By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અદાણી પાવરના નાણાકીય વર્ષ-2026 ના ત્રીજા ત્રિમાસિક પરિણામો જાહેર
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > બિઝનેસ > અદાણી પાવરના નાણાકીય વર્ષ-2026 ના ત્રીજા ત્રિમાસિક પરિણામો જાહેર
બિઝનેસ

અદાણી પાવરના નાણાકીય વર્ષ-2026 ના ત્રીજા ત્રિમાસિક પરિણામો જાહેર

Hotline News
Last updated: January 30, 2026 12:15 PM
Hotline News - Editor Published January 30, 2026
SHARE

અમદાવાદ: અદાણી પોર્ટફોલિયો ઓફ કંપનીઓના એક અંગ  અને ભારતના ખાનગી ક્ષેત્રના સૌથી મોટા થર્મલ પાવર ઉત્પાદક અદાણી પાવર લિ. (APL) એ ​​૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિક અને નવ માસિક નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી છે.

અદાણી પાવર લિ.ના સી.ઈ.ઓ શ્રી એસ બી ખ્યાલિયાએ આ વિષે જણાવ્યું હતું કે, કંપનીના નોંધપાત્ર સ્પર્ધાત્મક લાભ અને ખર્ચ-તેમજ કાર્યક્ષમ પાવર પ્રકલ્પો થકી અદાણી પાવરે મજબૂત કામગીરી અને સક્ષમ તરલતા એકધારી જાળવી રાખી છે. અમારી આગામી ક્ષમતાઓ માટે લાંબા ગાળાના વીજ ખરીદી કરારો અમે ઝડપથી હાંસલ કરી રહ્યા છીએ, જેમાં ૨૩.૭ ગીગાવોટની ક્ષમતાના લગભગ અડધા વિસ્તરણ અગાઉ જ રાજ્ય ડિસ્કોમ સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ સામેલછે. તેમણે ઉમેર્યું હતું કે અમારા પ્રકલ્પનું અમલીકરણ અમારા લક્ષ્યોને પૂર્ણ કરવાના ધ્યેય સાથે અસાધારણ ઝડપે પ્રગતિ કરી રહ્યું છે તે સાથે વિશ્વસનીય અને સસ્તી વીજળી પુરી પાડીને રાજ્યોને તેમના વિકાસ લક્ષ્યો હાંસલ કરવામાં સહયોગ કરવાનું અમને ગૌરવ છે. દેશના ઊર્જા મિશ્રણમાં થર્મલ પાવરની આવશ્યક ભૂમિકાને પારખીને અદાણી પાવર ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા અને સંગીન તરલતા જાળવવા સમર્પિત રહી બધા માટે સમૃદ્ધ અને ટકાઉ ભવિષ્યમાં ફાળો આપતી નવી તકોને સ્વીકારવા આતુર છે.

અહેવાલના સમયગાળામાં અદાણી પાવરે માંગમાં કામચલાઉ વિક્ષેપ છતાં મજબૂત નફો નોંધાવ્યો છે ક્ષમતા વિસ્તરણ માટે AA રેટેડ નોન કન્વર્ટીબલ ડિબેન્ચર દ્વારા રૂ. ૭,૫૦૦ કરોડ એકત્ર કર્યા છે. સમીક્ષાના સમય ગાળામાં ૩.૨ ગીગાવોટ માટે નવું પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે. વિસ્તરણ ક્ષમતાના જોડાણો ૧૧.૭ ગીગાવોટ સુધી થતા હવે હાલની ક્ષમતાના ૯૦% પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ આવરી લેવામાં આવી છે. સંપાદનના ચાર મહિનામાં ૬૦૦ મેગાવોટ ક્ષમતાનો બુટીબોરી પ્લાન્ટ સંપૂર્ણપણે કાર્યરત નીચા દરો છતાં સમીક્ષાના ગાળામાં સતત સ્થિર આવક રૂ.૧૨,૭૧૭ કરોડ સતત મજબૂત એબિટ્ડા રૂ. ૪,૬૩૬ કરોડ રહ્યો છે. જ્યારે સમાન ગાળામાં કર પછીનો મજબૂત નફો રૂ. ૨,૪૮૮ કરોડ થયો છે.

વીજ ક્ષેત્રમાં સમીક્ષાના ગાળામાં સમગ્ર ભારતમાં વીજળીની માંગ ૦.૧% ઘટીને ૩૯૨.૨ અબજ યુનિટ થઈ હતી  જે ગત નાણાકીય વર્ષના સરખા ગાળામાં ૩૯૨.૬ બિલીયન યુનિટ હતી. ચાલુ નાણા વર્ષના ૯ માસમાં માંગમાં ૦.૫% નો વધારો થયો છે. જે ગત નાણાકીય વર્ષ ૨૫ ના ૯ માસમાં ૧,૨૮૦ બિલીયન યુનિટ હતી.

