મુંબઈ કોંગ્રેસના પ્રમુખ વર્ષા ગાયકવાડ માટે કપરી રાજકીય પરિસ્થિતિ નિર્માણ થઈ છે. થોડા દિવસો પહેલાં સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા વર્ષા સામે સંગઠન લેવલે ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક જ છે ત્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના સિનિયર નેતાઓએ વર્ષાની હકાલપટ્ટી માંગી છે. કેટલાક નેતાઓ તો આ માંગણીને લઈને દિલ્હી પણ પહોંચી ગયા છે. છેલ્લા 13 મહિનાથી વર્ષા, મુંબઈના પ્રમુખ હતા, પરંતુ મુંબઈના વિકાસ માટે એમણે કોઈ કામ કર્યું નથી. ધારાવીનાં રિડેવલપમેન્ટ પ્લાનમાં પણ તેઓ રોડા નાંખી રહ્યા હતા.