- સાયબર ક્રાઈમ પોલીસે અત્યાર સુધીમાં કુલ 342 કેસમાંથી 302 શોધી કાઢ્યા
- તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 48 લોકોને 2.90 કરોડનો માલ પરત કર્યો
- 6 વર્ષમાં સામાન્ય લોકો સામે 31.47 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસ
- પોલીસે 302 કેસ ઉકેલ્યા છે જ્યારે 40 કેસ હજુ પણ શોધી શક્યા નથી
સુરતઃ શહેરમાં નોંધનીય સાયબર ક્રાઈમના કેસો જોવા મળી રહ્યા છે. હાલ પોતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનું ફેક એકાઉન્ટ બન્યું હોવાની સ્ટોરી ઈન્સ્ટા પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે મારી ફેક ફેસબુક આઈડીથી એક એકાઉન્ટ બન્યુ હોવાથી તેના દ્વારા આવતા મેસેજને અવગણવા તેમજ તેને બંધ કરવા માટે રીપોર્ટ કરવું. જો કે શહેરમાં સાયબર ક્રાઈમની વાત કરવામાં આવે તો સાયબર ક્રાઈમ પોલીસે 2019 થી અત્યાર સુધીમાં કુલ 342 કેસમાંથી 302 શોધી કાઢી 599 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 6 વર્ષમાં સામાન્ય લોકો સામે 31.47 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસ નોંધાયા છે. જેમાં 9.73 કરોડનું વળતર આપ્યું હતું. તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ હેઠળ રૂ. 2.90 કરોડ અને લોક અદાલતમાંથી રૂ. 12.17 કરોડનું રિફંડ મળ્યું છે.
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં 2019 થી 2 જુલાઈ 2024 સુધીમાં કુલ 342 કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન પોલીસે 302 કેસ ઉકેલ્યા છે જ્યારે 40 કેસ હજુ પણ શોધી શક્યા નથી. આ સમયગાળા દરમિયાન પોલીસે લગભગ 599 લોકોની ધરપકડ કરી છે. જો આ છ વર્ષની છેતરપિંડીની વાત કરીએ તો સામાન્ય લોકોને કુલ 31.47 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જેમાંથી પોલીસે 9.74 કરોડ રૂપિયા લોકોને પરત કર્યા છે. આ 6 વર્ષમાં પોલીસ ડિક્ટેશન રેટ 88% રહ્યો છે. વળતર આપવાનો દર 30% રહ્યો છે. વર્ષ 2023માં સૌથી વધુ 96 કેસ નોંધાયા હતા, જેમાંથી 93 મળી આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન 17.49 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, જેમાંથી પોલીસે 6.26 કરોડ રૂપિયા સામાન્ય લોકોને પરત કર્યા છે.
2000થી વધુ લોકોને 12 કરોડથી વધુ રૂપિયા પરત કરવામાં આવ્યા
વર્ષ 2023 એવું વર્ષ રહ્યું છે કે જ્યાં સૌથી વધુ કેસ નોંધાયા છે, સૌથી વધુ કેસ ડિટેકટ થયા છે, સૌથી ઓછા વણશોધાયેલા છે, સૌથી વધુ 188 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સામાન્ય લોકોને પણ સૌથી વધુ નુકસાન અને સૌથી વધુ વળતર. બીજી તરફ, તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ હેઠળ પોલીસે 48 લોકોને 2.89 કરોડ રૂપિયા આપ્યા છે. એટલું જ નહીં સોના-ચાંદીના દાગીના પણ પરત કરવામાં આવ્યા છે. આ સિવાય કોર્ટ દ્વારા 2000થી વધુ લોકોને 12 કરોડથી વધુ રૂપિયા પરત કરવામાં આવ્યા છે.
છેલ્લા 6 વર્ષમાં દર વર્ષે વધુ કેસ નોંધાઈ રહ્યા છે
જો છેલ્લા 6 વર્ષની વાત કરીએ તો FIR દર વર્ષે વધી રહી છે. જ્યારે 2019માં 37 કેસ હતા, તે 2020માં વધીને 38, 2021માં 50, 2022માં 80 અને 2023માં 96 થઈ ગયા. જુલાઈ 2024ની વાત કરીએ તો 2 જુલાઈ સુધી 41 કેસ નોંધાયા છે.
આ વર્ષે દરેક કેસ પાછળ ચાર આરોપી ઝડપાયા હતા
તમને જણાવી દઈએ કે વર્ષ 2024માં જુલાઈ મહિના સુધી 29 કેસમાં 114 આરોપીઓ ઝડપાયા છે. તેના વિશે વાત કરીએ તો, શોધાયેલ કેસ પાછળ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2023માં આ જ 188, વર્ષ 2022માં 142 અને વર્ષ 2019માં 61, એટલે કે એક કેસ પાછળ બે આરોપી ઝડપાયા હતા. અને વર્ષ 2020, 36 અને વર્ષ 2021માં 58 એટલે કે એક કેસ પાછળ માત્ર એક જ આરોપી પકડાયો હતો.
નુકસાન માટે 30% વળતર આપ્યું
આ 6 વર્ષમાં લોકોને સાયબર ફ્રોડ દ્વારા 31.47 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને વળતર તરીકે 9.74 કરોડ રૂપિયા પાછા મળ્યા છે, જે વાસ્તવિક રકમના 30% છે. વર્ષ 2019માં 56.08 લાખ રૂપિયાની સાયબર ફ્રોડ નોંધાઈ હતી, જેના બદલામાં લોકોને 5.56 લાખ રૂપિયા પાછા મળ્યા હતા. વર્ષ 2020માં રૂ. 2.80 કરોડને બદલે રૂ. 7.21 લાખ, વર્ષ 2021માં રૂ. 1.04 કરોડને બદલે રૂ. 72.12 લાખ, વર્ષ 2022માં રૂ. 5.78 કરોડને બદલે રૂ. 2.32 કરોડ, વર્ષ 2023માં રૂ. 6.26 કરોડને બદલે રૂ. 17.49 કરોડની સાયબર ફ્રોડ કરીને લોકોને પૈસા પાછા મળ્યા. વર્ષ 2024માં 3.50 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ સામે 31.36 લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે.
તેરા તુઝકો અર્પણ પ્રોગ્રામ હેઠળ પૈસા પાછા આપવામાં આવ્યા
આ બધા સિવાય અત્યાર સુધીમાં સાયબર ક્રાઈમ પોલીસે જુદા જુદા ગુનાઓમાં તેરા તુઝકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 48 લોકોને 2.90 કરોડનો માલ પરત કર્યો છે. સાયબર ક્રાઈમનો ભોગ બનેલા બે લોકોને 8 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના પરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત NCCRP અને IRU પર નોંધાયેલી ફરિયાદોના આધારે લોક અદાલત દ્વારા 2889 લોકોને 12.17 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે.