શાહરૂખ ખાન હાલ તેની આગામી ફિલ્મ ‘કિંગ’ની તૈયારીમાં પડયો છે. સિધ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનતી આ ફિલ્મમાં અત્યાર સુધીમાં અભિષેકથી માંડીને દીપિકા પડુકોણ, અનિલ કપુર સહિત અનેક મોટા નામોની એન્ટ્રી થઈ ચૂકી છે.
અનિલ બાદ હવે વધુ એક મોટા એકટરે આ ફિલ્મમાં એન્ટ્રી કરી છે. સિધ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનતી આ ફિલ્મમાં શાહરૂખે દીકરી સુહાનાને પણ તક આપી છે. જે પહેલીવાર પિતા સાથે સ્ક્રીન શેર કરશે.
આ ફિલ્મમાં અરશદ વારસી અને અભય વર્માની પણ એન્ટ્રી થઈ ચૂકી છે ખબરો મુજબ હવે જે મજબૂત એકટરની એન્ટ્રી થઈ છે તે છે જેકી શ્રોફ. ઉલ્લેખનીય છે કે જેકી શ્રોફ સાથે અનિલ કપૂરે હિટ ફિલ્મો રામ-લખન, કર્મા વગેરેમાં કામ કર્યુ છે.
‘કિંગ’માં અભિષેક બરવન ખલનાયકની ભૂમિકામાં છે, જયારે અનિલ કપુર ગેંગસ્ટર બન્યો છે, જયારે શાહરૂખ મેન્ટરની ભૂમિકામાં છે. ફિલ્મ ‘કિંગ’ ફ્રેન્ચ ફિલ્મ ‘લીઓન: ધી પ્રોફેશનલ’ની હિન્દી રિમેક છે, જે વર્ષ 1994માં રિલીઝ થઈ હતી. 16 મિલિયનના બજેટમાં બનેલી આ ફિલ્મે બોકસ ઓફિસ પર 45.3 મિલિયન ડોલરની કમાણી કરી હતી.