By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અમેરિકાથી ડિપોર્ટ થયેલા 33 ગુજરાતીઓ ‘ગુમ’! : પોલીસનો ડર, મૂંઝવણ, એજન્ટની ‘સલાહ’ને કારણે ભૂગર્ભમાં ?
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > દુનીયા > અમેરિકાથી ડિપોર્ટ થયેલા 33 ગુજરાતીઓ ‘ગુમ’! : પોલીસનો ડર, મૂંઝવણ, એજન્ટની ‘સલાહ’ને કારણે ભૂગર્ભમાં ?
દુનીયાભારત

અમેરિકાથી ડિપોર્ટ થયેલા 33 ગુજરાતીઓ ‘ગુમ’! : પોલીસનો ડર, મૂંઝવણ, એજન્ટની ‘સલાહ’ને કારણે ભૂગર્ભમાં ?

તાજેતરમાં ખરાબ રીતે પાછા ફર્યા પછી, કેટલાક ડંકી રૂટ દ્વારા ફરીથી યુએસ જવાની તૈયારી કરી રહ્યા છે અને એજન્ટનો પર્દાફાશ કરીને સંબંધો બગાડવા તૈયાર નથી : ઘણા લોકો તેમની પ્રતિષ્ઠા ગુમાવવાના ડરથી, લેણિયાતથી બચવા પણ પોતાના ચહેરા છુપાવી રહ્યા છે!

Hotline News
Last updated: February 11, 2025 6:25 PM
Hotline News - Editor Published February 11, 2025
SHARE

ગત તા. 5 ફેબ્રુઆરીના રોજ અમેરિકાથી ડિપોર્ટેશન ફ્લાઈટમાં પાછાં આવેલા 33માંથી મોટાભાગનાં ગુજરાતીઓનો હાલ કોઈ પત્તો નથી. આ તમામ લોકોને અમૃતસરથી ફેબ્રુઆરી 06ના રોજ અમદાવાદ લવાયા હતા અને પોલીસ પ્રોટેક્શનમાં જ ઘર સુધી પણ પહોંચાડવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા તેમના ઘરે થોડીવાર પૂછપરછ કરાઈ હતી પરંતુ ત્યારબાદ આ લોકોનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો. રિપોર્ટ અનુસાર સમાજના લોકોને શું જવાબ આપવો તેની અસમંજસ તેમજ પોલીસના ડરને કારણે મોટાભાગના ગુજરાતીઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે.

એવી પણ ચર્ચા છે કે, આ લોકોને તેમના એજન્ટોએ જ હાલ ગાયબ થઈ જવા માટે સૂચના આપી છે, જેના કારણે મોટાભાગના લોકોનાં ઘરના દરવાજે હાલ તાળાં લટકી રહ્યાં છે અને ફોન પર પણ તેમનો સંપર્ક નથી થઈ રહ્યો.

ચોંકાવનારી વાત એ છે કે, ટ્રમ્પે જેટલા પણ ગુજરાતીઓને પાછા મોકલ્યા છે તે તમામ ફરી ઈલીગલ રૂટથી જ અમેરિકા જવા તૈયારી કરી રહ્યા હોવાથી તેઓ એજન્ટ સાથેના સંબંધ ખરાબ કરવા નથી માગતા, એટલે જ તેઓ ના માત્ર એજન્ટોની વાત ચૂપચાપ માની રહ્યા છે પરંતુ સાથે જ પોલીસ સુધી એજન્ટનું નામ ના પહોંચે તેની પણ ખાસ તકેદારી રાખી રહ્યા છે.

આ પહેલા ડિસેમ્બર 2023માં ફ્રાંસથી જે ડોંકી ફ્લાઈટને પાછી મોકલાઈ હતી તેમાં પરત આવેલા મોટાભાગનાં ગુજરાતીઓ પણ ગણતરીના દિવસોમાં જ ફરી યુએસ પહોંચી ગયા હતા. ગુજરાતીઓને અમૃતસરથી લઈને આવેલી ફ્લાઈટ અમદાવાદ લેન્ડ થઈ ત્યારથી જ તેમના પરિવારજનો તેમજ સંબંધીઓ મીડિયા આગળ ગોળ-ગોળ વાતો કરી રહ્યા હતા. 

