By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
    હાઈકોર્ટે ટેલિગ્રામ માટે લાલ રેખા દોરી! મેટા અને X માટે પણ કડક સંદેશ
    June 19, 2026
    NEET UG પુનઃપરીક્ષા પહેલા ટેલિગ્રામ પર પ્રતિબંધ સામે કંપની કોર્ટમાં પહોંચી, આજે થશે સુનાવણી
    June 17, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી યુનિવર્સિટીમાં MBA ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટની નવી બેચનો પ્રારંભ: 120 દ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > અમદાવાદ > અદાણી યુનિવર્સિટીમાં MBA ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટની નવી બેચનો પ્રારંભ: 120 દ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત
અમદાવાદગુજરાતસિટી ન્યૂઝ

અદાણી યુનિવર્સિટીમાં MBA ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટની નવી બેચનો પ્રારંભ: 120 દ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત

Hotline News
Last updated: June 30, 2026 11:57 AM
Hotline News - Editor Published June 30, 2026
SHARE

ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ રાષ્ટ્રનિર્માણ અને લોકકલ્યાણનું માધ્યમ છે: ડૉ. પ્રીતિ અદાણી

  • ડૉ. પ્રીતિ જી. અદાણીએ નવી MBA બેચને હેતુ-આધારિત નેતૃત્વ ગુણો વિકસાવવા અને દેશના વિકાસમાં યોગદાન આપવા આહ્વાન કર્યું.
  • શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૮ના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં યુનિવર્સિટીના હોદ્દેદારો, ફેકલ્ટી સભ્યો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
  • આ હાઇટેક કોર્સમાં ઇન્ડસ્ટ્રી એક્સપોઝર, પ્રાયોગિક જ્ઞાન અને AI-આધારિત શિક્ષણ આપવામાં આવશે.

અમદાવાદ: અદાણી યુનિવર્સિટી ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૮ની ‘MBA ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ’ પ્રોગ્રામની નવી બેચનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. આ ક્ષેત્રમાં કરિયર બનાવવા ઈચ્છતા ૧૨૦ તેજસ્વી વિદ્યાર્થીઓનું યુનિવર્સિટી કેમ્પસમાં ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજિત ઇન્ડક્શન પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓ ઉપરાંત તેમના વાલીઓ અને શિક્ષણ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નવી બેચના વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંબોધન કરતા અદાણી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. પ્રીતિ જી. અદાણીએ જણાવ્યું હતું કે, “ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ માત્ર રસ્તા, એરપોર્ટ, બંદરો, ઊર્જા પ્રણાલી કે સ્માર્ટ સિટીઝ પૂરતું મર્યાદિત નથી પરંતુ તે લોકોના જીવનસ્તરમાં સુધારો કરવાનું, સમુદાયોને પરસ્પર જોડવાનું, દેશના અર્થતંત્રને મજબૂત કરવાનું અને રાષ્ટ્રનિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપવાનું સશક્ત માધ્યમ છે.”

તેમણે ઉમેર્યું કે, વિદ્યાર્થીઓએ આ બે વર્ષ દરમિયાન શિક્ષણ અને ઉદ્યોગજગત સાથે જોડાવાની દરેક તકનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ. વ્યાવસાયિક સફળતાની સાથે સાથે પ્રામાણિકતા, નૈતિકતા, કરુણા અને શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા જ જીવનમાં સાચી સફળતા નક્કી કરે છે.

અદાણી યુનિવર્સિટીનો આ વિશેષ કોર્સ માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં વાસ્તવિક દુનિયાના પડકારો અને પ્રોજેક્ટ્સ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા આ અભ્યાસક્રમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત લર્નિંગ અને થિયરીની સાથે સીધા ફિલ્ડ વર્કના અનુભવ પર ભાર મૂકવામાં આવ્યો છે. જેથી દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને વૈશ્વિક સ્તરના કુશળ પ્રોફેશનલ્સ મળી રહે.

