નીટ પેપર લીકના મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ખબર પર કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે આ સરકારમાં રાજીનામા થતા નથી. અમે કહેવા માંગીએ છીએ કે દુનિયા ઝૂકે છે, ઝુકાવનાર હોવો જોઈએ. કોકરોચ એક વાર ઘૂસી જાય તો પછી બહાર નીકળતો નથી.
CJPના સ્થાપક અભિજીત દિપકે કહ્યું, “ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. આ એ વાતનો પુરાવો છે કે જો તમે ડરતા નથી અને આ સરકાર સામે ઝૂકતા નથી, તો તમે કોઈનું પણ રાજીનામું લેવડાવી શકો છો. લોકશાહીમાં ડરશો નહીં. શું કહેતા હતા? આ સરકારમાં રાજીનામાં થતા નથી. અમે કહેવા માંગીએ છીએ કે દુનિયા ઝૂકે છે, ઝુકાવનાર જોઈએ.
અભિજીત દિપકેએ કહ્યું કે દેશના યુવાનો અને વિદ્યાર્થીઓએ આ કરી બતાવ્યું છે. હજી લડાઈ પૂરી થઈ નથી. હજી તો માત્ર એક જ રાજીનામું થયું છે. પોલીસકર્મીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. આ યુવાનોની શક્તિ છે, આ બંધારણની જીત છે. ગંદી રાજનીતિ છોડી દેવી જોઈએ.”


