By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: બનાસકાંઠાના સરહદી ૧૨૨ ગામો સાયરન સિસ્ટમથી સજ્જ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > બનાસકાંઠાના સરહદી ૧૨૨ ગામો સાયરન સિસ્ટમથી સજ્જ
Top Newsગુજરાત

બનાસકાંઠાના સરહદી ૧૨૨ ગામો સાયરન સિસ્ટમથી સજ્જ

સરહદી ગામોની સુરક્ષા માટે સાયરન સિસ્ટમ મહત્વપૂર્ણ પગલું : સરહદી વાવ-સુઈગામ તાલુકાના તમામ ગામો ને આવરી લેવાયા : સાયરન ની રેન્જ સાડા ત્રણ કિલોમીટરની છે.

Hotline News
Last updated: May 21, 2025 5:37 PM
Hotline News - Editor Published May 21, 2025
SHARE

ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા બનાસકાંઠા જિલ્લા ના ગામોમાં સુરક્ષા વધુ સુનિશ્ચિત કરાઈ છે. સરકારે સરહદી વિસ્તારના નાગરિકોની સલામતી માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ છે. રાજ્ય સરકારના નિર્દેશોના પગલે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરહદી ગામોમાં આધુનિક સાયરન એલર્ટ સિસ્ટમ સ્થાપિત કરાઈ છે, જેનાથી ગામ લોકોની સુરક્ષા વધુ મજબૂત બની છે.

બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલએ જણાવ્યા મુજબ “તાજેતરની પરિસ્થિતિઓને ધ્યાને લઈને વાવ અને સુઈગામ તાલુકાના આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા ગામડાઓમાં સિવિલ ડિફેન્સ સાયરન સિસ્ટમ લગાવામાં આવી હતી. આ સાયરન સાડા ત્રણ કિલોમીટરની રેન્જ ધરાવે છે. શરૂઆતમાં વાવ – સૂઇગામના સરહદી વિસ્તાર ધરાવતા ૨૨ ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ હતી. જ્યારે હવે વાવ – સુઈગામના તમામ ૧૨૨ ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ છે. વાવના ૪૩ જ્યારે સુઈગામના ૭૯ ગામોમાં ગ્રામ પંચાયત, ડેરી, શાળા વગેરે સ્થળોએ સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ છે. કોઈપણ પરિસ્થિત ઊભી થાય તો આગમચેતીના ભાગરૂપે જિલ્લાના પોલીસ સ્ટેશન ખાતે પણ સાયરનની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ સાથે તમામ તાલુકાઓના હેડક્વાર્ટર ખાતે આઠ કિલોમીટરની રેન્જ ધરાવતા સાયરન લગાવવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકોને અગાઉથી ચેતવણી આપવા માટે સાયરન ઇન્સ્ટોલ કરાયા છે.”

સુઈગામ પ્રાંત અધિકારી ડૉ.અરવિંદ કુમાર પ્રજાપતિ ના  જણાવ્યા મુજબ “સરહદી વિસ્તારમાં સાયરન સિસ્ટમ અગત્યનો ભાગ ભજવે છે. વાવ સુઈગામ વિસ્તારના તમામ ગામોમાં સાયરન સિસ્ટમ લગાવતા હવે નાગરિકોની સુરક્ષા વધુ મજબૂત કરી શકાઈ છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ સાયરન માટે મોક ડ્રીલ અને તાલીમનું પણ આયોજન કરાયું હતું. તાત્કાલિક નાગરિક પ્રતિભાવ માટે સાયરન સિસ્ટમ અગત્યનો ભાગ ભજવે છે. સરહદી વિસ્તારના લોકો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વેલ ટ્રેઈન બન્યા છે.”

ઉલ્લેખનીય છે કે, આ સિસ્ટમ થકી કોઈપણ આપત્તિ કે અચાનક હુમલાની સ્થિતિમાં તરત જ ગામ લોકોને એલર્ટ કરી શકાય છે. સાયરનના અવાજથી લોકો તરત જ સલામત સ્થળે પહોંચવાનું શરૂ કરી શકે છે, જે તેમનું જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

સાયરન વાગતા જ અમે સાવચેત થઈ જઈએ છીએ

મારું ગામ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલું ગામ છે. અમારા ગામમાં સાયરન સિસ્ટમ લગાવામાં આવી છે. જ્યારે પણ સાયરન વાગે ત્યારે અમે સાવચેત થઈ જઈએ છીએ તથા ગામની વીજળીની લાઇટ બંધ કરીએ છીએ.

ગૌસ્વામી ગૌતમપુરી, દુધાસણ

અફવાઓ ફેલાતા અમે લોકો ડરતા હતા

દુધાસણ ગામના ઠાકોર રક્ષીસભાઈ જણાવે છે કે, પાકિસ્તાન સરહદે આવેલા અમારા ગામમાં અફવાઓ ફેલાતી હતી તેનાથી અમે લોકો ડરતા હતા પરંતુ સરકારએ અમારા ગામમાં સાયરન સિસ્ટમ લગાવી છે જેનાથી અમોને વધુ સુરક્ષાઓ પ્રદાન થઈ છે.

ઠાકોરરક્ષીસભાઈ, દુધાસણ

સાયરન સિસ્ટમ લગાવતા હવે તુરંત સલામત સ્થળે પહોંચીશું

તાજેતરમાં તંગદિલી પરિસ્થિતિમાં સોશિયલ મીડિયામાં ચાલતી વિવિધ અફવાઓથી અમે ડરતા હતા પરંતુ રાજ્ય સરકારે અમારી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગામમાં સાયરન સિસ્ટમ લગાવી છે. હવે અમે સુરક્ષિત સ્થળોએ તત્કાલિક પહોંચી શકીશું. – જગદીશભાઈ, બોરુ.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenewsGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Saif Ali Khan ભયમુક્ત : શરીરમાંથી 2.5 ઇંચનો તીક્ષ્ણ ટુકડો કાઢવામાં આવ્યો
Hotline News Hotline News January 16, 2025
સલમાન અને તેનો પરિવાર બાબા સિદ્દીકીની ખૂબ નજીક હતો
કપિલ શર્માના ‘કેપ્સ કેફે’ પર ફાયરિંગથી હંગામો, કોમેડિયન આઘાતમાં
કેન્દ્રીય બજેટ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા
લોકોને છેતરવા માધ્યમ બનતી કેટલીક સામગ્રીઓ હટાવવા DOTનો સોશ્યલ મીડિયાને આદેશ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?