By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: હે… ના હોય… કેમિકલ કંપનીમાં લેબ ટેક્નિશિયન-કેમિસ્ટ સાથે મળી એચ.આર પણ ડ્રગ્સ વેચવા લાગ્યો
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > હે… ના હોય… કેમિકલ કંપનીમાં લેબ ટેક્નિશિયન-કેમિસ્ટ સાથે મળી એચ.આર પણ ડ્રગ્સ વેચવા લાગ્યો
Top Newsગુજરાતબ્રેકીંગસિટી ન્યૂઝસુરત

હે… ના હોય… કેમિકલ કંપનીમાં લેબ ટેક્નિશિયન-કેમિસ્ટ સાથે મળી એચ.આર પણ ડ્રગ્સ વેચવા લાગ્યો

Hotline News
Last updated: October 22, 2024 3:42 PM
Hotline News - Editor Published October 22, 2024
SHARE
  • અંક્લેશ્વરની કંપનીમાં બનેલું ડ્રગ્સ મુંબઈ-સુરત વેચાતુ
  • લેબ ટેક્નિશિયન-કેમિસ્ટ સાથે મળી એચ.આરનું ડ્રગ રેકેટ
  • 430 કિલો જેટલા શંકાસ્પદ માદક પદાર્થનાં જથ્થા મળ્યા
  • 2 કરોડથી વધુનાં ડ્રગ્સ સાથે 4 આરોપીઓને પકડી પાડ્યા
  • સુરત ક્રાઈમબ્રાંચ, SOG તથા ભરૂચ SOGનું સંયુક્ત ઓપરેશન

સુરતનાં વેલંજા ગામ રંગોલી ચોકડી નજીકથી 2 કિલોથી વધુ MD ડ્રગ્સ મળી આવતા સુરત પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને અંક્લેશ્વરની કેમિકલમાં ચાલતુ ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં ખુબ જ પ્રખ્યાત વેબ સિરિઝ બ્રેકિંગ બેડની જેમ લેબ ટેક્નિશિયન પોતે જ ડ્રગ બનાવાનું વિચારીને વેપલો શરૂ કરી દીધો હતો. દરમિયાન ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર GIDCમાં આવેલ અવસર એન્ટરપ્રાઈઝ નામની ફેક્ટરી માંથી દોઢસો ગ્રામ MD ડ્રગ્સ તથા 430 કિલોગામ જેટલા શંકાસ્પદ માદક પદાર્થનાં જથ્થા સાથે કુલ 4 આરોપીઓને બે કરોડથી વધુનાં ડ્રગ્સ સાથે પકડી પાડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ સુરત ક્રાઈમબ્રાંચ અને સુરત ગ્રામ્ય SOG તથા ભરૂચ SOG દ્વારા કરવામાં આવ્યો.

સુરત શહેરમાં યુવાધન નશાના રવાડે ના ચઢે તથા શહેરમાં નશાયુકત માદક પદાર્થનુ વેચાણ નેસ્તનાબુદ કરવા NO DRUGS IN SURATCITY અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા માફીયાઓ તથા તેમની ગેંગના સીન્ડીકેટ સભ્યોને પકડી પાડવા બાબતે સુરત પોલીસ સતત કામગીરી કરી રહી છે. ત્યારે આ બાબતે અત્યાર સુધીમાં સુરત SOG, DCB સહિતની પોલીસની અલગ અલગ ટિમો દ્વારા અનેક ઇસમોને પકડવામાં આવ્યા છે.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના જણાવ્યાનુસાર, સુરત ક્રાઈમબ્રાંચની ટીમો વર્કઆઉટમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે,  20/10/2024નાં રોજ વિશાલ પટેલ નામના ઇસમે અંકલેશ્વર GIDC એસ્ટેટ અવસર એન્ટરપ્રાઇઝ નામની ફેકટરીમાં એમ.ડી. ડ્રગ્સનો જથ્થો બનાવી તેના માણસો મોન્ટુ પટેલ તથા વિરાટ પટેલ તથા વિપુલ પટેલ એમ.ડી. ડ્રગ્સનો જથ્થો લઇ સ્કોડા ફોરવ્હીલ ગાડી નંબર GJ-16-DK-3299માં સાંજના છ વાગ્યાના અરસામાં રાજ હોટલ થઇ વેલંજા ગામ રંગોલી ચોકડી તરફ જતા રોડ ઉપર થઇ પસાર થવાના છે.

આ બાતમીના આધારે બાતમીની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ અધિક્ષક સુરત ગ્રામ્ય તથા પોલીસ અધિક્ષક ભરૂચ સાથે સંકલનમાં રહી સુરત ક્રાઇમ બ્રાન્ચની બે અલગ અલગ ટીમો અંકલેશ્વર તથા વેલંજા ગામ રંગોલી ચોકડી રવાના રવાના થઈ હતી. તુઆરબદ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. પોલીસની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવેલ વેલંજા ગામની સીમમા રાજ હોટલથી રંગોલી ચાર રસ્તા તરફ જવાનાં રોડ તરફ જાહેરમાંથી મોન્ટુ દિલીપભાઇ પટેલ, વિરાટ હસમુખભાઇ પટેલ, વિપુલકુમાર જયંતિભાઇ પટેલને 2 કિલો 31 ગ્રામ ડ્રગ્સ, તેમજ એક સ્કોડા કાર સાથે ઝડપી પાડ્યા હતા. ડ્રગ્સની કિંમત રૂપિયા 2,03,10,000 હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ ત્રણેય સામે NDPS એક્ટ હેઠળ કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

