By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ઈરાન-અમેરિકા યુદ્ધ દરમિયાન ઈરાનમાં ફસાયેલા વલસાડ-નવસારીના 72 માછીમારો સ્વદેશ પરત ફર્યા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > નવસારી > ઈરાન-અમેરિકા યુદ્ધ દરમિયાન ઈરાનમાં ફસાયેલા વલસાડ-નવસારીના 72 માછીમારો સ્વદેશ પરત ફર્યા
Top Newsગુજરાતનવસારીવલસાડ

ઈરાન-અમેરિકા યુદ્ધ દરમિયાન ઈરાનમાં ફસાયેલા વલસાડ-નવસારીના 72 માછીમારો સ્વદેશ પરત ફર્યા

72 માછીમારો ઈરાનથી ચેન્નાઈ એરપોર્ટ પર ઉતરી બે બસમાં વલસાડ સરકીટ હાઉસ ખાતે આવી પહોંચ્યા. માદરે વતન આવી પહોંચતા તમામ માછીમારોએ પરિવારને મળવાની ખુશી વ્યક્ત કરી ભારત માતા કી જયના નારા લગાવ્યા

Hotline News
Last updated: April 17, 2026 3:54 PM
Hotline News - Editor Published April 17, 2026
SHARE

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુધ્ધ વચ્ચે ઈરાનમાં માછીમારી કરવા માટે ગયેલા વલસાડ અને નવસારી જિલ્લાના માછીમારો ફસાયા હતા. જેઓને ભારત સરકાર દ્વારા પરત પોતાના માદરે વતન લાવવામાં સફળતા મળતા આજે સોમવારે વલસાડ સરકીટ હાઉસ ખાતે સવારે પ્રથમ બસમાં 38 અને બપોરે બીજી બસમાં 34 મળી કુલ 72 માછીમારો બે બસમાં આવી પહોંચ્યા હતા.

રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ અને જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્મા અને મત્સ્યોદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી હારતોરા સાથે તમામ માછીમારોનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું. પોતાના ગામની ધરતી પર પગ મુકતાની સાથે જ તમામ માછીમારોએ ‘‘ભારત માતા કી જય’’ના નારા લગાવી પરિવારને મળવાની ખુશી વ્યક્ત કરી હતી.

રોજી રોટી માટે પોતાના વતનથી સાત સમુંદર પાર ગયેલા વલસાડ – નવસારી જિલ્લાના માછીમારો સુખરૂપે માછીમારી કરી રહ્યા હતા અને ઈરાન- અમેરિકા વચ્ચે યુધ્ધ ફાટી નીકળતા તેઓની હાલત કફોડી બની હતી. પોતાની હાલત અંગેના વીડિયો બનાવી માછીમારોએ નવસારી જિલ્લાના ધોલાઈ બંદર સ્થિત માછીમારી વ્યવસ્થાપન સમિતિ ટ્રસ્ટના હોદ્દારોને મોકલ્યા હતા તેઓએ આ બાબતે નવસારી લોકસભા બેઠકના સાંસદશ્રી અને કેન્દ્રિય જલશક્તિ મંત્રીશ્રી સી. આર. પાટીલ અને વલસાડ- ડાંગના સાંસદશ્રી – વ – લોકસભાના દંડકશ્રી ધવલભાઈ પટેલને બંને જિલ્લાના માછીમારોને પરત લાવવા માટે ધારદાર રજૂઆતો કરી હતી. જેને પગલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને સીધા માર્ગદર્શન હેઠળ કેન્દ્રિય વિદેશ મંત્રીશ્રી એસ. જયશંકરે ઈરાન સરકાર સાથે વાટાઘાટો કરી હતી. જેના સફળ પડઘા પડતા યુધ્ધની ભીષણ પરિસ્થિતિ વચ્ચે વલસાડ નવસારી જિલ્લાના માછીમાર ભાઈઓ સહી સલામત રહે તેવા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આખરે તા. 11 એપ્રિલના રોજ સવારે 10 કલાકે 72 માછીમાર ભાઈઓ ઈરાનથી ઈન્ડિયા આવવા ફલાઈટમાં બેઠા હતા અને રાત્રિના 9 કલાકે ચેન્નાઈથી બે બસમાં વલસાડ આવવા રવાના થયા હતા. જેઓ સોમવારે સવારે 9 કલાકે વલસાડ સર્કિટ હાઉસ આવી પહોંચ્યા હતા. જ્યાં જિલ્લા વહીવટી તંત્ર તરફથી કલેકટરશ્રી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા, ફિશરીઝ ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ કમિશ્નર શ્રી મિતેશ પંડ્યા, ડેપ્યુટી ડાયરેકટરશ્રી કે.આર.પટણી અને વલસાડ જિલ્લાના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી બિંદુબેન પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વલસાડ અને નવસારી જિલ્લાના 72 માછીમારો તા. 28 ફેબ્રુઆરીથી ફસાયા હતાઃ ઉપપ્રમુખ ઠાકોરભાઈ ટંડેલ

