ ‘અલ મેન્ચો’ના મૃત્યુ પર મેક્સિકો સળગી રહ્યું છે

ગુજરાતના પ્રથમ પ્રવાસમાં જોવા મળ્યા નીતિન નવીનના અનેક રૂપ, કાર્યકરો સાથે બેઠા રાષ્ટ્રીય અધ્યક્ષ

સચિન પાયલોટ બની શકે છે ગુજરાતના પ્રભારી, રાજકીય વર્તુળોમાં ઝડપથી ઉભરી રહ્યું છે નામ

બુલડોઝર ગર્જ્યું, 1489 ગેરકાયદે મિલકતો તોડી પાડવાની કામગીરી શરૂ

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
ઉત્તર ગુજરાત સુધી હિમવર્ષાની અસર, ગુજરાતના ‘બાબા વેંગા’ ફરી સાચા સાબિત થયા, IMD તરફથી આવી ચેતવણી
Hotline News Hotline News February 2, 2026
પોતાના જ પુત્રને ફાંસી આપીને મારી નાખ્યો, પછી માતાએ પણ પોતાને ફાંસી આપી; દોઢ વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા
વિયેતનામમાં અદાણી જૂથ $10 બિલિયન ડોલરના વ્યૂહાત્મક રોકાણ માટે પ્રતિબદ્ધ
ધર્મ પરિવર્તનનું ઘૃણાસ્પદ સત્ય: માંસ ખવડાવ્યું અને લોહી પીવડાવ્યું… આરોપીએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો
ચેક રિટર્ન કેસોનો ભરાવો : ચાર નવી કોર્ટ શરૂ કરવામાં આવશે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsખેલકૂદ

IND vs SA: દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ભારતની ચિંતા વધી, આ ઝડપી બોલર હાર્દિકના શોટથી ઘાયલ થયો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ફ્લેટ પર આવો… યુવતીએ બોલાવ્યા પછી કપડાં ઉતારી દીધા, 1 કરોડની છેતરપિંડીનો હનીટ્રેપનો કિસ્સો

Hotline News Hotline News February 23, 2026
Top Newsગુજરાત

ગુજરાતના દરિયાકાંઠે ‘અલ મુખ્તાર’ નામની વિદેશી બોટ ઝડપાઈ, 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 4 ઈરાનીની ધરપકડ

Hotline News Hotline News February 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?