By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘના ડિજિટલ માસિક ‘ગુજરાતી પત્રકાર વિશ્વ’ની દમામદાર શરૂઆત
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘના ડિજિટલ માસિક ‘ગુજરાતી પત્રકાર વિશ્વ’ની દમામદાર શરૂઆત
Top Newsભારત

મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘના ડિજિટલ માસિક ‘ગુજરાતી પત્રકાર વિશ્વ’ની દમામદાર શરૂઆત

મુંબઈમાં ભવ્ય કાર્યક્રમમાં મેગેઝિન સાથે દુનિયાનું પ્રથમ પત્રકારગીત લૉન્ચ થયું, વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયે જેમનાં ઘર નથી એવા પત્રકારોને ઘર અપાવવામાં મદદ કરવાની જાહેરાત કરી

Hotline News
Last updated: April 22, 2026 2:19 PM
Hotline News - Editor Published April 22, 2026
SHARE

મુંબઈ: સપનાના શહેર મુંબઈના પત્રકારોની 53 વર્ષથી કાર્યરત સંસ્થા, મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘના નેજા હેઠળ, અખાત્રીજે એટવે કે રવિવારે ‘ગુજરાતી પત્રકાર વિશ્વ’ નામના ડિજિટલ સામયિકનો દબદબાભેર શુભારંભ થયો હતો. સાથે, દુનિયામાં કોઈ ભાષામાં ક્યારેય નહીં બન્યું હોય એવું પત્રકાર એન્થમ એટલે પત્રકારગીત પણ કાર્યક્રમમાં લૉન્ચ થયું હતું. મુંબઈના અનેક અગ્રણી નિવૃત્ત અને સક્રિય પત્રકારો સહિત રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. મુંબઈના ગુજરાતી પત્રકારજગતમાં આ મેગેઝિન સાથે એક નવી આશાસ્પદ શરૂઆત થઈ છે.

રવિવાર, 20 એપ્રિલે બોરીવલીના અટલ સ્મૃતિ ભવનમાં ‘ગુજરાતી પત્રકાર વિશ્વ’ અને પત્રકારગીતનું લોકાર્પણ થયું હતું. કાર્યક્રમમાં મુંબઈના ગુજરાતી પત્રકાર સંઘના તમામ પદાદિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે, વરિષ્ઠ પત્રકારો જનકભાઈ શાહ (ગુજરાતી મિડ-ડેના ભૂતપૂર્વ તંત્રી), ભાલચંદ્રભાઈ જાની (ગુજરાત સમાચાર, મુંબઈના નિવાસી તંત્રી), હીરેન મહેતા (ચિત્રલેખાના તંત્રી) સહિત અનેક પત્રકારોએ પણ ઉપસ્થિત રહીને સંધના કાર્યની સરાહના કરી હતી.

આદ્ય શંકરાચાર્ય પ. પૂ. ત્રિકાળભવંતા સરસ્તવીજી મહારાજ (એકમાત્ર મહિલા શંકરાચાર્ય), બોરીવલી વિધાનસભ્ય સંજય ઉપાધ્યાય, ઉત્તર મુંબઈના ભૂતપૂર્વ સંસદસભ્ય ગોપાલ શેટ્ટી, દહિંસર વિધાનસભ્ય મનીષા ચૌધરી, મુંબઈ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સંજય ઘાડી, એમસીએ એપેક્સ કાઉન્સિલના સભ્ય ભૂષણ પાટીલ, મુંબઈ મહાનગરપાલિકાનાં નગરસેવકો તેજસ્વી ઘોસાળકર, જિજ્ઞાસા શાહ, જિતેન્દ્ર પટેલ, ભૂતપૂર્વ નગરસેવક શ્રી પ્રવીણ શાહ, જગદીશ ઓઝા વગેરે પણ લોકાર્પણમાં ઉપસ્થિત હતાં.

મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘને નવી પહેલ માટે ભરપૂર શુભેચ્છાઓ આપવા સાથે સૌએ પત્રકારોને વાચા આપતા સામયિક સહિત પત્રકારગીતનાં મુક્તકંઠે વખાણ કર્યાં હતાં. એટલું જ નહીં, વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયે આ પ્રસંગે પત્રકારો સમક્ષ જાહેરાત કરી હતી કે મુંબઈમાં વસતા જે મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘના જે પત્રકાર સભ્યો પાસે પાસે પોતાનાં ઘર નથી એમને બોરીવલીમાં ઘર અપાવવા તેઓ સંનિષ્ઠ પ્રયાસ કરશે. તેઓએ ઉમેર્યું હતું, “સમગ્ર મુંબઈમાં બોરીવલીમાં સૌથી વધુ પત્રકારો વસે છે. એમાં હજી ગુજરાતી પત્રકારો વધશે તો મને બેહદ આનંદ થશે.” કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ આ જાહેરાતને તાળીઓથી વધાવી લીધી હતી.