આ તમામ લોકોએ પોતે કોઈ એજન્ટના સંપર્કમાં હોવાનું કે પછી તેમની સાથે આર્થિક વ્યવહાર કર્યો હોવાનો પણ સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. જોકે, સૂત્રોનું માનીએ તો પાછા આવેલા લોકોના ફેમિલીવાળા મીડિયા સામે જે કંઈ બોલી રહ્યા હતા તે સ્ક્રીપ્ટ એજન્ટોએ જ તેમને ગોખાવી કાઢી હતી, જેથી પોતાને કોઈ પ્રોબ્લેમ ના થાય.

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 05ના રોજ ડિપોર્ટેશન ફ્લાઈટ લેન્ડ થઈ તેના બીજા કે ત્રીજા દિવસે જ પંજાબ અને હરિયાણામાં એજન્ટો સામે ચાર જેટલી FIR  નોંધાઈ હતી અને ત્યાંના મોટાભાગના લોકોએ એજન્ટોએ પોતાની સાથે કઈ રીતે છેતરપિંડી કરી તેને લગતી માહિતી પણ મીડિયાને આપવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ ગુજરાતમાં હજુ સુધી કોઈએ મોઢું નથી ખોલ્યું અને ગુજરાતના એજન્ટો પણ હાલ અંડરગ્રાઉન્ડ થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસ સૂત્રોનું માનીએ તો જે લોકો પાછા આવ્યા છે તેમના નામ અને અન્ય ડિટેલ્સ સિવાય બીજું કંઈ જ વેરિફાઈ નથી કરાયું, આ લોકો ઓરિજિનલ પાસપોર્ટ પર અમેરિકા ગયા હતા કે કેમ તેની વિગતો ચકાસવાની પણ હજુ બાકી છે. તેના માટે પોલીસે પાસપોર્ટ ઓફિસમાંથી પણ ડેટા મેળવવો પડશે, જોકે પોલીસની વધુ પૂછપરછ તેમજ તેની સાથે બીજી કોઈ વિગતો શેર કરવાથી બચવા માટે મોટાભાગના લોકો હાલ ગાયબ થઈ ચૂક્યાં છે. 

ઉત્તર ગુજરાતમાં જો કોઈ અમેરિકાથી પાછું આવે તો સમાજમાં તે વ્યક્તિની આબરૂંનું ધોવાણ થઈ જાય છે અને લોકો પાછા આવનારાને કઈ સ્થિતિમાં આમ કરવું પડ્યું તે જાણવાને બદલે તેના જ વાંક કાઢીને તેનું જીવવું હરામ કરી નાખતા હોય છે.

આ ઉપરાંત ડિપોર્ટ કરાયેલા અમુક લોકો અમેરિકામાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી રહેતા હોવા છતાંય તેમનું દેવું હજુ સુધી પૂરું ના થયું હોવાથી ઈન્ડિયા પાછા આવ્યા બાદ દેવું કઈ રીતે ચૂકતે થશે તેની ચિંતા પણ આ લોકોને સતાવી રહી છે, જ્યારે જે 19 લોકોને બોર્ડર પરથી જ પકડીને પાછા મોકલાયા હતા તેઓ ટેકનિકલી અમેરિકા પહોંચ્યા જ ના હોવાથી તેમણે હજુ સુધી એજન્ટને એક પૈસો પણ નથી ચૂકવ્યો અને આ લોકો ફરી પોતાનું નસીબ અજમાવવા માટે તૈયાર બેઠાં છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
NEET-UG પેપર કુરિયર દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા, પરંતુ વિદ્યાર્થીએ ફોન પર ફોટો પાડીને કરી ભૂલ
Hotline News Hotline News May 14, 2026
અદાણી કેસ પર MEAએ પહેલીવાર આપી પ્રતિક્રિયા, કહ્યું- ભારત સરકારને આ મુદ્દે જાણ કરવામાં આવી ન હતી.
અયોધ્યામાં રામમંદિર ખાતે 8 એકર જમીન પર પંચવટી-ગાર્ડન બનશે
અદાણી અને સિરિયસ ઇન્ટરનેશનલ હોલ્ડીંગ ડિજિટેકએ ક્લાઉડ પ્લેટફોર્મ Coredge.io હસ્તગત કરી
શોરૂમમાંથી કરોડોનું સોનું ચોરાયું, પછી હોટલના રૂમમાંથી દાગીના લઈને પરિણીત પ્રેમી ફરાર
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?