આજના કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે, હાલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે. ડિજિટલ ટેક્નોલોજી, સસ્ટેનેબિલિટી (ટકાઉ વિકાસ), ગ્રીન એનર્જી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે આ સેક્ટરમાં નવી તકો ઉભી થઈ રહી છે, જેનો લાભ લેવા વિદ્યાર્થીઓએ સજ્જ થવું પડશે.

દીક્ષાંત સમારોહમાં અતિથિ વિશેષ પ્રો. અરુણ કુમાર શર્મા, પ્રોવોસ્ટ પ્રો. (ડૉ.) ધવલ પૂજારા, રજિસ્ટ્રાર પ્રો. અમીષ વ્યાસ, ડીન પ્રો. સંદીપ સોલંકી, પ્રો. બૈશાલી મિત્રા અને ડૉ. નમિતા પ્રજ્ઞા સહિત યુનિવર્સિટીના તમામ ફેકલ્ટી સભ્યો હાજર રહ્યા હતા. અદાણી યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને માત્ર ટેકનિકલ રીતે સક્ષમ જ નહીં, પરંતુ નૈતિક મૂલ્યો અને દેશસેવાની ભાવના સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં આગળ વધારવા પોતાની કટિબદ્ધતા દોહરાવી હતી.

You Might Also Like

4 વર્ષમાં ચોથી વખત ટાર્ગેટ બન્યું ક્રિષ્ના જ્વેલર્સ, આ વખતે ચોરોએ છત કાપી કર્યો લાખોનો હાથફેરો

અદાણી પોર્ટસના વિઝિંજામ બંદરમાં MSC ગ્રુપ 49% હિસ્સો ખરીદી 2.85 અબજ ડોલરનું રોકાણ કરશે

ન્યૂયોર્કના ન્યાયાધીશના પ્રશ્નોના કારણે અદાણી ગ્રુપના કેસમાં કોઈ જોખમ નથી : યુએસ વકીલ

અલ-નીનોની અસર, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પણ પારો 40 ડિગ્રીને પાર! આ જિલ્લાઓમાં સૌથી વધુ ગરમી

લંડનના સાયન્સ મ્યુઝિયમ ખાતે અદાણી ગ્રીન દ્વારા વૈશ્વિક ઉર્જા સંવાદનું આયોજન, સાગર અદાણીએ ઝડપી વીજળીકરણ માટે હાકલ કરી

#AdaniGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દેબ મુખર્જીનું 83 વર્ષની વયે અવસાન : રણબીર અને અન્ય લોકો અંતિમયાત્રામાં જોડાયા
Hotline News Hotline News March 17, 2025
પર્યાવરણ માટે અદાણી ગ્રુપનું મોટું પગલું, ACC અને અંબુજા સિમેન્ટ્સને SBTi તરફથી નેટ-ઝીરો ટાર્ગેટની માન્યતા મળી
ગર્ભનિરોધક ગોળીઓએ ખોલ્યું રહસ્ય, ભત્રીજી સાથે કાકા કરતા હતા ખોટા કામ
ઉનાળો શરૂ થતાં જ માટીના માટલાનું વેચાણ વધ્યું
Sambhal Shiv temple: 1978 રમખાણો બાદ હિન્દુ પરિવારે ઘર છોડી દીધું, 46 વર્ષ બાદ ખુલ્યું શિવ મંદિર
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsસિટી ન્યૂઝસુરત

પહેલા દારૂ-જુગાર પછી મસ્જિદ બનાવી, હવે કોર્ટે મૌલવીઓને 1 લાખનો દંડ ફટકાર્યોઃ આફ્રિકાવાળા

Hotline News Hotline News June 27, 2026
Top Newsગુજરાતરાજકોટ

પરિણીત અસલમ સાથે લિવ-ઈનમાં હતી નંદિની બોસમિયા: AAPની ટિકિટ પર રાજકોટની ચૂંટણી લડી હતી

Hotline News Hotline News June 27, 2026
Top Newsઅમદાવાદગુજરાત

ગે-ડેટિંગ એપ પર પાર્ટનરની શોધ, યુવક એકાંત જગ્યાએ પહોંચ્યો… પછી શરૂ થયો લૂંટ અને મારપીટનો ખેલ

Hotline News Hotline News June 27, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?