By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: Mock drill: બોલો…પાંડેસરાની ટેક્સટાઈલ માર્કેટમાં ફરી બની આગની ઘટના
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > સુરત > Mock drill: બોલો…પાંડેસરાની ટેક્સટાઈલ માર્કેટમાં ફરી બની આગની ઘટના
Top Newsસિટી ન્યૂઝસુરત

Mock drill: બોલો…પાંડેસરાની ટેક્સટાઈલ માર્કેટમાં ફરી બની આગની ઘટના

Hotline News
Last updated: February 25, 2026 4:33 PM
Hotline News - Editor Published February 25, 2026
SHARE
  • પાંડેસરા ખાતે લોકલ ક્રાઈસીસ ગ્રુપ દ્વારા સિધ્ધિ વિનાયક નોટ્સ & પ્રિન્ટસ કંપનીમાં ઓફસાઈટ ઈમરજન્સી મોકડ્રીલ યોજાઈ
  • ફેબ્રિક્સ વેસ્ટ ગોડાઉનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી: ૩૦ મિનિટની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવાતા ફાયર ફાયટરો

સુરત શહેરની ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં આગ જેવી દુર્ઘટના સમયે તકેદારીના ભાગરૂપે જાગૃતિ કેળવાય તથા અકસ્માતોમાં ઘટાડો થાય એવા આશયથી પાંડેસરા જી.આઇ.ડી.સી.ના સેન્ટ્રલ પાર્ક સ્થિત સિધ્ધિ વિનાયક નોટ્સ & પ્રિન્ટસ કંપનીમાં ફેબ્રિક્સ વેસ્ટ ગોડાઉનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગવાની ઓફસાઇટ ઇમર્જન્સી મોકડ્રિલ યોજાઇ હતી. ૩૦ મિનિટની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર ફાયટરોને સફળતા મળી હતી. લોકલ કાઇસીસ ગૃપ સુરત સીટી, ઇન્ડસ્ટ્રીયલ પોકેટ અને નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને સુરત સીટી પ્રાંત(દક્ષિણ) વી.જે.ભંડારીના માર્ગદર્શન હેઠળ ટેક્સટાઇલ કંપનીમાં ઓફસાઈટ ઈમરજન્સીની મોકડ્રીલ યોજાઈ હતી.

આજે પાંડેસરાની કંપનીમાં ફેબ્રિક્સ વેસ્ટ ગોડાઉનમાં સવારે ૧૧:૧૫ વાગે અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આગની જાણ થતા જ કંપનીના પોતાના ફાયર વિભાગના કર્મચારીઓ અને ફાયર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા પ્રાથમિક આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા પણ આગ કાબુમાં ન આવતા ઓનસાઈટ ઈમરજન્સી જાહેર કરી હતી. SMC ફાયર વિભાગના એક ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કલરટેક્સ કંપનીના ફાયર ફાઈટરોની પણ મદદ લેવામાં આવી હતી. એક્સટર્નલ એજન્સી દ્વારા પ્રોટોકોલ મુજબ તમામ કર્મચારીઓનું હેડ કાઉન્ટિંગ કરી સુરક્ષિત રીતે એસેમ્બલી પોઈન્ટ પર ખસેડવામાં આવ્યા હતા.

આગથી સાઈટ પર એક અસરગ્રસ્ત કર્મચારીને કંપનીના ઔદ્યોગિક હેલ્થ સેન્ટરમાં સારવાર માટે ખસેડાયા હતા. ત્યારબાદ આગનું પ્રમાણ વધતા અને સ્થિતિ કાબુ બહાર જતા સાઈટ મેન કંટ્રોલર દ્વારા ઓફસાઈટ ઈમરજન્સી જાહેર કરાઈ અને લોકલ ક્રાઈસીસ ગ્રુપને જાણ કરાઈ હતી. ઈમરજન્સી કોલ મળતા પાંડેસરાની વિવિધ કંપનીઓની ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો. તેવામાં વધુ એક કર્મચારીને આગની અસર થતા નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર આપી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.

પાંડેસરા ખાતે મોકડ્રીલ બાદ ડી-બ્રીકિંગ મિટિગમાં ડેપ્યુટી કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, દક્ષિણ પ્રાંત વી.જે. ભંડારીએ ઓછા ક્વિક રિસ્પોન્સ ટાઈમમાં બચાવ-રેસ્ક્યુ વર્ક શરૂ થવા પર ભાર મૂકી દરેક ઈન્ડસ્ટ્રીઝમાં મેનેજમેન્ટ તેમજ મોકડ્રીલમાં રહી ગયેલી ક્ષતિઓનું પુનરાવર્તન ન થાય તે માટેની તકેદારી લેવા તેમણે જણાવ્યું હતું.

