અમદાવાદ: ભારતની સૌથી મોટી અને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી સંકલિત પરિવહન સંચાલક કંપની અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન અને દુનિયાની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ કંપની મેડિટેરેનિઅન શિપીંગ કંપની (MSC) સમૂહે એક કરેલા નિશ્ચિત કરાર હેઠળ MSC, તેની કન્ટેનર ટર્મિનલ ઓપરેટિંગ અને ઇન્વેસ્ટિંગ (TiL) પાંખ મારફત અદાણી વિઝિંજામ પોર્ટ પ્રા. લિ. ( AVPPL) માં ૪૯% હિસ્સા સમકક્ષ .૨.૮૫ અબજ ડોલરનું માતબર રોકાણ કરશે, જે વિઝિંજામ પોર્ટ માટે કન્સેશનર છે. ભારતીય પોર્ટ આંતરમાળખામાં એકમાત્ર સૌથી મોટું વિદેશી ખાનગી રોકાણ પ્રસ્તુત કરતો આ વ્યૂહાત્મક સહયોગ હિંદ મહાસાગર ક્ષેત્રમાં વિઝિંજામના પ્રબળ ટ્રાન્સશિપમેન્ટ ગેટવે તરીકે મજબૂત રીતે ઉભરશે.આ કરાર નિયમનકારી મંજૂરીઓ સહિત પરંપરાગત મંજૂરીઓને આધીન છે.
આ માહિતી આપતા અદાણી પોર્ટસના પૂર્ણકાલિન ડિરેક્ટર અને સી.ઇ.ઓ. શ્રી અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે અભૂતપૂર્વ ગતિએ વિકાસ કરીને અગ્રણી ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકે ઉભરી આવેલા વિઝિંજામ બંદરે તેની ૧૮ મહિનાની કામગીરીમાં ૨ મિલિયન TEUs કાર્ગોનું વોલ્યુમ સંચાલન પાર કરવાની ગરિમા હાંસલ કરનાર પ્રથમ ભારતીય બંદર બન્યું છે, તેમણે ઉમેર્યું હતું કે અમે બંદરના આગામી તબક્કાની તૈયારી કરી રહ્યા છીએ ત્યારે MSC સાથે અદાણી પોર્ટસની લાંબા સમયથી ચાલતી ભાગીદારીને વિઝિંજામ સુધી વિસ્તારવાની અત્યંત ખુશી છે. તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે અમારું જોડાણ વૈશ્વિક સ્તરે પુરવઠાની હરોળની કાર્યક્ષમતામાં ઉમેરો કરીને મુખ્ય વૈશ્વિક પરિપક્વ અને વિકાસશીલ બજારોમાં ભારતની પહોંચમાં સુધારો કરશે.
અદાણી પોર્ટસ અને MSC સમૂહ વચ્ચેના વ્યૂહાત્મક સહયોગથી વધારાના કાર્ગોના વોલ્યુમનું પરિવહનનું ઝડપી સંચાલન અને વોલ્યુમની દૃશ્યતા વધશે. મોટા ભાગે સ્પર્ધાત્મક દક્ષિણપૂર્વ એશિયાઈ ટ્રાન્સશિપમેન્ટ હબ પર આધારિત બાંગ્લાદેશ કાર્ગોના મોટા હિસ્સાને આકર્ષી શકાશે. તે સાથે પૂર્વ આફ્રિકાના વેપાર માર્ગો પર કંપનીની હાજરી મજબૂત બનશે. આ ભાગીદારીથી થતા આ ફાયદાઓ ઉપરાંત એલિવેટેડ રિલે કાર્ગો વોલ્યુમમાં નોંધપાત્ર સુધારા અદાણી પોર્ટસની ક્ષમતાને ઉંચે લઇ જશે.
MSC ગ્રુપનો એક ભાગ અને દુનિયાના સૌથી મોટા કન્ટેનર ટર્મિનલ ઓપરેટરોમાંનું એક TiL પાંચ ખંડોમાં એકસોથી વધુ કન્ટેનર ટર્મિનલનો કાફલા સાથે વાર્ષિક ૭૦ મિલિયન TEUs થી વધુનું થ્રુપુટ હાંસલ કરે છે.
ડિસેમ્બર ૨૦૨૪માં કાર્યરત થયેલ ૧.૬ મિલિયન TEUની ક્ષમતા ધરાવતું વિઝિંજામ બંદર ભારતનું પ્રથમ ડીપ-ડ્રાફ્ટ મેગા ટ્રાન્સશિપમેન્ટ બંદર છે. આ બંદરનું હાલ વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. ડિસેમ્બર ૨૦૨૮ સુધીમાં તેની ક્ષમતા સાડા ત્રણ ગણી વધારીને ૫.૭ મિલિયન TEUs થશે. યુરોપ, પર્સિયન ગલ્ફ અને દૂર પૂર્વને જોડતા પૂર્વ-પશ્ચિમ શિપિંગ રૂટથી માત્ર ૧૦ નોટિકલ માઇલ દૂર વ્યૂહાત્મક રીતે સ્થિત વિઝિંજામ બંદરમાં ૧૮-૨૦ મીટરનો કુદરતી ડ્રાફ્ટ, ૨.૯ કિમી બ્રેકવોટર, ૮૦૦ મીટર બર્થ અને અદ્યતન માળખાકીય સુવિધાઓમાં ૮ ક્વે ક્રેન અને ૨૪ સંપૂર્ણ સ્વચાલિત યાર્ડ ક્રેનનો સમાવેશ થાય છે. ભારતના પ્રથમ સ્વચાલિત બંદર તરીકે વિઝિંજામ અત્યાધુનિક કન્ટેનર હેન્ડલિંગ સિસ્ટમ્સ, વિશ્વ-સ્તરીય IT પ્લેટફોર્મ અને AI-સક્ષમ સ્વદેશી વેસલ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (VTMS) ને ઓપરેશનલ કાર્યક્ષમતા, સલામતી અને વિશ્વસનીયતા વધારવા માટે સાંકળે છે.
ગત નાણાકીય વર્ષ દરમિયાન વિઝિંજામ બંદરે ૧.૩ મિલિયન TEUsનું સંચાલન કર્યું હતું. તેના પહેલા વર્ષમાં આ બંદરે ૧.૩ મિલિયન TEUs અને ૬૧૫ જહાજોનું સંચાલન કરી ૧ મિલિયન TEUનું સીમાચિહ્ન પાર કરનાર સૌથી ઝડપી ભારતીય બંદર બન્યું છે. ૧૮ મહિનામાં વિઝિંજામ બંદરે ૨૦ લાખ TEUs અને ૯૫૦ જહાજોના પરિવહનના આંકને વટાવી એક વધુ રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપ્યો છે. જૂન ૨૦૨૬માં વિઝિંજમે તેના ૧૦૦૦મા જહાજનું આવકાર્યું હતું ૩૦૦ મીટરથી વધુ લંબાઈવાળા ૨૮૩ જહાજો અને ૧૬ મીટરથી વધુ ડ્રાફ્ટની જરૂર હોય તેવા ૯૮ જહાજો સાથે વિઝિંજામ બંદરે ભારતીય બંદરોમાં સૌથી વધુ ૭૦ થી વધુ અલ્ટ્રા લાર્જ કન્ટેનર વેસલ્સ (ULCVs) નું સંચાલન કર્યું છે.
………..
વિશેષ જાણકારી માટે સંપર્ક:રોય પૌલ: [email protected]