IEX ડે અહેડ બજારમાં સરેરાશ માર્કેટ ક્લિયરિંગ ભાવ નાણા વર્ષ ૨૬ના ત્રીજા ત્રિમાસિકમાં ૧૩.૨% ઘટીને કીલોવોટ દીઠ રૂ. ૩.૨૨ અને  ૯ મહિનામાં ૧૪.૧% ઘટીને કીલોવોટ દીઠ રૂ. ૩.૮૫/ થયો છે.

 સમીક્ષા અહેવાલના સમયમાં મહત્વની કામગીરી અંતર્ગત આસામ ડિસ્કોમ તરફથી ૩,૨૦૦ મેગાવોટનો નવો લાંબા ગાળાનો પાવર ખરીદી કરાર થયો છે. વહેલા અને લાંબા ચોમાસાને કારણે માંગમાં વિક્ષેપ થવા છતાં, ત્રીજા ત્રિમાસિકમાં એકીકૃત વીજ વેચાણ વોલ્યુમ ૨૩.૬ બિલિયન યુનિટ થયું છે. જે ગત નાણા વર્ષના સરખા સમય દરમિયાન ૨૩.૩ બિલિયન યુનિટ હતું.

નીચા દરો અને અન્ય આવક ઓછી હોવા છતાં, સમીક્ષાના ત્રિમાસિકમાં સ્થિર એકીકૃત સતત કુલ આવક રૂ. ૧૨,૭૧૭ કરોડ થઇ છે, જે ગત નાણા વર્ષના સરખા સમયમાં રૂ. ૧૩,૪૩૪ કરોડ થઇ હતી.

નાણા વર્ષ-૨૬ના ત્રીજા ત્રિમાસિકમાં સતત મજબૂત એકીકૃત એબિડ્ટા રૂ. ૪,૬૩૬ કરોડ રહ્યો છે. જે ગત નાણા વર્ષના સમાન ગાળામાં રૂ. ૪,૭૮૬ કરોડ રહ્યો હતો. જે માંગમાં નબળી વૃદ્ધિના વાતાવરણમાં કમાણીની સ્થિતિસ્થાપકતા દર્શાવે છે,

મુખ્યત્વે ઓછા એબિડ્ટાને સરભર કરવા માટે ઓછા નાણાકીય ખર્ચને કારણે ચાલુ નાણા વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં કર પહેલાં નફો ૫.૩% વધીને રૂ. ૨,૮૦૦ કરોડ થયો છે જે ગત વર્ષના સરખા સમયમાં રૂ. ૨,૬૫૯ કરોડ હતો. નાણા વર્ષ-૨૫ના ત્રીજા ત્રિમાસિકમાં કર પછીનો મજબૂત સંકલિત રુ. ૨,૪૮૮ કરોડના નફા સામે મુખ્યત્વે એક વખતની અગાઉની આવક ઓછી હોવાને કારણે ચાલુ નાણાકીય વર્ષના સમાન ગાળામાં કર બાદનો નફો રુ.૨,૯૪૦ કરોડ થયો છે.

નાણાકીય વર્ષ-૨૬ના નવ માસ દરમિયાન  વધુ અસરકારક સંચાલન ક્ષમતાને કારણે  એકીકૃત વીજ વેચાણનું વોલ્યુમ ૩.૪% વધીને ૭૧.૮ બિલિયન યુનિટ થયું છે જે ગત વર્ષના આ ગાળામાં ૬૯.૫ બિલિયન યુનિટ હતું. નીચા વીજ વેચાણ દર અને અન્ય ઓછી આવકને કારણે ચાલુ નાણા વર્ષના નવ માસમાં એકીકૃત અવિરત કુલ આવક રૂ. ૪૦,૫૨૪ કરોડ થઇ હતી. જે ગત વર્ષના સમાન ગાળામાં રૂ.૪૧,૯૫૧ કરોડ હતી.

મજબૂત એકીકૃત સતત એબિટ્ડા રૂ. ૧૫,૭૧૩ કરોડ સામે ગત નાણા વર્ષ-ના નવ માસમાં રૂ. ૧૬,૪૭૮ કરોડ રહ્યો હતો.