વધુમાં તેમણે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC) અને ઇમરજન્સી સેફ્ટી માર્ગદર્શિકા જણાવતા કહ્યું કે, DEOCએ જિલ્લાનું મુખ્ય ઇમરજન્સી કેન્દ્ર છે જે દિવસ-રાત કાર્યરત રહે છે. કોઈપણ દુર્ઘટના સમયે સૌથી પહેલો સંપર્ક DEOCમાં કરવાથી રિસ્પોન્સ ટાઈમમાં ઘટે છે, તેઓ એકસાથે તમામ સંબંધિત એજન્સીઓને ત્વરિત જાણ કરવાની ક્ષમતા ધરાવે છે. વધુમાં પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે, દરેક કંપનીમાં એસેમ્બલી પોઈન્ટ અને ઇનઆઉટ ગેટ પર DEOCનો નંબર અને સેકન્ડરી ઇમરજન્સી નંબર ફરજિયાત ડિસ્પ્લે કરવા અનુરોધ કર્યો હતો. એસેમ્બલી પોઈન્ટ અને ફાયર એક્ઝિટ માટે પૂરતા પ્રમાણમાં સાઇન બોર્ડ્સ હોવા જોઈએ. લોબીમાં અને ઉપરના માળે પણ ડાયરેક્શન બોર્ડ્સ હોવા જરૂરી છે. ઇમરજન્સી વખતે માણસ માનસિક રીતે વિચલિત હોય છે, ત્યારે આ બોર્ડ્સ તેને સાચી દિશામાં પહોંચવામાં મદદ કરે છે.

You Might Also Like

અદાણી હજીરા પોર્ટની ફાયર ટીમે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૬૫ કલાક સુધી સફાઈ કામગીરી કરી

રથયાત્રા પહેલા સુરતમાં ક્રાઈમ બ્રાંચનું મોટું ઓપરેશન, 15 હિસ્ટ્રીશીટર સહિત 70થી વધુ આરોપીઓની ધરપકડ

સુરતમાં પતિએ પત્ની પર રસ્તા પર હુમલો કર્યો, કાર વડે કચડવાનો પ્રયાસ કર્યા બાદ લાતો અને મુક્કા વડે માર માર્યો

BRTS બસનું ટાયર 15 ફૂટ ઊંડા ખાડામાં ફસાઈ ગયું…  ડ્રાઈવરની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી

મુસાફરો નહીં, દારૂ પહોંચાડી રહી હતી રીક્ષા… 469 બોટલ સાથે ઝડપાયો ડ્રાઇવર

#Surat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
સુપ્રીમ કોર્ટે અકસ્માત વીમાના દાવા સીધા લાભાર્થીના ખાતામાં જમા કરવાનો આદેશ
Hotline News Hotline News March 20, 2025
Women’s Day 2026: ધારાવીમાં શાળાએ જતી છોકરીઓને સ્વ-બચાવ અને આરોગ્ય જાગૃતિ માટે તાલીમ આપવામાં આવી
આ રેસ્ટોરન્ટે 30 વર્ષ ટોયલેટમાં બનેલા સમોસા લોકોને ખવડાવ્યા
ED દ્વારા પકડાયેલા સુરેન્દ્રનગરના EX કલેક્ટર રાજેન્દ્ર પટેલની મુશ્કેલીઓ વધી
ક્રિકેટર દીપક ચહરની બહેન પ્રણીતના પ્રેમમાં? ફરહાના ગુસ્સે થઈ, બિગ બોસમાં હંગામો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsસિટી ન્યૂઝસુરત

સુરતમાં 15 મહિનાની માસૂમ બાળકીનું કરુણ મોત: પરવાનગી વગર ખોદાયેલા ખાડામાં ભરાયેલા પાણીમાં ડૂબી જતાં જીવ ગયો

Hotline News Hotline News July 4, 2026
Top Newsગુજરાતસિટી ન્યૂઝસુરત

ખાડામાં ફસાયેલી કાર, બહાર કાઢવાને બદલે તેની આસપાસ રોડ બનાવ્યો

Hotline News Hotline News July 3, 2026
Top Newsસિટી ન્યૂઝસુરત

ગુજરાત હાઈકોર્ટે સુરતમાં નોટિસ વિના અંદાજે 100 મકાનો તોડી પાડવાને ગેરકાયદેસર ગણાવતા રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો

Hotline News Hotline News July 3, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?