- સ્નાતકો અને અનુસ્નાતકોને ઉદ્યોગોમાં નોકરી કરી શકે તેવા કૌશલ્યોથી સજ્જ કરવા માટે ચાર મહિનાનો સઘન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે
- યુનિવર્સિટીના વ્યાપક ઉદ્યોગ નેટવર્ક દ્વારા પ્લેસમેન્ટ સપોર્ટ પૂરો પાડવામાં આવે છે
મુંબઈ: ધારાવીકરના યુવક-યુવતીઓ કારકિર્દીલાયક કૌશલ્યથી સશક્ત બનાવવાના વ્યૂહાત્મક પગલાની દિશામાં સિમ્બાયોસિસ ઓપન એજ્યુકેશન સોસાયટીએ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ – નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (NMDPL)ની સાથે SPV બનાવીને કૌશલ્ય અને સશક્તિકરણ ટીમ સાથે બિન-લાભકારી ભાગીદારી કરી છે.

સિમ્બાયોસિસ સ્કિલ્સ એન્ડ પ્રોફેશનલ યુનિવર્સિટી (SSPU) ભારતની પ્રથમ કૌશલ્ય-કેન્દ્રિત યુનિવર્સિટી છે. તેણે ધારાવીમાં તમામ સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે ચાર મહિનાનો સઘન અપસ્કિલિંગ કાર્યક્રમ શરૂ કર્યો છે. અભ્યાસક્રમ BFSI, રિટેલ, લોજિસ્ટિક્સ, આરોગ્યસંભાળ, કન્સલ્ટિંગ અને ઉત્પાદન જેવા ઉચ્ચ-માગવાળા ક્ષેત્રોમાં ફેલાયેલો છે, જે નાણાકીય વિશ્લેષક, વ્યવસાય વિશ્લેષક, HR એક્ઝિક્યુટિવ અને લોજિસ્ટિક્સ કોઓર્ડિનેટર જેવી ભૂમિકાઓમાં પ્રમાણપત્ર આધારિત તાલીમ પ્રદાન કરે છે. સિમ્બાયોસિસ અને NMDPL વચ્ચે આ વર્ષે મે મહિનામાં MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમની વિશેષતાએ તેનું મજબૂત ઉદ્યોગ સંકલન છે. ગેસ્ટ લેક્ચર્સ અને લાઇવ કેસ સ્ટડીઝથી લઈને રિઝ્યુમ-બિલ્ડિંગ વર્કશોપ અને મોક ઇન્ટરવ્યુ સુધી, સહભાગીઓ સીધા કોર્પોરેટ ઇનપુટ્સ સાથે રચાયેલા સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અનુભવમાંથી પસાર થાય છે. સિમ્બાયોસિસના બિઝનેસ ઓપરેશન્સ ડિરેક્ટર શ્રી રાજેશ ખન્નાએ જણાવ્યું હતું કે, “NMDPL સાથેની અમારી ભાગીદારી ધારાવીના લોકોને સશક્ત બનાવવા તરફ એક મૂળભૂત અને દિશાસૂચક પગલું છે. તેમને ઉદ્યોગ-સંબંધિત સ્કિલથી સજ્જ કરીને, અમે તેમની કારકિર્દીની પ્રગતિ અને આર્થિક સ્વ-નિર્ભરતા માટે નવા માર્ગો ખોલવાનું લક્ષ્ય રાખીએ છીએ.”
આ પહેલ પહેલાથી જ નક્કર અસર કરવાનું શરૂ કરી ચૂકી છે. NMDPLના ધારાવી રિસોર્સ સેન્ટર ખાતે હાલમાં ફાઇનાન્શિયલ એનાલિસ્ટ કોર્સની બે બેચ ચાલી રહી છે, જેમાં કુલ 46 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. નોંધપાત્ર રીતે, 60% થી વધુ સહભાગીઓ મહિલાઓ છે, જે મહિલા ભાગીદારી અને સમાવેશકતાને પ્રોત્સાહન આપવાના સભાન પ્રયાસને પ્રતિબિંબિત કરે છે.
