ચ્યુઇંગમનું નામ સાંભળીને અનેક લોકોને પોતાનું બાળપણ યાદ આવી જાય છે. ચ્યુઇંગમ અનેક લોકો રોજ ખાતા હોય છે. ઘણાં લોકો તો દિવસમાં બેથી ત્રણ વાર ચ્યુઇંગમ મોંઢામાં ચાવતા હોય છે. જો કે આ વિશે દરેકને મનમાં પ્રશ્ન એ થાય કે ચ્યુઇંગમ ખાવાથી હેલ્થને નુકસાન થાય કે ફાયદો? જો કે આ જાણવું ખૂબ જરૂરી છે. નાના બાળક ચ્યુઇંગમ ખાવાના શોખીન હોય છે. ચ્યુઇંગમ ખાવાની અને ફુગ્ગો ફુલાવવાની મજા દરેક લોકોને આવતી હોય છે.
આમ, જો વાત કરવામાં આવે તો ચ્યુઇંગમ એક રબર જેવી વસ્તુ હોય છે જે સામાન્ય રીતે ચાવવા માટે બનાવવામાં આવે છે. ચ્યુઇંગમ ચાવીને એને ફેંકી દેવાની હોય છે. તો જાણો તમે પણ ચ્યુઇંગમ ચાવવાથી હેલ્થને થતા ફાયદાઓ.
ચ્યુઇંગમ ચાવવાના ફાયદા
વેબએમડી અનુસાર ચ્યુઇંગમાં ખાંડ હોય છે જે દાંતની વચ્ચે રાખીને ચાવવાથી દાંતને નુકસાન થઇ શકે છે, પરંતુ ડ્રાય માઉથની સમસ્યા દૂર થઇ જાય છે. આ સિવાય પણ ચ્યુઇંગમ ચાવવાના અનેક ફાયદા છે.
કેલરી બર્ન કરે
એવું માનવામાં આવે છે કે ચ્યુઇંગમ ખાવાથી કેલરીઝ બર્ન થવામાં મદદ મળે છે, જેના કારણે વજન ઘટે છે. એક અહેવાલ મુજબ તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો તમારે ચ્યુઇંગમ દિવસમાં એક વાર ચાવવી જોઇએ.
મેમરી સુધરે
ચ્યુઇંગમ બ્રેન સુધી બ્લડ ફ્લો કરે છે, જેના કારણે મેમરી ઇમ્પ્રુવ થાય છે. આટલું જ નહીં..ચ્યુઇંગમ ચાવવાથી સ્ટ્રેસ પણ દૂર થાય છે, જે આજની આ ફાસ્ટ લાઇફમાં બહુ મહત્વનું છે. આમ, જો તમે સતત સ્ટ્રેસમાં રહો છો તો તમારે ચ્યુઇંગમ ચાવવી જોઇએ.
એલર્ટ રાખવામાં મદદ કરે
તમે બહુ થાકી ગયા છો તો ચ્યુઇંગમ ચાવો. ચ્યુઇંગમ ચાવવાથી તમે એલર્ટ રહો છો. ચ્યુઇંગમ ચાવવાથી તમને કામ કરવાનો કંટાળો આવતો નથી.
છાતીમાં ગભરામણ
તમે બીમાર છો અને તમને છાતીમાં ગભરામણ થાય છે તો તમે ચ્યુઇંગમ ચાવવાનું શરૂ કરી દો. ચ્યુઇંગમ ચાવવાથી આ સમસ્યામાં રાહત મળે છે. ઘણાં લોકોને છાતીમાં ગભરામણની સમસ્યા રહેતી હોય છે. એવામાં તમારા માટે ચ્યુઇંગમ સૌથી બેસ્ટ છે.
ડિસ્ક્લેમર: આ લેખ ફક્ત સામાન્ય માહિતી માટે છે. વધુ માહિતી માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો. hotlinenews.in તેની ચોકસાઈ, સત્યતા અથવા અસરકારકતા માટે જવાબદારી સ્વીકારતું નથી.


