By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    સેમિકન્ડક્ટર અને ચિપ ડિઝાઇનમાં ભારતની તાકાત જોવા મળશે… ગુજરાતમાં 1-2 માર્ચે એક મોટી ટેક્નોલોજી કોન્ફરન્સ યોજાશે
    February 20, 2026
    AI Impact Summit 2026: સમિટ માટે 2.5 લાખ લોકોએ નોંધણી કરાવી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – AIનો મહાકુંભ
    February 17, 2026
    AI Impact Summit 2026: સુંદર પિચાઈ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન અને અન્ય ઘણી હસ્તીઓ હાજર રહેશે, યાદી જુઓ
    February 17, 2026
    AI ની દુનિયામાં નવી શોધો તમારા ખર્ચમાં ઘટાડો કરશે, દવા, સારવાર અને કૃષિ પર મોટી અસર કરશે
    February 13, 2026
    શું તમે ઘરની સુરક્ષા માટે CCTV કેમેરા ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 4 સુવિધાઓ આવશ્યક છે, નહીં તો કોઈ ફાયદો નથી.
    February 5, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ઉડીયા ભાષામાં ધમકીના પોસ્ટરો લાગતા ચાર દિવસથી કાપડનું ઉત્પાદન કાર્ય બંધ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > ઉડીયા ભાષામાં ધમકીના પોસ્ટરો લાગતા ચાર દિવસથી કાપડનું ઉત્પાદન કાર્ય બંધ
Top Newsબ્રેકીંગસિટી ન્યૂઝસુરત

ઉડીયા ભાષામાં ધમકીના પોસ્ટરો લાગતા ચાર દિવસથી કાપડનું ઉત્પાદન કાર્ય બંધ

Hotline News
Last updated: September 20, 2024 1:55 PM
Hotline News - Editor Published September 20, 2024
SHARE

સુરતના અમરોલી નજીક આવેલી અંજની ઇન્ડસ્ટ્રીયલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ઉડિયા ભાષામાં અલગ અલગ જગ્યાઓ પર પોસ્ટર લગાવીને ભાવ વધારાની માગણી કરી છે અને કર્મચારીઓ પર જાણે જીવનું જોખમ હોય તે પ્રકારની ધમકી આડકતરી રીતે આપવામાં આવી છે. ત્યારે અંજની ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદારો દ્વારા પોલીસની મદદ માગવામાં આવી છે અને કર્મચારીઓમાં દર વર્ષે આ પ્રકારે ભયનો માહોલ ફેલાવનારા ઈસમો સામે કડક કાર્યવાહીની માગણી કરવામાં આવી છે.

View this post on Instagram

A post shared by Hotline News (@hotlinenewssm)

સુરત શહેરના અમરોલી વિસ્તાર નજીક અંજની ઇન્ડસ્ટ્રીયલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સુરતને શાંતિપ્રિય સુરત કહેવામાં આવે છે અને ધંધાની વાત હોય તો સુરતને મીની ભારત તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે અલગ અલગ રાજ્યમાંથી આવેલા લોકોને સુરત રોજગારી આપે છે અને તેમાં પણ ખાસ ટેક્સટાઇલ ઉદ્યોગ પરપ્રાંતીઓને ખૂબ વ્યાપક પ્રમાણમાં રોજગારી આપનારો ઉદ્યોગ છે. ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા અંજની ઇન્ડસ્ટ્રીયલના વેપારીઓને હાલ કેટલાક પરપ્રાંતીય અસામાજિક તત્વોના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અંજની ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદાર વિજય માંગુકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દર વર્ષે આ પ્રકારની મુશ્કેલીનો સામનો અહીંયાના ઉદ્યોગકારોને કરવો પડી રહ્યો છે. કેટલાક ઈસમો ભયનો માહોલ ફેલાવવા માટે પોલીસની નજરમાં ન આવે તે પ્રકારની ચોકસાઈ રાખીને અલગ અલગ ભાષામાં દર વર્ષે પોસ્ટરો લગાવતા હોય છે. દર વર્ષે દિવાળી પહેલા પોસ્ટરો લગાવીને ભાવ વધારાની માગણી કરવામાં આવતી હોય છે પરંતુ આ અસમાજિક તત્વોએ આ વર્ષે અલગ રીત અપનાવી છે અને નવરાત્રી પહેલા એટલે કે દિવાળીના દોઢ મહિનાનો સમય બાકી છે ત્યારે ઉડિયા ભાષામાં આ પોસ્ટરો લગાવીને કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાવ્યો છે અને આના જ કારણે કોઈ કર્મચારી કામ પર આવવા માટે તૈયાર નથી અને એટલા માટે જ અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આ બાબતે રજૂઆત કરવાના છીએ કે અંજની ઇન્ડસ્ટ્રીયલમાં ભયનો માહોલ ફેલાવી રહેલા આ ઈસમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