સહભાગીઓએ નોંધપાત્ર શીખવાના લાભો નોંધાવ્યા છે. “મેં પૈસાના સમય મૂલ્ય અને ભવિષ્ય મૂલ્યની ગણતરીઓમાં મૂલ્યવાન આંતરદૃષ્ટિ મેળવી છે. હવે આ બધું વાસ્તવિક લાગવા લાગ્યું છે,” તેમ ધારાવીના તાલીમાર્થી અયાન સિદ્દીકીએ જણાવ્યું હતું. સાયલી ઘોક્ષે અને દિયા વાડેકર જેવા અન્ય લોકોએ નાણાકીય સેવાઓમાં કારકિર્દી માટે પાયાના તત્વો ઇન્સ્યુરન્સ અને પ્રેઝન્ટેશન સ્કિલ પરના સત્રો અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
સિમ્બાયોસિસ માત્ર એક અદ્યતન અને વ્યવસાયલાયક અભ્યાસક્રમ જ નહીં પરંતુ ભૌતિક માળખાગત સુવિધા પણ લાવે છે, જેમાં લર્નિંગ લેબ અને અનુભવી ટ્રેનરોની ઉપલબ્ધિનો સમાવેશ થાય છે. આવા એક નિષ્ણાત હાલમાં ધારાવીમાં સત્રોનું સંચાલન કરી રહ્યા છે, જેમાં યુનિવર્સિટીના વ્યાપક ઉદ્યોગ નેટવર્ક દ્વારા પ્લેસમેન્ટ સપોર્ટ પણ કરવામાં આવી રહ્યો છે.
NMDPL, તેના ભાગરૂપે, ગ્રાઉન્ડ-લેવલ એક્ઝિક્યુશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, તેના ધારાવી રિસોર્સ સેન્ટર દ્વારા ઓપરેશનલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ પૂરો પાડવામાં આવી રહ્યો છે. “આ ફક્ત એક વખતનો કાર્યક્રમ નથી. તે સિમ્બાયોસિસના GCC એમ્પ્લોયબિલિટી એન્ડ સ્કિલિંગ પ્રોગ્રામ (G.E.S.P.) હેઠળના વ્યાપક વિઝનનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ ધારાવી જેવા વિસ્તારોના ઉમેદવારોને ટોચના સ્તરના MNCsના ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સમાં ભૂમિકાઓ સુરક્ષિત કરવામાં મદદ કરવાનો છે,” NMDPL પ્રવક્તાએ જણાવ્યું હતું.
ભવિષ્યની યોજનાઓમાં ગ્લોબલ બેન્કિંગ અને બિઝનેસ એનાલિસ્ટ ટ્રેક્સનો સમાવેશ કરીને કાર્યક્રમનો વિસ્તાર કરવાની બાબતનો સમાવેશ થાય છે, જેમાં સતત પરિણામો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. નિરંતર મોનીટરીંગ અને મૂલ્યાંકન નિર્ધારિત કી પર્ફોર્મન્સ ઈન્ડિકેટર્સ (KPIs)ના આધારે કરવામાં આવશે.જેમાં 85% કોર્ષ પૂર્ણતા, ત્રણ મહિનાની અંદર 70% પ્લેસમેન્ટ, 75% હાજરી અને ઓછામાં ઓછું 60% મહિલાઓની સક્રિય ભાગીદારીનો સમાવેશ છે.
શૈક્ષણિક શ્રેષ્ઠતા, કોર્પોરેટ સુસંગતતા અને સમુદાય સુધી પહોંચના સમન્વય સાથે, સિમ્બાયોસિસ-NMDPL ભાગીદારી ભારતના શહેરી માટે એક અનુપમ અને પરિણામલક્ષી કૌશલ્ય વિકાસ મોડેલ તરીકે ઉભરી રહ્યું છે.
About NMDPL:
Navbharat Mega Developers Private Limited (NMDPL) is a Special Purpose Vehicle formed as a joint venture between the Government of Maharashtra and the Adani Group. It is NMDPL’s endeavor to transform and upgrade the lives of Dharavikars by providing them modern housing and preserving their inherent entrepreneurial spirit. This human-centric transformation is about rebuilding spaces and reinventing the very essence of community living, dovetailing state-of-the-art imperatives of transportation connectivity, electricity, water, and internet while enabling a hygienic environment with civic amenities, all benchmarked with the best in class.
For more information, please contact:
Bivabasu Kumar: [email protected] | NMDPL
Parikshit Joshi: [email protected] | NMDPL
Pankaj Mudholkar: [email protected] | Aakriti Promotions and Media Limited


