By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: કેન્દ્રીય બજેટ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > કેન્દ્રીય બજેટ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા
Top Newsગુજરાત

કેન્દ્રીય બજેટ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા

ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે.

Hotline News
Last updated: February 3, 2026 11:54 AM
Hotline News - Editor Published February 3, 2026
SHARE
  • વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સામાન્ય લોકોને પ્રાધાન્ય આપ્યું છે. તેમના નેતૃત્વમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું આ બજેટ છે.
  • નાણાંમંત્રી શ્રીમતિ નિર્મલા સિતારામનજીને સતત નવમી વાર બજેટ રજૂ કરવા માટે અભિનંદન પાઠવું છું.
  • કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું આ બજેટ ત્રણ કર્તવ્યો પર ઝોંક આપતું બજેટ છે.
  • તેમાં ગ્યાન એટલે કે ‘ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ’ તથા દિવ્યાંગજનના પીલર્સ મજબૂત થશે.
  • આ ત્રણ કર્તવ્યોમાં સમાજના બધાં જ ક્ષેત્રોને અને દરેક વર્ગને “સૌના સાથ, સૌના વિકાસના” મંત્રથી આવરી લેવાનો ખૂબ જ સરાહનીય અભિગમ રાખવામાં આવ્યો છે.
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કટીંગ એજ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર્સ જેવા ક્ષેત્રો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે.
  • એમ.એસ.એમ.ઇ. પર ભાર મૂકવામાં આવ્યો છે તેનાંથી લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને મોટો ફાયદો થશે.
  • મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રોમાં ઉદ્યોગોને જે પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યાં છે તે પણ ગુજરાતના મેન્યુફેક્ચરીંગ સેક્ટરને બૂસ્ટ અપ કરશે.
  • પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીના ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરથી રાજ્યના વ્યાપાર-ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ઝડપી લોજિસ્ટીક્સ સેવાઓ મળતી થશે.
  • ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે.
  • ત્રણ કેમિકલ પાર્ક્સની જાહેરાત તથા બાયોફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે 10 હજાર કરોડની જે જાહેરાત થઈ છે તેનો પણ લાભ ગુજરાતના આ ક્ષેત્રના ઉદ્યોગોને મળશે.
  • ગુજરાત દેશમાં મ્યુનિસીપલ બોન્ડ ઇશ્યૂમાં અગ્રેસર રહ્યું છે
  • આ બજેટમાં મ્યુનિસીપલ બોન્ડ માટે જે પ્રોત્સાહન જાહેર થયાં છે તેનો લાભ ગુજરાતની મ્યુનિસીપાલીટીઝને પણ મળશે.
  • 5 લાખથી વધુ વસ્તી વાળા ટીયર-ટુ અને ટીયર-થ્રી શહેરોને સિટી ઇકોનોમિક રિજીયોન બનાવવાની જાહેરાતથી રાજ્યના નાના શહેરોનો સુગ્રથિત વિકાસ વેગવંતો બનશે.
  • જામનગરનાં ગ્લોબલ ટ્રેડીશનલ મેડિસીન સેન્ટરને અપગ્રેડ કરવાની જાહેરાતથી પરંપરાગત ઔષધિઓના સંશોધનનો વ્યાપ વિશ્વભરમાં થશે.
  • લોથલ અને ધોળાવીરાનો દેશની 15 પુરાતત્વીય વિરાસત ક્લસ્ટર ટુરીઝમ ડેવલોપમેન્ટમાં સમાવેશ થયો છે તેનાંથી પ્રવાસન દ્વારા ગુજરાતમાં ‘વિરાસત ભી, વિકાસ ભી’નો અભિગમ સાકાર થશે.
  • દેશમાં 20 આઇકોનિક પ્રવાસન સ્થળો માટે 10 હજાર ટુરીસ્ટ ગાઇડ તૈયાર કરવાની યોજનાથી ગુજરાતના આઇકોનિક ટુરિસ્ટ પ્લેસીઝમાં સ્થાનિક રોજગારીની તકો વધશે.
  • કૃષિ, પશુપાલન-મત્સ્યોદ્યોગ, સ્વસહાય જૂથો, ગ્રામીણ અર્થતંત્ર, સૌના વિકાસને પ્રાધાન્ય અપાયું છે.
  • વડાપ્રધાનશ્રીએ હંમેશા કરદાતાઓનું સન્માન કર્યું છે અને તેમને દેશના વિકાસના ચાલક બળ ગણાવ્યાં છે.
  • આ બજેટમાં પણ કરદાતાઓનાં સન્માનનો ખ્યાલ રાખીને પ્રામાણિકતાઅ વધે તે દિશામાં કરવેરા ભરવામાં રહેલી ક્ષતિને ગુનો નહીં પરંતુ ભૂલ ગણીને સજાના બદલે દંડની જોગવાઈ કરી છે.

