સુરત મહાનગરપાલિકાના તંત્રની હેરાનગતિથી પરેશાન થઈ આખરે મૃત્યુ પસંદ કર્યું છે. દસ વર્ષ પહેલાં દાદા દાદીનો આખો પરિવાર પાવાગઢથી પરત આવતી વખતે અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. તેમનો પુત્ર, વહુ અને બે પૌત્ર, દીકરી-જમાઈ અને તેમના બે બાળકો અને એક સાળો કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. પરિવારના મૃત્યુ બાદ વૃદ્ધ દંપતી એકલું પડી ગયું હતું. ફરિયાદ છે કે પાંડેસરામાં તેમની મિલકતો ભાજપના કેટલાક મળતિયાઓ તંત્રનો ઉપયોગ કરી પચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પાંચ વર્ષ પહેલા મનપા અધિકારી સુજલ પ્રજાપતિ ખોટી રીતે દાદા દાદીની નવ જેટલી દુકાનોની મિલકતને સીલ કરી દીધી હતી. દાદા દાદી હાઇકોર્ટમાં ગયા તો સુજલ પ્રજાપતિ લેખિતમાં જવાબ આપ્યો કે ફાયર સેફ્ટીનો અભાવ હોવાનું કહી દુકાનો સીલ કરી હતી. સાડા પાંચ વર્ષ બાદ હાઇકોર્ટના આદેશ બાદ દુકાનો ખોલી આપી. ફાયર વિભાગે પણ ઓફિશિયલ લેટર આપી કહ્યું આ દુકાનમાં કોઈ જ પ્રકારે ફાયર સેફ્ટીની જરૂરિયાત ઊભી થતી નથી.
ફરી 20 દિવસ પહેલા 30 મે ના રોજ કોઈપણ કારણ દર્શાવ્યા વગર ઉધના ઝોન દ્વારા તમામ દુકાનોને સીલ કરી દીધી. તમામ દુકાનોનું ભાડે આપી દાદા દાદીનું ગુજરાત ચાલતું હતું. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હેરાનગતિ કરતા આખરે મૃત્યુ માંગી રહ્યા છે.
કોઈના ઇશારે અધિકારીઓ દુકાન પચાવવા માટે આ પ્રકારે વારંવાર હેરાન કરે છે. દાદા દાદીની ઈચ્છા મૃત્યુની અરજીને કલેકટર કચેરી ખાતે સ્વીકારી લેવાય. વિવાદિત આરોપ કરાયો છે તે સુજલ પ્રજાપતિ નાસીર નગર ડિમોલેશનમાં પણ મુખ્ય વિવાદની ભૂમિકા ભજવવામાં નામ ચાલી રહ્યું છે?