અમરોલી નજીક આવેલા અંજની ઇન્ડસ્ટ્રીયલમાં છેલ્લા ચાર દિવસથી કાપડનું ઉત્પાદન કાર્ય બંધ છે અને આ ઉત્પાદન કાર્ય બંધ હોવાનું પાછળ કારણ એવું છે કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઉડિયા ભાષામાં અલગ અલગ જગ્યા ઉપર બેનરો લગાવીને ભાવ વધારાની માગણી કરવામાં આવી છે. એક પ્રકારે કર્મચારી પર જીવનું જોખમ હોવાની ધમકી પણ આડકતરી રીતે આ પોસ્ટરમાં લખવામાં આવી છે. દર વર્ષે દિવાળીનો તહેવાર આવે અને તે પહેલાં જ આ પ્રકારના પોસ્ટરો અંજની ઇન્ડસ્ટ્રીયલમાં લાગતા હોય છે અને તેને જ લઈને અંજની ઇન્ડસ્ટ્રીયલમાં કામ કરતા કર્મચારીમાં ભયનો માહોલ ફેલાય છે.

છેલ્લા સાત વર્ષથી ઉડિયા ભાષામાં જે પોસ્ટરો લાગે છે તેમાં કોઈ વખતે ગુપ્તાંગ કાપવાની ધમકી તો કોઈ વખતે શરીરના અંગો કાપવાની ધમકી લખવામાં આવે છે. ત્યારે આ વર્ષે ભાવ વધારાની સાથે જીવનું જોખમ હોવા બાબતની ધમકી પણ આ પોસ્ટરમાં લખવામાં આવી છે. તો બીજી તરફ અંજની ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદારો દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે કે તેમને પૂરતી સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવે. અંજની ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદારોની રજૂઆતને લઈને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પોલીસની એક ટીમને અંજની ઇન્ડસ્ટ્રીયલમાં જ તહેનાત કરવામાં આવી છે. જેથી કરીને કર્મચારીઓમાં જે ભયનો માહોલ ફેલાયો છે તે દૂર થાય અને ફરીથી ઉત્પાદન કાર્ય શરૂ થાય.

You Might Also Like

ગર્લફ્રેન્ડ પૂનમ ભદૌરિયા કરતી હતી બ્લેકમેલ, સુરતના બિલ્ડરના આત્મહત્યા કેસમાં…

કુરિયર બોય બનીને ઘરમાં ઘૂસ્યો યુવક, છરી બતાવી લૂંટનો પ્રયાસ, ઘટના CCTVમાં કેદ

પ્રેમ, ધર્મ પરિવર્તન અને રૂ. 60 લાખની છેતરપિંડી… પરિણીત સેલ્સમેને NRI મહિલાને ફસાવી લૂંટી, આરોપીની ધરપકડ

SIR પછી ગુજરાતમાં મતદાર યાદીમાંથી 13% નામો કાઢી નાખવામાં આવ્યા; અમદાવાદ, સુરત અને અન્ય સ્થળોએ કેટલા મતદારો છે તે શોધો

તાલ ગ્રુપ ‘નાયિકા – 5.0 × RANGINI’ ફોક આર્ટ્સ અને ડાન્સ ફેસ્ટિવલમાં સુરતી બાળકો ઝૂમ્યા

#SuratCLOTH MARKET
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
ગુજરાત માત્ર ઉદ્યોગ અને વેપારમાં જ નહીં પરંતુ બાગાયત, ખેતી અને ભીંડા ઉત્પાદનમાં પ્રથમ
Hotline News Hotline News December 30, 2025
ટેક્નોલોજીમાં એક નવી અજાયબી : 12 ઇંચની ડિસ્પ્લે 18 ઇંચ સુધી ખેંચી શકાશે
ડાયાબિટીસ સહિત અનેક રોગો માટે 35 ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન દવાઓ પર પ્રતિબંધ
રીબાઉન્સ ખાતે આયોજીત “TVS – ધ ફાઈનલ કાઉન્ટડાઉન” ઇવેન્ટમાં યુવાનોએ 2026નું ધામધૂમથી કર્યું સ્વાગત
હોળીનો વેપાર 60 હજાર કરોડ રૂપિયાનો હોવાનો અંદાજ : લોકો ચાઇનીઝ રંગો અને ગુલાબથી દૂર રહ્યા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાતસુરત

આ ચોરને ન તો સોનું જોઈએ છે ન ચાંદી, સુરતમાં 48 ઘરોની બહારથી બુટ- ચંપલની ચોરી, CCTVમાં કેદ થઈ અનોખી ચોરી

Hotline News Hotline News February 14, 2026
Top Newsગુજરાતસુરત

પોતાના જ પુત્રને ફાંસી આપીને મારી નાખ્યો, પછી માતાએ પણ પોતાને ફાંસી આપી; દોઢ વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા

Hotline News Hotline News February 14, 2026
Top Newsસિટી ન્યૂઝસુરત

Roongta estella: વિવાદાસ્પદ અનીલ રૂંગટાની વધુ એક બિલ્ડીંગમાં આગથી અફરા-તફરી

Hotline News Hotline News February 14, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • crime story
  • Mumbai
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • sports
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?