પં.ડો. હિતેષ એ. મોઢા
(૧) મેષ : કુટિર ઉદ્યોગ એવમ નાના નાના ઔધોગિક એકમ વાળા જાતક માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. કૃષિ એવમ બાગાયતી ક્ષેત્રના જાતક માટે પણ આ સપ્તાહ લાભકારી રહેશે. જથ્થાબંધ વ્યાપાર તથા દેશ-વિદેશ વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ તમામ જાતક માટે આ સપ્તાહ સાવ સામાન્ય અથવા પ્રતિકૂળ નીવડશે. કઠોર પરિશ્રમ વાળા ધંધા વ્યાપાર માટે આ સપ્તાહ ખૂબ ફાયદાકારક રહેશે. ગોથે ચડી ગયેલા કામકાજને યોગ્ય દિશા મળવાના સંયોગ. માતા-પિતા સાથે હળવા મતભેદની સંભાવના. સરકારી ક્ષેત્રના કર્મચારી એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પ્રતિકૂળ નીવડે તેવી સંભાવના. ગૃહિણી તથા મહિલા કર્મી માટે આ સપ્તાહ સાનુકૂળ જણાશે. ૫ તથા ૬ ડિસેમ્બર સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય, ન્યાયિક માર્ગ)
(૨) વૃષભ : તમામ કદના ઔદ્યોગિક એકમના જાતક માટે આ સપ્તાહ હળવું કે અર્ધ પ્રતિકૂળ નીવડે તેવી પૂર્ણ સંભાવના. વાયુ તત્વ સંબંધિત ઉત્પાદના ઉદ્યોગ ધંધાના જાતક માટે આ સપ્તાહ બહુ લાભકારક નીવડશે. રંગ, રસાયણ ના ઉત્પાદક થી લઈને છૂટક વ્યાપારના તમામ જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. આ સિવાય, અન્ય વ્યાપારી જાતક માટે આ સપ્તાહ સરેરાશ અથવા પ્રતિકૂળ રહે તેવી સંભાવના. સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ હળવું લાભકારી રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે મધ્યમ સપ્તાહ, બદલીના સંયોગો. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. મેડીકલ- ફાર્મસીના વિદ્યાર્થી, નિવૃત્ત તેમજ ગૃહિણી, મહિલા કર્મી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. ૧ ડિસેમ્બર સામાન્ય રહેશે.
(૩) મિથુન : આ સપ્તાહ જાહેર ક્ષેત્ર તેમજ રાજકીય ક્ષેત્રની વ્યક્તિ-સેલીબ્રીટી માટે પ્રતિકૂળ જણાશે. ફેશન સંબંધિત ઔદ્યોગિક એકમના જાતક એવમ વ્યાપારી એકમના જાતક તથા જાહેરાત સંબંધિત એજન્સીના જાતક માટે આ સપ્તાહ હળવું હળવું લાભકારી નીવડે તેવી સંભાવના. ઔદ્યોગિક ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહે અનેક અણધારી સમસ્યા આવવાની પૂર્ણ શક્યતા રહેશે. વ્યાપારી જાતક તેમજ સર્વિસ બિઝનેસના જાતક માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. આ સપ્તાહ સરકારી ક્ષેત્રના કર્મચારી માટે મધ્યમ રહેશે. જ્યારે ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. પરિવારનો સાથ-સહકાર યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તથા વિદ્યાર્થી માટે સાનુકૂળ સપ્તાહ. ૪ તથા ૫ ડિસેમ્બર સરેરાશ રહેશે.
(૪) કર્ક : રીયાલ્ટી બિઝનેસ સાથે સંકળાયેલ જાતક એવમ શેર બજાર, કોમોડિટી એકમના જાતક માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ નીવડશે. હેવી મશીનરીઝ, એવમ ધાતુ સંબંધિત ઉદ્યોગ સમેત અન્ય મોટા ઔદ્યોગિક એકમ તથા જથ્થાબંધ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડે તેવી પૂર્ણ સંભાવના. અન્ય ઔદ્યોગિક, વ્યાપાર- વાણિજય એકમના જાતક માટે આ સપ્તાહ હળવું હળવું લાભદાયક નીવડશે. છૂટક વ્યાપારી, રીટેઈલર, પરિશ્રમી જાતક માટે આ સપ્તાહ ફાયદાકારક રહેવાના સંયોગો. સરકારી કર્મચારી એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ લાભકારી નીવડશે. આ સપ્તાહ મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત તેમજ વિદ્યાર્થી માટે સાનુકૂળ નીવડશે. ૩ ડિસેમ્બર મધ્યમ જણાશે.