તો બીજી તરફ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ તથા ભરૂચ જિલ્લા એસ.ઓ.જી. પોલીસની ટિમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર GIDCમાં અવસર એન્ટરપ્રાઈઝ ફેક્ટરીમાંથી આરોપી વિશાલ મુકુંદભાઈ પટેલને 141 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો. ઉપરાંત શંકાસ્પદ માદક પદાર્થ ફૂલ વજન 426.95 કિલોગ્રામ છે તેને ચકાસણી માટે FSLમાં મોકલવામાં આવ્યો છે. આ બાબતે ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં NDPS એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

આ રીતે સુરત પોલીસ દ્વારા ઓપરેશન પાર પડાયું

વેલંજા ગામ રંગોલી ચોકડી પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલમાં 2.032 કિલો MD, 33800 રૂપિયા રોકડા, 4 મોબાઈલ, એક સ્કોડા કાર સહિત કુલ 2,16,22,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અંકલેશ્વર GIDC માં અવસર એન્ટરપ્રાઈઝ ફેક્ટરીમાંથી કબ્જે કરેલ મુદ્દામાલમાં 141 ગ્રામ MD, 427.95 કિલો અન્ય શંકાસ્પદ માદક પદાર્થ જપ્ત કરાયો છે.

અંકલેશ્વર GIDCમાં આવેલ અવસર એન્ટરપ્રાઈઝ નામની ફેક્ટરીમાં પકડાયેલ વિશાલ પટેલનાં કહેવાથી મોન્ટુ પટેલ તથા વિરાટ પટેલ કે જેઓ બન્ને કેમિકલ પ્રોસેસનાં જાણકાર હોય તેઓએ આ ફેક્ટરીમાં માદક પદાર્થ એમ.ડી. ડ્રગ્સ બનાવી સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા વિરાટ પટેલનાં માસીના દિકરા પલક પટેલને આપતો હતી. પલક સુરતથી મુંબઈ ખાતે કોઈ પાર્ટીને MDનું વેંચાણ કરવાના હતા. આ અગાઉ બે વખત પલક પટેલ મારફતે મુંબઈ ખાતે બે કિલોગ્રામથી વધુનું એમ.ડી.ડ્રગ્સ વેંચાણ આ ઈસમોએ કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

You Might Also Like

ગર્લફ્રેન્ડ પૂનમ ભદૌરિયા કરતી હતી બ્લેકમેલ, સુરતના બિલ્ડરના આત્મહત્યા કેસમાં…

કુરિયર બોય બનીને ઘરમાં ઘૂસ્યો યુવક, છરી બતાવી લૂંટનો પ્રયાસ, ઘટના CCTVમાં કેદ

પ્રેમ, ધર્મ પરિવર્તન અને રૂ. 60 લાખની છેતરપિંડી… પરિણીત સેલ્સમેને NRI મહિલાને ફસાવી લૂંટી, આરોપીની ધરપકડ

SIR પછી ગુજરાતમાં મતદાર યાદીમાંથી 13% નામો કાઢી નાખવામાં આવ્યા; અમદાવાદ, સુરત અને અન્ય સ્થળોએ કેટલા મતદારો છે તે શોધો

તાલ ગ્રુપ ‘નાયિકા – 5.0 × RANGINI’ ફોક આર્ટ્સ અને ડાન્સ ફેસ્ટિવલમાં સુરતી બાળકો ઝૂમ્યા

#Suratcrime story
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
મનોરંજન
અમિતાભ બચ્ચને કર્યો મોટો ખુલાસો, ATMમાંથી પૈસા નથી ઉપાડતા, જયા બચ્‍ચન પાસે પૈસા માંગે છે
Hotline News Hotline News December 28, 2024
ટ્રમ્પ-ઝેલેન્સ્કીની મુલાકાત પહેલા રશિયાએ કિવ પર મોટો હુમલો કર્યો…
શ્રી કૃષ્ણના 7 મંત્ર પરેશાનીઓ દૂર કરી શકે છે, જન્માષ્ટમીના દિવસે જાપ કરો
રાહુલ ગાંધી 6 મહિનામાં પાંચમી વખત ગુજરાતની મુલાકાતે… કોંગ્રેસ શું કરવાનો પ્રયાસ કરી રહી છે?
CID ક્રાઈમના ઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ ૩૦ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતસુરત

આ ચોરને ન તો સોનું જોઈએ છે ન ચાંદી, સુરતમાં 48 ઘરોની બહારથી બુટ- ચંપલની ચોરી, CCTVમાં કેદ થઈ અનોખી ચોરી

Hotline News Hotline News February 14, 2026
Top Newsગુજરાતસુરત

પોતાના જ પુત્રને ફાંસી આપીને મારી નાખ્યો, પછી માતાએ પણ પોતાને ફાંસી આપી; દોઢ વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા

Hotline News Hotline News February 14, 2026
Top Newsસિટી ન્યૂઝસુરત

Roongta estella: વિવાદાસ્પદ અનીલ રૂંગટાની વધુ એક બિલ્ડીંગમાં આગથી અફરા-તફરી

Hotline News Hotline News February 14, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?