By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
Top Newsટેકનોલોજી

શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?

ડોમેઈન નેમ સિસ્ટમને આપણે ડી. એન. એસ. (DNS) ના નામથી પણ ઓળખીએ છીએ અને તેનું મુખ્ય કાર્ય ડોમેન નામને 'આઈ પી' સરનામામાં રૂપાંતરિત કરવાનું છે.

Hotline News
Last updated: July 8, 2026 1:40 PM
Hotline News - Editor Published July 8, 2026
SHARE

ઈન્ટરનેટ પર કોઈપણ વેબસાઈટને ખોલવી હોય ત્યારે આપણે વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીએ છીએ. કમ્પ્યૂટર કે મોબાઈલમાં પ્રસ્થાપિત કરેલ વેબ બ્રાઉઝરને ખોલીએ છીએ અને ત્યારબાદ જે વેબસાઈટ પર જવું હોય અથવા વેબસાઈટને ખોલવી હોય તેનું નામ વેબબ્રાઉઝરના એડ્રેસ બારમાં અથવા યુ.આર.એલ. બારમાં ટાઇપ કરવું પડે છે પરંતુ સૌથી મોટા આશ્ચર્યની વાત એ છે કે દુનિયાનું કોઈપણ કમ્પ્યૂટર કે લેપટોપ, ટેબ્લેટ અને મોબાઈલ શાબ્દિક રીતે લખવામાં આવતા ડોમેન નામને સમજી શકતું નથી. તેના બદલે તે બધાં ડિવાઈસ ડોમેન નામને એક પ્રકારના અજોડ નંબરોથી ઓળખે છે.

કમ્પ્યૂટર આપણા દ્વારા દાખલ કરવામાં આવેલી કોઈ પણ વેબસાઈટનું નામ કેવી રીતે સમજી શકે અને તે વેબસાઈટ બ્રાઉઝરના માધ્યમ થકી આપણી સામે કેવી રીતે પ્રદર્શિત થાય છે તે સમગ્ર પ્રક્રિયા માત્ર ને માત્ર ડી. એન. એસ. (DNS) પ્રક્રિયા દ્વારા જ પૂર્ણ થાય છે. તો આ લેખ થકી આપણે ડોમેઈન નેમ સિસ્ટમ એટલે શું તે બાબતને જાણીશું.

ડોમેઈન નેમ સિસ્ટમ એટલે શું?

ડોમેઈન નેમ સિસ્ટમને આપણે ડી. એન. એસ. (DNS) ના નામથી પણ ઓળખીએ છીએ અને તેનું મુખ્ય કાર્ય ડોમેન નામને ‘આઈ પી’ સરનામામાં રૂપાંતરિત કરવાનું છે. તમે તેને ઇન્ટરનેટની ફોનબુક પણ કહી શકો છો. તમે એ બાબતને જાણો છો કે કમ્યુટર કોઈ શાબ્દિક નામને સમજી શકતું નથી, પણ તે માત્ર નંબરને એટલે કે ‘આઈ પી’ સરનામાને જે સમજે છે, તેથી જયારે પણ આપણે ઇન્ટરનેટ પર કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે ડોમેઈન નામ દાખલ કરીએ, તો તે ‘ડી. એન. એસ.’ ડોમેઈન નામનું “આઈ પી” સરનામામાં રૂપાંતર કરે છે. જેથી કમ્પ્યુટર તેને સરળતાથી સમજી શકે અને તે માહિતી કે વેબસાઇટ જે આપણે ખોલવા માંગીએ છીએ તેને આપણી સામે પ્રદર્શિત કરી શકે. ટૂંકમાં સમજીએ તો જેમ આપને મોબાઈલમાં કોન્ટેક્ટ નંબર સેવ કરીએ છે તેવું જ છે.

ડોમેઈન નેમ સિસ્ટમની જરૂર કેમ છે?

એક ઈન્ટરનેટ યૂઝર દ્વારા એક વર્ષમાં સરેરાશ 500થી વધુ વેબસાઈટની મુલાકાત લેવાય છે. જ્યારે રેગ્યુલર ઈન્ટરનેટ યૂઝર દ્વારા ઈન્ટરનેટ પર 1000થી વધુ વેબસાઇટ્સ વર્ષ દરમ્યાન એક્સેસ કરવામાં આવે છે. હવે એ કલ્પના કરો કે જો યૂઝરને તે બધી જ વેબસાઈટના ‘આઈપી એડ્રેસ યાદ રાખવાં પડે તો તે ઈન્ટરનેટ યૂઝર માટે મુશ્કેલ કાર્ય બની જાય છે. તો આવી પરિસ્થિતિમાં ‘ડોમેઈન નેમ સિસ્ટમ’ આ કામને સરળ બનાવે છે, જેથી કરીને આપણે ફક્ત વેબસાઈટના નામને જ યાદ રાખવાનું થાય છે. વેબ બ્રાઉઝર પર તે નામ ટાઈપ કરતાંની સાથે જ જરૂરી માહિતી આપણી સામે સ્ક્રીન પર આવી જાય છે.

આ સિસ્ટમની ટાઈમ લાઈનનો વિકાસ કેવી રીતે થયો?