(૫) સિંહ : સર્વિસ બિઝ્નેસના જાતક, ફાઈનાંસ એજન્સીઝ્ના જાતક તથા રીટેઈલર માટે આ સપ્તાહ બહુ ફાયદાકારક રહેવાના સંયોગ. ધંધા-વ્યવસાયમાં આકસ્મિક ધનલાભ થવાના સંયોગો. દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજય એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડે તેવી પૂર્ણ સંભાવના. સરકારી ક્ષેત્રના કર્મચારી તેમજ ખાનગી ક્ષેત્રના તમામ કર્મચારી માટે આ સપ્તાહ હળવું સંઘર્ષ વાળું એવમ પ્રતિકૂળ નીવડે તેવી સંભાવના સાથે બદલી થવાના પણ સંયોગો. સ્નેહી તથા કુટુંબ-પરિવાર માં સુખ-શાંતિ, તેમજ સાથ સહકાર યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણી તથા નિવૃત્ત, છાત્ર માટે આ સપ્તાહ બહુ લાભદાયક નીવડશે. કેવળ ૫ ડિસેમ્બર નો દિવસ જ મધ્યમ નીવડશે.
(૬) કન્યા : હેવી & હ્યુજ મશીનરીઝ ધરાવતા એવમ વિદ્યુત સંબંધિત મોટા ઔદ્યોગિક એકમના જાતક તેમજ તેના વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. ઈનોર્ગેનિક કેમિકલ તેમજ ફાર્મા- કેમિકલ્સ તથા ફાર્માસ્યુટીકલ્સ એકમના જાતક માટે આ સપ્તાહ ભાગ દોડ વાળું નીવડે તેવી પૂર્ણ સંભાવના. બાકી, અન્ય, જનરલ, ઉદ્યોગ, વ્યાપાર-વાણિજક ના તમામ એકમના જાતક માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. આ સપ્તાહ નાના, છૂટક તેમજ ફેરી કરતા વ્યાપારી માટે ફાયદાકારક નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી એકમના કર્મચારી માટે આ સપ્તાહ અર્ધ-મધ્યમ અથવા મિશ્ર નીવડશે. વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. ૪ ડિસેમ્બર સામાન્ય જણાશે.
(૭) તુલા : ઔદ્યોગિક એકમના જાતક તથા વ્યાપાર વણિજના એકમના જાતક માટે આ સપ્તાહ લાભદાયી અને નવી તકો વાળું રહે તેવી પૂર્ણ સંભાવના. ખાનગી સિક્યોરિટીઝ કંપની/એજન્સીઝના જાતક માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. લો & એન્ફોર્સમેન્ટ ડિપા.ના કર્મચારી માટે અતિ વ્યસ્ત સપ્તાહ જણાશે. સાથોસાથ હળવું લાભકારી પણ રહેશે. આ સપ્તાહ સરકારી તેમજ ખાનગી શૈક્ષણિક સંસ્થાના તમામ જાતક માટે અર્ધ-લાભદાયી નીવડશે. સરકારી એવમ ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે આ સપ્તાહ હળવું હળવું લાભકારક જણાશે. પરિવાર તરફથી સહકાર તેમજ આર્થિક લાભના સંયોગો. નિવૃત્ત, ગૃહિણી, વર્કિંગ વુમન, સંતાન, વિદ્યાર્થી માટે આ સપ્તાહ લાભકર્તા નીવડશે. કેવળ ૨ ડિસેમ્બરનો દિવસ અર્ધ મધ્યમ અથવા મિશ્ર જણાશે.
(૮) વૃશ્ચિક : નાના નાના ઉદ્યોગ-ધંધા ના જાતક માટે આ સપ્તાહ ખૂબ જ ફાયદાકારક અને સાનુકૂળ નીવડશે. લાંબા ગાળાના રોકાણ માટે આ સપ્તાહ લાભદાયક નીવડે તેવી પૂર્ણ શક્યતા. આ સિવાયના નાના મોટા તમામ ઔદ્યોગિક એકમના જાતક તેમજ વાણિજ્યક એકમના જાતક માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક અથવા મિશ્ર નીવડશે. આ સપ્તાહ નાના તથા છૂટક તેમજ પરિશ્રમી ધંધા વ્યવસાયના જાતક માટે લાભદાયક જણાશે. સરકારી શૈક્ષણિક એકમ તેમજ ખાનગી શૈક્ષણિક સંસ્થાના જાતક માટે આ સપ્તાહ અર્ધ-પ્રતિકૂળ નીવડે તેવી સંભાવના. કુટુંબ તથા સ્નેહીથી સાથ સહકાર યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણી તથા વિદ્યાર્થી, નિવૃત્ત માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી નીવડશે. ૬ ડિસેમ્બર નો દિવસ જ સામાન્ય જણાશે.