ધોલાઈ બંદરના માછીમારી વ્યવસ્થાપન સમિતિ ટ્રસ્ટના ઉપપ્રમુખશ્રી ઠાકોરભાઈ બાલુભાઈ ટંડેલે જણાવ્યું કે, વલસાડ – નવસારી જિલ્લામાંથી 72 માછીમારો રોજી રોટી માટે ઈરાન ગયા હતા પરંતુ યુધ્ધની પરિસ્થિતિને કારણે તેઓ તા. 28 ફેબ્રુઆરીથી ત્યાં ફસાયા હતા. જે અંગેની જાણ અમોને થતા અમારા મંડળના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ ડી. ટંડેલ, મંત્રી માથુરભાઈ પી. ટંડેલ અને ટ્રસ્ટી અમરતભાઈ આર. ટંડેલે નવસારી- વલસાડના સાંસદશ્રી સી.આર.પટેલ અને ધવલભાઈ પટેલને રજૂઆત કરતા તમામ માછીમોરાને પરત વતન લાવવામાં સફળતા મળી છે.

ઈરાન પર બોમ્બ ધડાકા થયા ત્યારે સમુદ્રમાં બોટનું જીપીએસ બંધ થઈ ગયુઃ માછીમાર રાજેશ પટેલ

ઈરાનથી પરત આવેલા વલસાડના ઉંટડી ગામના માછીમાર રાજેશભાઈ પટેલે જણાવ્યું કે, તા. 28 ફેબ્રુઆરીએ અચાનક ઈરાન પર બોમ્બ ધડાકા થયા હતા ત્યારે અમે દરિયામાં હતા અને અમારી બોટનું જીપીએસ સહિતના સાધનો બંધ થઈ ગયા હતા. ગભરાઈને એક મહિનો રૂમમાં રહ્યા હતા. તમામ એરપોર્ટ પણ બંધ હોવાથી ઈન્ડિયા કેવી રીતે જવુ તે અંગે મૂંઝવણમાં મુકાયા હતા. નાના-નાના વીડિયો બનાવી સાંસદશ્રીઓને મોકલ્યા હતા. ભારત સરકાર અમારી વ્હારે આવી અને અમને યુધ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ વાહન વ્યવહાર, રહેવાની અને જમવાની સુવિધા મળી હતી. ઈરાનથી ચેન્નાઈ એરપોર્ટ પર આગમન થતા કેન્દ્રિય વાણિજ્ય મંત્રીશ્રી પિયુષ ગોયલે ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું.

You Might Also Like

ઈ-રિક્ષા ચાલકના બેંક ખાતામાં 7 અબજ રૂપિયા! તેમને આટલા અમીર કોણે બનાવ્યા, આજે CBI શોધી કાઢશે

ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના નવા અધ્યક્ષ કોણ બનશે? હેમાંગ જોશી, ગૌરવ ગૌતમ કે શક્તિ સિંહ

પત્નીએ હાથ પકડ્યા અને પતિએ દુપટ્ટા વડે તેનું ગળું દબાવ્યું… નહાવાનો વીડિયો અને બ્લેકમેઈલિંગ અંગે લોહિયાળ રમત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ, 3 બાળકોના મોત, 7 પોઝિટિવ, ગાઈડલાઈન જારી

આખા શરીરમાં ઇન્ફેક્શન, સોજા આવી ગયા… હોસ્પિટલએ મહિલાને ગ્લુકોઝની એક્સપાયર બોટલ ચઢાવી દીધી

#hotlinenewsGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
મહાકુંભની ‘વાયરલ ગર્લ’ મોનાલિસા સગીર હોવાનું બહાર આવ્યું; પતિ ફરમાન વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ
Hotline News Hotline News April 10, 2026
માત્ર નવ દિવસમાં બ્લડ કેન્સરનો ઈલાજ
Anderson-Tendulkar Trophy: ‘પટૌડી નામ ઐતિહાસિક છે’… કપિલ દેવે આવું શા માટે કહ્યું?
Sourav Gangulyની કાર દુર્ગાપુર એક્સપ્રેસ વે પર અકસ્માત : આબાદ બચાવ
મહાકુંભ બાદ કાશીમાં ભક્તોનો મહાસાગર : 5 ફેબ્રુઆરી સુધી ગંગા આરતીમાં ભક્તો પર પ્રતિબંધ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

પ્રેમી યુગલ ભાગી જવા પર હોબાળો, ઘરમાં તોડફોડ કરીને યુવકની માતાએ કરી આત્મહત્યા

Hotline News Hotline News July 15, 2026
Top Newsઅમદાવાદગુજરાત

ચોકલેટ રેપરમાં લપેટીને ડ્રગ્સનું વેચાણ, અમદાવાદ શહેર પોલીસે સર્વેલન્સ બાદ મહિલાની ધરપકડ કરી

Hotline News Hotline News July 15, 2026
Top Newsગુજરાત

ગુજરાતના કપાસના ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹ 14,000ની સહાય મળશે, અહીં અરજી કરો

Hotline News Hotline News July 15, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?