ભારતે વધુ એકવાર ચીન અને પાકિસ્તાનનું ટેન્શન વધારી દીધું છે. જીહા, ભારતે પિનાક રોકેટ લોન્ચર સીસ્ટમનું સફળતાથી પરીક્ષણ કર્યું છે. એટલું જ નહી રોકેટે લોન્ચર સીસ્ટમને ખરીદવા ફ્રાન્સે પણ રસ દાખવ્યો છે.
રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પરીક્ષણ દરમિયાન રોકેટોના વ્યાપક પરિક્ષણના માધ્યમથી પ્રોવિઝનલ સ્ટાફ કવોલિટેટીવ રિકવાયર્મેન્ટ એટલે કે પીએસકયુઆરના માપદંડો જેમકે રેજીંગ, ચોકકસતા, સ્થિરતા અને સોલ્વો મોડ (સેલ્વો તોપ ખાના કે અગ્નિઅસ્ત્રનો એક સાથે ઉપયોગ છે જેમાં લક્ષ્ય ભેદવા માટે તોપોથી ગોળાબારી સામેલ છે)માં અનેક લક્ષ્યો પર નિશાન સાધવાના દરનું આકલન કરવામાં આવ્યુ છે.
12 રોકેટનું કરાયું પરિક્ષણ: રક્ષા અનુસંધાને તેમજ વિકાસ સંગઠન (ડીઆરડીઓ)એ પીએસકયુઆર વેલિડેશન ટેસ્ટના ભાગરૂપે નિર્દેશિત પિનાક હથિયાર પ્રણાલીના ઉડાન પરીક્ષણોને સફળતાપૂર્વક પુરી કરાઈ છે.
શું છે પિનાક હથિયાર?: પિનાક હથિયાર દુશ્મનો પર કાળ બનીને ત્રાટકશે. તેની મારકશક્તિમાં જોરદાર વધારો થયો છે. હવે તે 75 કિલોમીટર દુર સુધી 25 મીટરના ક્ષેત્રમાં ચોકકસ નિશાન લગાવી શકે છે. તેની ઝડપ 1000 થી 1200 મીટર દર સેકન્ડ છે.
એટલે કે એક સેકન્ડમાં એક કિલોમીટર ફાયર થયા બાદ તેને રોકવી અશકય છે. અગાઉ પિનાકની મારક ક્ષમતા 38 કિલોમીટર હતી જે વધીને હવે 75 કિલોમીટર થઈ જશે. તેની ચોકકસતા પણ પહેલાથી અનેકગણી બહેતર થઈ છે.
મલ્ટી બેરલ રોકેટ સીસ્ટમ: પિનાકમાં બે મોડસ હોય છે. જેની એક બેટરીમાં 6 લોન્ચ વાહન હોય છે તે માત્ર 44 સેકન્ડમાં સાલ્વો મોડમાં બધા 12 રોકેટને ફાયર કરી શકે છે એટલે કે દર સેકન્ડે એક સેકન્ડ તેની લોડર સીસ્ટમ રડાર અને નેટવર્ક આધારિત એક કમાન્ડ પોસ્ટ સાથે જોડાયેલ હોય છે.