ડી. એન. એસ.ની કામગીરી વિશે આપણે માહિતી મેળવી છે અને એમાં એ પણ જાણ્યું કે ડી. એન. એસ. દ્વારા ડોમેઈન નામને ‘આઈ પી” સરનામામાં કેવી રીતે રૂપાંતરિત થાય છે. પરંતુ ઇન્ટરનેટના શરૂઆતના દિવસોમાં એવું ન હતું. એટલે કે જયારે ઇન્ટરનેટ ખૂબ મર્યાદિત હતું અને મર્યાદિત યૂઝર અને મર્યાદિત સંખ્યામાં વેબસાઇટો આખા સાઈબર વિશ્વમાં ઉપલબ્ધ હતી ત્યારે વેબસાઈટ માત્ર તેના ‘આઈપી એડ્રેસથી’ ઓળખવામાં આવતી હતી. એટલે કે દરેક વેબસાઈટને એક્સેસ કરવા માટે જે તે યુઝરે તેનું ‘આઈપી એડ્રેસ’  જ ફરજિયાતપણે યાદ રાખવું પડતું હતું. પછી સમય જતાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા યુઝરોની સંખ્યા અને સાથે સાથે વિવિધ પ્રકારની વેબસાઈટોની સંખ્યા પણ વધી. પરિણામે દરેક યૂઝરને બધી જ વેબસાઈટના ‘આઈ પી એડ્રેસ’ યાદ રાખવાનું શક્ય બનતું ન હતું. તે સમયે ‘આઈ પી એડ્રેસ’ યાદ રાખવાનું એક વૈશ્વિક સમસ્યા બની ચૂકી હતી. પછી 1980ના દાયકામાં અમેરિકાના કમ્પ્યૂટર સાયન્ટિસ્ટ ‘પોલ મોકાપેટ્રીસે’ દરેક યૂઝર માટે વેબસાઈટના એક્સેસને યૂઝર ફ્રેન્ડલી બનાવવા માટે ડોમેઈન નેમ સર્વર ની શોધ કરી. ત્યારબાદ યૂઝરને વેબસાઈટ માટેના ‘આઈ પી એડ્રેસ ‘ને યાદ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળી. અને ફક્ત વેબસાઈટ માટેના નામને જ યાદ રાખવાની પ્રથા શરૂ થઈ. આ રીતે ડોમેઈન તેમ સર્વરની શોધ થઈ હતી. જેનો આજે આપણે બધા જ વૈશ્વિક યુઝર સારો લાભ લઈ રહ્યા છીએ. તે આજના સમયમાં તો આશીવાંદ રૂપ છે જ અને આવનારી દરેક પેઢીઓ માટે પણ તે ચોક્કસપણે આશીર્વાદ રૂપ બનશે.

You Might Also Like

છોડી દીધું કે આરામ આપ્યો? BCCIએ સંજુ સેમસન અંગે મૌન તોડ્યું, ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી બહાર રહેવાનું કારણ જણાવ્યું

શું ચાલી રહ્યું છે? હોર્મુઝમાં ફરીથી જહાજો પર હુમલો; ક્રૂડ ઓઇલ $72 ને વટાવી ગયું

₹ 1 લાખની લોને માતાનો ખોળો છીનવી લીધો, સાવકી બહેને એક મહિનાનું નવજાત બાળક ₹ 1.50 લાખમાં વેચી દીધું

56 મૃત્યુ, 200 થી વધુ ઘાયલ અને 18 વર્ષની પીડા… સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 આતંકવાદીઓની ફાંસીની સજા યથાવત

સુરતમાં વરસાદે તબાહી મચાવી… સામાન્ય જનજીવન ખોરવાયું, અંડરપાસ પાણીમાં ડૂબી ગયો, સુરક્ષા વ્યવસ્થા ખોવાઈ

What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
યાત્રીગણ કૃપયા ધ્યાન દે! પશ્ચિમ રેલ્વેએ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ માટે તત્કાલ ટિકિટ બુકિંગમાં ફેરફાર
Hotline News Hotline News December 1, 2025
SVPI એરપોર્ટ ખાતે ગુજરાતની સ્વતંત્રતા, ઉત્સવ અને ભવ્ય વારસાની ઉજવણી કરતા નવા સ્થાપનોનું અનાવરણ
રમતા રમતા 7 વર્ષની બાળકી અલમારીમાં બંધ, ગૂંગળામણથી કરૂણ મોત
પોતાને જજ તરીકે રજૂ કરીને અનેક આદેશો પાસ કર્યા, અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો
‘હું હવે SIRનું કામ નહીં કરી શકું, તમે તમારું…’ વધુ એક BLOએ કર્યો આપઘાત, અત્યાર સુધીમાં 8ના મોત
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા, ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા… વરસાદે તબાહી મચાવી; સુરતમાં શાળાઓ બંધ

Hotline News Hotline News July 8, 2026
Top Newsગુજરાત

8 વખત ધારાસભ્યનો વારસો ભાજપ કોને સોંપશે? માંજલપુર બેઠક માટે ડઝનબંધ દાવેદારોની મુશ્કેલી વધી

Hotline News Hotline News July 8, 2026
Top Newsગુજરાતરાજકોટ

મેં કંઈ કર્યું નથી… માતાનો લિવ-ઈન-પાર્ટનર ચીસો પાડતો રહ્યો, દીકરાએ રસ્તાની વચ્ચે જ રહેંશી નાખ્યો

Hotline News Hotline News July 8, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?