 ચાલુ વર્ષના નવ માસમાં કર પહેલાનો સતત નફો રૂ. ૯,૮૯૬ કરોડ હતો. જે ગત વર્ષના સરખા સમયમાંરૂ. ૧૦,૬૭૯ કરોડ થયો હતો. નવા હસ્તગત કરવામાં આવેલા પ્લાન્ટના વધુ અવમૂલ્યનથી ઓછા નાણાકીય ખર્ચ દ્વારા સરભર થયો હતો. જ્યારે ચાલુ નાણાકીય વર્ષના ૯ મહિનાના ગાળામાં કર પછીનો મજબૂત સંકલિત નફો રૂ. ૮,૭૦૦ કરોડ થયો હતો. જે ગત નાણાકીય વર્ષના ૯ માસની તુલનામાં એક વખતની અગાઉની આવકમાં ઘટાડો થવાને કારણે રૂ. ૧૦,૧૫૦ કરોડ થયો હતો.  

કેરએજ રેટિંગ્સે કંપનીની રુ.૫૮,000 કરોડ બેંક લોન અને રુ.૧૧,000 કરોડના NCD સુવિધાઓ માટે AA (સ્થિર) / A1+ ક્રેડિટ રેટિંગ આપ્યું છે. કંપનીના બ્રાઉનફિલ્ડ વિસ્તરણ પ્રકલ્પોનું અમલીકરણ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેમાં મહાન ફેઝ-II ૧,૬૦૦ MW USCTPP માટે ૮૦%, રાયપુર ફેઝ-II ૧,૬૦૦ MW USCTPP ૪૪% અને રાયગઢ ફેઝ-II ૧,૬૦૦ MW USCTPP ૩૮% ના સંયુક્ત રીતે કામગીરી ચાલી રહી છે. વધુમાં, અદાણી પાવર લિ.ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની કોરબા પાવર લિ.એ કોરબા (છત્તીસગઢ) ખાતે તેના ૧,૩૨૦ MWના સુપરક્રિટિકલ પાવર પ્રકલ્પનું બાંધકામ ફરી શરૂ કર્યું છે. આ પ્રકલ્પો તબક્કાવાર નાણાકીય વર્ષ ૨૬-૨૭ અને વર્ષ ૨૦૨૮-૨૯ વચ્ચે પૂર્ણ થશે.

…………

You Might Also Like

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MoUs: કચ્છની 11 ITIનો કાયાકલ્પ કરાશે, રોજગાર લક્ષી તાલીમને વેગ

હિન્ડનબર્ગ દ્વારા થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે અદાણી કંપનીઓએ તેજીનો વધારો કર્યો

અદાણી પાવરે એક મોટો ઉછાળો, એક વર્ષમાં 126%નો ઉછાળો, માર્કેટ કેપમાં ઇન્ફોસિસને પાછળ છોડી દીધું

#Adani
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
બંગાળમાં મહિલા સુરક્ષાના મુદ્દે ફરી મમતા સરકાર ઘેરાઈ; અભિનેત્રી પાયલ મુખર્જી પર હુમલા બાદ ભાજપે સવાલો ઉઠાવ્યા
Hotline News Hotline News August 24, 2024
પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન : LoC પર સતત ગોળીબાર
શિયાળાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ માટે કાળા મરીને કેમ મહત્વપૂર્ણ માનવામાં આવે છે?
ફરાર થવાથી ધરપકડ સુધી… શું 25 દિવસથી ગુમ નિદા ખાન TCS કૌભાંડનું સંપૂર્ણ સત્ય જાહેર કરશે?
પત્નીના શ્વાન પ્રેમથી કંટાળી પતિએ માંગ્યા છૂટાછેડા
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsપ્રેસ રિલીઝબિઝનેસ

અદાણી ગ્રીન એનર્જીએ ભરોસાપાત્ર અને સ્વચ્છ ઉર્જાની પહોંચને મજબૂતી બક્ષતી એક જ સ્થળે વિશ્વની સૌથી મોટી ૩.૩૭ GWhક્ષમતાની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરી

Hotline News Hotline News May 26, 2026
Top News

મુંબઈ ૨૦૪૭ સુધીમાં ઝૂંપડપટ્ટી મુક્ત બનવાનું લક્ષ્ય રાખે છે; SRA ૨૦૩૦ સુધીમાં ૭ લાખ પુનર્વસન ઘરોનું લક્ષ્ય રાખે છે

Hotline News Hotline News May 24, 2026
અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ ખાતે અદાણી એરપોર્ટ અને બાસ્ટિયન હોસ્પિટાલિટી દ્વારા મેઇસન ટ્વેન્ટી-સેવનની શરુઆત

Hotline News Hotline News May 22, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?