- મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.૧૭, ૨૩ અને ૨૪મી નવેમ્બરે ખાસ ઝુંબેશ યોજાશે
- ખાસ ઝુંબેશના દિવસોએ બી.એલ.ઓ. નજીકના મતદાન મથકે હાજર રહી અરજીઓ સ્વીકારશે
સુરતઃ- ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧.૦૧.૨૦૨૫ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.૨૮/૧૧/૨૦૨૪ સુધી ચાલનાર છે. જેના ભાગરૂપે મતદારો તા.૧૭/૧૧/૨૦૨૪ (રવિવાર), તા.૨૩/૧૧/૨૦૨૪(શનિવાર), તથા તા.૨૪/૧૧/૨૦૨૪(રવિવાર) ખાસ ઝુંબેશના દિવસોએ હકક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરી શકશે. ખાસ ઝુંબેશના દિવસોએ બી.એલ.ઓ. હાજર રહી મતદારો પાસેથી અરજીઓ સ્વીકારશે.
લાયકાત ધરાવતા મતદારોએ પોતાના મતદાન મથકની મુલાકાત લઈ મતદારયાદીમાં નામ દાખલ કરવા, પ્રવર્તમાન મતદારયાદીમાંથી નામ કમી કરવા, ફોટો/વિગતમાં સુધારો કરવા, એક જ વિધાનસભા મતવિભાગ હેઠળ સ્થળ ફેરફાર માટે નિયત નમુનામાં અરજી કરી શકે છે. ઉપરાંત voterportal.eci.gov.in તથા voters.eci.gov.in અને Voter Helpline Mobile App ૫૨ જઈને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકાશે. જેથી વધુમાં વધુ મતદારોએ લાભ લેવા સુરતના અધિક જીલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે