નવી દિલ્હી: અદાણી એન્ટરપ્રાઇઝીસ લિ.ની સંરક્ષણ અને એરોસ્પેસની મુખ્ય પાંખ અને ભારતના સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી કંપની અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે સંરક્ષણ, એરોસ્પેસ અને સુરક્ષામાં વિશ્વની અવ્વલ ક્રમની લિયોનાર્ડો સાથે સીમાચિહ્નરૂપ ભાગીદારી માટેના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવાની આજે જાહેરાત કરી છે. બન્ને કંપની વચ્ચેના સહયોગથી ભારતમાં નિર્માણ થનાર સંપૂર્ણ સંકલિત હેલિકોપ્ટર ઉત્પાદન ઇકોસિસ્ટમનું વધતી જતી લશ્કરી માંગને લક્ષ્યમાં લઇ દેશના હેલિકોપ્ટર ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફના પ્રયાણને આગળ ધપાવશે.



વિશેષ કરીને લિયોનાર્ડોના અદ્યતન AW169M અને AW109 ટ્રેકરM હેલિકોપ્ટર માટે ભારતીય સશસ્ત્ર દળોની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને તબક્કાવાર સ્વદેશીકરણ, મજબૂત જાળવણી, સમારકામ અને ઓવરહોલ (MRO) ક્ષમતાઓ અને વ્યાપક પાઇલટ તાલીમ આ સહયોગ મારફત પૂરી પાડવામાં આવશે.
લિયોનાર્ડોની હેલિકોપ્ટરની ડિઝાઇન અને ઇજનેરી નિપૂણતા અને અદાણી ડિફેન્સની એન્ડ-ટુ-એન્ડ સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રમાં કુશળતા સાથે સંકલનની આ પહેલ આત્મનિર્ભર ભારતની દ્રષ્ટીને જોશ આપી રાષ્ટ્રીય સંરક્ષણ સજ્જતાને મજબૂત બનાવવા સાથે નાગરિક ઉડ્ડયનની એપ્લિકેશનો અને આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનના એકીકરણ સુધી વ્યાપક વિસ્તરણ થવાની સંભાવનાઓ ધરાવે છે.
પરિવર્તનશીલ આર્થિક પ્રભાવનું વચન આપતી આ ઇકોસિસ્ટમ અંતર્ગત ઇજનેરી, ઉત્પાદન, લોજિસ્ટિક્સ અને ટકાઉ સેવાઓમાં હજારો ઉચ્ચ-કુશળ નોકરીઓનું સર્જન કરવા ઉપરાંત હેલિકોપ્ટર ઉત્પાદન માટે ભારતને સ્પર્ધાત્મક કેન્દ્ર તરીકે ઉપસી આવવા મજબૂત બનાવશે.
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના ડિરેક્ટર જીત અદાણીએ જણાવ્યું હતું કે લિયોનાર્ડો સાથેનો આ સહયોગ ભારતમાં સ્થિતિસ્થાપક, ભવિષ્યની નિશ્ચિત સંગીન હેલિકોપ્ટર ઇકોસિસ્ટમની દિશામાં એક મહત્વનું પગલું છે. વિશ્વની શ્રેષ્ઠતાને અમારી ઔદ્યોગિક ગતિ સાથે સાંકળીને અમે વૈશ્વિક એરોસ્પેસ ક્ષેત્રના પાવર હાઉસ તરીકે સ્થાપિત કરવા માટે ભારતને સ્થિર મૂલ્ય, ઉચ્ચ-કુશળ રોજગાર અને આત્મનિર્ભર ભારત સાથે જોડી આગળ ખેંચી જઇશું.
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના સી.ઈ.ઓ આશિષ રાજવંશીએ ઉમેર્યું હતું કે આગામી દાયકામાં ભારતીય સશસ્ત્ર દળોનો એક હજાર થી વધુ હેલિકોપ્ટરની માંગનો અંદાજ છે, સાર્વભૌમ ઉત્પાદન માટેની અમારી કલ્પનાને સાકાર કરતો આ સહયોગ સ્વદેશીકરણને વેગ આપી પૂરવઠાની કડીને મજબૂત બનાવવા ઉપરાંત ભારતને વિશ્વકક્ષાના ઉત્પાદનના આધાર તરીકે સ્થાપિત કરશે.
લિયોનાર્ડો હેલિકોપ્ટરના મેનેજિંગ ડિરેક્ટર ગિઆન પિએરો કુટિલ્લોએ જણાવ્યું હતું કે ભારતના તેના રોટરક્રાફ્ટ ઉદ્યોગમાં વધતી જતી ભૂમિકાને વધુ મજબૂત કરવાના વિઝનમાં સહયોગી તરીકે અદાણી સાથે જોડાવાનો અમોને ખૂબ આનંદ છે. તેમણે ઉમેર્યું હતું કે આ સહયોગથી ભારતને આધુનિક ટેકનોલોજી અને કાર્યકારી ક્ષમતાના સ્તર સુધી પહોંચવા સક્ષમ બનાવવાના આ પ્રયાસમાં પ્રગતિ કરવા માટે અમે આતુર છીએ, બન્ને કંપનીઓ પૂરા પાડશે.
આ વ્યૂહાત્મક ભાગીદારી ભારતના એરોસ્પેસના નકશાને નવો આકાર આપી સંરક્ષણ સ્વાયત્તતાને સુદ્રઢ બનાવી હેલિકોપ્ટર ઉત્પાદન અને ટકાઉપણું માટે વિશ્વસનીય વૈશ્વિક કેન્દ્ર તરીકે ભારતને સ્થાન આપે છે.