(૯) ધન : આ સપ્તાહ અગ્નિ તત્વ સંબંધિત કોઈ પણ ઔદ્યોગિક એકમ કે વ્યાપારી એકમ તથા ફૂડ ઇન્ડસ્ટ્રીઝ તથા રેસ્તોરાંના જાતક માટે હળવું ફાયદાકારક નીવડશે. રેડીમેડ ગાર્મેંટ્સના નાના ઔદ્યોગિક એકમના જાતક તેમજ અન્ય નાના વ્યાપારી-એકમના જાતક માટે આ સપ્તાહ અતિ લાભકર્તા નીવડે તેવી પૂર્ણ સંભાવના. અન્ય ઉદ્યોગ તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતક માટે આ સપ્તાહ પણ ચડાવ ઉતાર વાળું રહે પરંતુ લાભદાયક નીવડશે. આ સપ્તાહ રીટેઈલર માટે લાભદાયક જણાશે. સરકારી એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. જીવનમાં સંવાદિતાનો વધારો થશે. નિવૃત્ત, ગૃહિણી તથા છાત્ર માટે આ સપ્તાહ પણ લાભદાયક નીવડશે. ૩ તથા ૫ ડિસેમ્બર મધ્યમ નીવડશે.
(૧૦) મકર : નાના ઔદ્યોગિક એકમના જાતક તથા તથા જથ્થાબંધ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ હળવું અથવા અલ્પ પ્રતિકૂળ જણાશે. આ સપ્તાહ રેસ્ટોરાં, હોટેલ તેમજ ટ્રાવેલ એજંસીઝના જાતક માટે આંશિક રીતે ફાયદાકારક નીવડશે. નવા વાહનો જેવા કે બાઈક તથા કારની ખરીદી થવા/કરવાના સારા સંયોગ. વાત એવમ પિત્તની મિશ્ર પ્રકૃતિ વાળા જાતકએ આરોગ્યની હળવી કાળજી રાખવી. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. આ સપ્તાહ ખાનગી એકમના કર્મચારી માટે સાનુકૂળ નીવડશે. વર્ષોથી વણસી ગયેલાં નજીકના સંબંધમાં સુમેળ આવવાના સંકેત જણાશે. ઉચ્ચાભ્યાસ કરતા વિદ્યાર્થી, નિવૃત્ત તથા ગૃહિણી માટે આ સપ્તાહ અર્ધ-મધ્યમ અથવા મિશ્ર નીવડશે. ૩૦ નવેમ્બર તથા ૧ ડિસેમ્બર સામાન્ય રહેશે.
(૧૧) કુંભ : પ્રિંટીંગ, ઓફસેટ ગ્રાફિકસ પ્રિંટીંગ્સ એકમનાં જાતક એવમ સ્ટેશનરી સંબંધિત ઔદ્યોગિક એકમના જાતક તેમજ વ્યાપારી એકમના જાતક માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. સરકારી/ખાનગી વકીલ, જજ, નોટરી માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સેલેબલ તથા જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ સામાન્ય જણાશે. બેંકિંગ ક્ષેત્રના જાતક માટે મધ્યમ રહેશે. આ સપ્તાહ સર્વિસ બિઝનેસના જાતક માટે બહુ લાભકર્તા નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી એકમના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. આ સપ્તાહ દરમિયાન સગા સાથે હળવાં વાદ વિવાદના સંકેત જણાશે. નિવૃત્ત તથા મહિલા કર્મી, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે. ૨ ડિસેમ્બર સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પૂરતું વળતર આપવું)
(૧૨) મીન: પશુપાલન તથા ડેરી જેવા એકમના જાતક માટે આ સપ્તાહ બહુ ફાયદાકારક નીવડશે. આયુર્વેદિક- હર્બલ ઔષધિ, હર્બલ પ્રોડકટના ઉત્પાદક એવમ વિક્રેતાઓ માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. આ સપ્તાહ અન્ય, ઔદ્યોગિક એકમના જાતક માટે સાનુકૂળ રહે તેવી પૂર્ણ સંભાવના. ગ્રેઈન & ગ્રોસરી તથા જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી અથવા મિશ્ર નીવડશે. આ સપ્તાહ ખાણીપીણી તેમજ રેસ્તોરાંના જાતક માટે લાભદાયક રહેશે. સરકારી ક્ષેત્રના કર્મચારી એવમ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવુ હળવુ લાભદાયક નીવડશે. વિદ્યાર્થી, મહિલા કર્મી, ગૃહિણી, નિવૃત્ત માટે આ સપ્તાહ પણ લાભકર્તા રહેશે. કેવળ, ૫ ડિસેમ્બર નો દિવસ સાવ મધ્યમ જણાશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)
પં.ડો. હિતેષ એ. મોઢા
જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ, ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત
101 RD ચેમ્બર્સ છાયા ચોકી પોરબંદર ફોન. 09879499307 –https://wa.me/+919879499307