નોંધનીય છે કે પત્રકારોના આ કમાલના સામયિક પર, ગુજરાતી પત્રકારત્વના આદ્યપિતા નર્મદનું આંખો ઠારતું મુખપૃષ્ઠ છે. 128 પાનાંનું ડિજિટલ માસિક ‘ગુજરાતી પત્રકાર વિશ્વ’ વૈવિધ્યસભર વાંચન, ગુણવત્તાસભર ભાષા અને વિષયોનો રસથાળ ધરાવે છે. ગુજરાત સમાચારના કટારલેખક અને જન્મભૂમિની ‘યાત્રાભૂમિ’ પૂર્તિના સંપાદક, વરિષ્ઠ પત્રકાર અને નાટ્યલેખક સંજય વિનયચંદ્ર શાહ ‘ગુજરાતી પત્રકાર વિશ્વ’ના તંત્રી છે. તેમના અને સંઘપ્રમુખ કુનેશ દવે (ગુજરાત સમાચાર, મુંબઈના પોલિટિકલ રિપોર્ટર)ના પ્રયાસોથી આ અદભુત ડિજિટલ માસિક શક્ય થયું છે. સંઘના તમામ પદાધિકારીઓના સબળ સાથથી અને જાહેરખબરદાતાઓના સહયોગથી ગુજરાતી પત્રકારત્વને કદાચ એવું પહેલવહેલું માસિક મળ્યું છે જેમાં પત્રકારો માટે, પત્રકારોની કલમથી જાતજાતની સામગ્રી પીરસાશે.

આ સાથે તમામ ગુજરાતીઓ સુધી ગુજરાતી પત્રકાર વિશ્વ સહેલાઈથી પહોંચાડવા મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘે વ્હોટ્સએપ પર ચેનલ પણ શરૂ કરી છે. કોઈપણ વ્યક્તિ ચેનલ સર્ચ કરીને ‘ગુજરાતી પત્રકાર વિશ્વ’ (Gujarati Patrakar Vishwa) માણી શકે છે.

 વધુ માહિતી માટે સંપર્કઃ સંજય શાહ, તંત્રી, ગુજરાતી પત્રકાર વિશ્વ અને ઉપપ્રમુખ, મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘઃ 98210 66266. ઇમેઇલઃ [email protected]

You Might Also Like

રથયાત્રા પહેલા સુરતમાં ક્રાઈમ બ્રાંચનું મોટું ઓપરેશન, 15 હિસ્ટ્રીશીટર સહિત 70થી વધુ આરોપીઓની ધરપકડ

સુરતમાં પતિએ પત્ની પર રસ્તા પર હુમલો કર્યો, કાર વડે કચડવાનો પ્રયાસ કર્યા બાદ લાતો અને મુક્કા વડે માર માર્યો

BRTS બસનું ટાયર 15 ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ ગયું…  ડ્રાઈવરની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી

‘હેપ્પી બર્થ ડે સર…’ સાંભળીને શિક્ષક ગુસ્સે ભરાયા અને વિદ્યાર્થીને ખૂબ માર માર્યો

ગુજરાતમાં પ્રેમી સાથે પકડાયા બાદ 9 બાળકોની માતાએ પતિની હત્યા કરી

#Mumbaihotlinenews
What do you think?
Happy1
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ હોળીના દિવસે થશે
Hotline News Hotline News March 3, 2025
ટી 20 વર્લ્ડ કપમાં અપસેટ, અફઘાનિસ્તાને કિવીઓને હરાવ્યા !
તમાકુ નિષેધ દિવસ : દર 10 સેકન્ડે તમાકુથી એક મૃત્યુ
ઘર તોડવા માટે વહીવટીતંત્ર પહોંચ્યું; પિતા અને બે પુત્રોએ વિરોધમાં ફાંસી લગાવી – અધિકારીઓમાં ગભરાટ ફેલાયો
‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsભારત

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં રૂ. 40,000 કરોડનો અવરોધ, હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનું કામ અટકશે?

Hotline News Hotline News July 14, 2026
Top Newsઅમદાવાદગુજરાત

મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને એક કલાકમાં 3.61 લાખ રોપાઓનું વાવેતર; અમિત શાહની હાજરીમાં અમદાવાદે ‘વર્લ્ડ રેકોર્ડ’ બનાવ્યો

Hotline News Hotline News July 14, 2026
Top Newsગુજરાત

મધરાતે એક સિંહણ ગામમાં પ્રવેશી, તેની સાથે ત્રણ બચ્ચા પણ જોવા મળ્યા

Hotline News Hotline News July 14, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?