સમગ્રતયા આ બજેટ સર્વસમાવેશી, સર્વ સ્પર્શીય અને સામાન્યમાં સામાન્ય માનવી સહિત સૌના સર્વગ્રાહિ વિકાસ, કલ્યાણ તથા વિકસિત અને આત્મનિર્ભર ભારત માટેના તેમના યોગદાનને વધુ પ્રેરણા આપતું બજેટ છે.

You Might Also Like

ઈ-રિક્ષા ચાલકના બેંક ખાતામાં 7 અબજ રૂપિયા! તેમને આટલા અમીર કોણે બનાવ્યા, આજે CBI શોધી કાઢશે

ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચાના નવા અધ્યક્ષ કોણ બનશે? હેમાંગ જોશી, ગૌરવ ગૌતમ કે શક્તિ સિંહ

પત્નીએ હાથ પકડ્યા અને પતિએ દુપટ્ટા વડે તેનું ગળું દબાવ્યું… નહાવાનો વીડિયો અને બ્લેકમેઈલિંગ અંગે લોહિયાળ રમત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ, 3 બાળકોના મોત, 7 પોઝિટિવ, ગાઈડલાઈન જારી

આખા શરીરમાં ઇન્ફેક્શન, સોજા આવી ગયા… હોસ્પિટલએ મહિલાને ગ્લુકોઝની એક્સપાયર બોટલ ચઢાવી દીધી

#Gujarathotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top News
મમતા બેનર્જી વિરુદ્ધ બળવો કરનાર TMC સાંસદ યુસુફ પઠાણના કબજામાં આવેલ પ્લોટની ગુજરાતમાં થશે હરાજી
Hotline News Hotline News June 22, 2026
સૂંઘતાં જ સ્નિફર ડોગ સતર્ક થઈ ગયો… ટ્રોલી બેગમાંથી ₹ 10 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું
અમદાવાદમાં બિલ્ડરની હત્યા, હત્યારા મર્સિડીઝના ડીકીમાં લાશ છુપાવીને ફરાર
હવે એપલ નોઇડામાં 300 એકરનો ઉત્પાદન પ્લાન્ટ સ્થાપશે
પત્ની અને પુત્રએ ઘડ્યું હતું હત્યાનું કાવતરું, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલ્યું રહસ્ય
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગુજરાત

પ્રેમી યુગલ ભાગી જવા પર હોબાળો, ઘરમાં તોડફોડ કરીને યુવકની માતાએ કરી આત્મહત્યા

Hotline News Hotline News July 15, 2026
Top Newsઅમદાવાદગુજરાત

ચોકલેટ રેપરમાં લપેટીને ડ્રગ્સનું વેચાણ, અમદાવાદ શહેર પોલીસે સર્વેલન્સ બાદ મહિલાની ધરપકડ કરી

Hotline News Hotline News July 15, 2026
Top Newsગુજરાત

ગુજરાતના કપાસના ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹ 14,000ની સહાય મળશે, અહીં અરજી કરો

Hotline News Hotline News July 15, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?