By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: સુરત એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડીંગ: કમાન્ડોએ મુસાફરોને આંતકીઓથી મુક્ત કરાવ્યા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > સુરત એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડીંગ: કમાન્ડોએ મુસાફરોને આંતકીઓથી મુક્ત કરાવ્યા
Top Newsગુજરાતબ્રેકીંગભારતસિટી ન્યૂઝસુરત

સુરત એરપોર્ટ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડીંગ: કમાન્ડોએ મુસાફરોને આંતકીઓથી મુક્ત કરાવ્યા

Hotline News
Last updated: November 26, 2024 6:15 PM
Hotline News - Editor Published November 26, 2024
SHARE

સુરત એરપોર્ટ ખાતે સુરત જિલ્લા ડિઝાસ્ટર ઓથોરિટી દ્વારા વિમાન હાઈજેક અંગે મોકડ્રીલ યોજાઈ

સુરત: જિલ્લા ડિઝાસ્ટર ઓથોરિટી અને સુરત એરપોર્ટ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે સુરત એરપોર્ટ ખાતે સવારે એન્ટી હાઈજેકીંગ મોકડ્રીલ યોજાઈ હતી. ત્રણ આતંકવાદીઓએ હૈદરાબાદથી શારજાહ જઈ રહેલી ફ્લાઈટને હાઈજેક કરતા વિમાનનું સુરત એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. આતંકીઓએ ફ્લાઈટના મુસાફરોને બંધક બનાવ્યા હતા, પરંતુ ચેતક કમાન્ડો તેમજ CISFના જવાનોએ મક્કમ મુકાબલો કરી આતંકીઓને જીવતા પકડ્યા હતા. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કમિટીના અધ્યક્ષ અને કલેકટર  ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ આયોજિત મોકડ્રીલમાં એરપોર્ટ અથોરિટી દ્વારા મોકડ્રીલનું આયોજન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.

            સવારે ૧૧.૦૮ વાગે સુરત એરપોર્ટ પર વિમાન હાઈજેક થયું હોવાની જાણકારી સુરત એરપોર્ટ ઓથોરિટીને થતા તત્કાલ આ અંગે સુરત શહેર પોલીસ, જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારીને જાણ કરવામાં આવી હતી. સુરત પોલીસ તથા CISF દ્વારા સમગ્ર એરપોર્ટને કોર્ડન કરવામાં આવ્યો હતો.

               પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે તત્કાલ એરપોર્ટ આવીને એન્ટી હાઇજેક કંટ્રોલરૂમમાંથી આંતકીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં આંતકીઓએ એ.ટી.એસ. દ્વારા ધરપકડ કરાયેલા અને જેલમાં બંધ આતંકીઓને મુક્ત કરવાની, એક હેલિકોપ્ટર તેમજ રૂા.૨૦૦ કરોડની ડિમાન્ડ કરી હતી. આખરે ચેતક કમાન્ડોએ તકનો લાભ લઈ આતંકીઓને ઝબ્બે કર્યા હતા અને તેમની પાસેથી એ.કે. ૪૭ રાઈફલ સહિતના હથિયારો કબ્જે કરવામાં આવ્યા હતા.

               સર્ચ ઓપરેશન દરમિયાન તમામ બંધક મુસાફરોને સુરક્ષિત મુક્ત કરાવવામાં સફળતા મળી હતી. ભયના ઓથાર રહેલા બંધક મુસાફરોને જરૂરી સારવાર અને મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ માટે મેડિકલ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. કોઈ જાનહાનિ વિના ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.

             મોકડ્રીલ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર, સિટી પોલીસ દ્વારા એરપોર્ટથી સિવિલ સુધી ગ્રીન કોરિડોર, એરપોર્ટની ફરતે પૂરતો પોલીસ બંદોબસ્ત, મેડિકલ ટીમની તૈનાતી, એરપોર્ટ પાસે ટ્રાફિક મેનેજમેન્ટ સરળતાથી કરીને મોકડ્રીલને સફળ બનાવી હતી.   

          મોકડ્રીલમાં જોઈન્ટ પોલીસ કમિશનર  કે.એન.ડામોર, એસ.ઓ.જી.ના ડી.સી.પી.   રાજદિપસિંહ નકુમ, સ્પેશ્યલ બ્રાંચના ડી.સી.પી.   હેતલ પટેલ, CISFના કમાન્ડન્ટ  અભિષેક, સુરત એરપોર્ટ જનરલ મેનેજર, ફાયર, સિટી પોલીસ અને રાજ્યની સંબંધિત ઓથોરિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

નકલી CBI ઓફિસર બનીને વૃદ્ધ મહિલાની ‘ડિજિટલ ધરપકડ’, સુરતમાંથી ₹ 1.34 કરોડની છેતરપિંડી કરનારની ધરપકડ

હિંદુ રીતિ-રિવાજ મુજબ મુસ્લિમ યુવતીના લગ્નનો ભયાનક અંત, પતિ ખૂની નીકળ્યો

માનવતા શર્મશાર! કચરાના ઢગલામાં નવજાત શિશુનો સળગેલો મૃતદેહ મળ્યો

₹50 હજારની નકલી નોટોથી બલિદાનના બકરા ખરીદવામાં આવ્યા, એક દિવસ પછી વેપારીને ખબર પડી સત્ય ઘટના

#Suratcrime story
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsઅમદાવાદગુજરાત
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે અંગે નીતિન ગડકરીનું મોટું અપડેટ, ગુજરાત-મધ્યપ્રદેશ 100 દિવસમાં જોડાશે
Hotline News Hotline News February 17, 2026
2027માં દોડશે બુલેટ ટ્રેન, ગુજરાતને બજેટમાં 29 ગણા પૈસા મળ્યા, જાણો ક્યાં ખર્ચ થશે?
AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને રાહત, હાઈકોર્ટે જામીન કર્યા મંજૂર, જાણો શું હતો મામલો
વડોદરામાં દિવસે ફુગ્ગા વેચતી ‘બેટ ગેંગ’ રાત્રે ચોર બનતી હતી, 3 ધરપકડ, 4 ફરાર
‘તરસ્યાને પાણી જરૂર પીવડાવો’, ભારતના ઘણા ભાગોમાં ગરમીના પ્રકોપ વચ્ચે PM મોદીની લોકોને અપીલ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅમદાવાદગુજરાતરાજકોટવડોદરાસુરત

613 કરોડની સાયબર ફ્રોડનો પર્દાફાશ, 8 પાસ સહિત 13 આરોપીઓની ધરપકડ

Hotline News Hotline News May 25, 2026
Top Newsગુજરાતસુરત

‘કોકરોચ જનતા પાર્ટી’ના સમર્થક કલેક્ટર કચેરીએ કેમ પહોંચ્યા? સુરતના યુવકે જણાવ્યું કારણ

Hotline News Hotline News May 25, 2026
Top Newsગુજરાતસુરત

જ્યારે પિતાએ ફ્રી ફાયર ગેમ રમવાથી રોક્યા ત્યારે ઘરેથી ભાગી ગયા 3 બાળકો

Hotline News Hotline News May 23, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?