વેસ્ટર્ન ડીર્સ્ટબન્સના પ્રભાવ હેઠળ અપર એર સાયકલોનીક સરકયુલેશન જેવા પરિબળોથી અસરે ગુજરાતભરમાં હવામાન પલટા સાથે તોફાની પવન-આંધી સાથે સતત બીજા દિવસે વરસાદી માહોલ સર્જાયેલ રહ્યો હતો.
રાજયનાં 168 તાલુકામાં ઝાપટાથી માંડીને દોઢ ઈંચ સુધી વરસાદ થયો હતો આંધી-મીની વાવાઝોડાને કારણે હોર્ડીંગ ઝાડ પડવા જેવા અનેકવિધ ઘટનાક્રમો વચ્ચે 14 લોકોનાં મોત નીપજયા હતા.
ગુજરાતનાં લગભગ તમામ ભાગોમાં હવામાન પલટો રહ્યો હતો. મીની વાવાઝોડા જેવા પવન તથા ઠેકઠેકાણે ગાજવીજ અને વીજળીનાં કડાકા ભડાકાએ લોકોને ધ્રુજાવી દીધા હતા. ઝાડ-હોર્ડીંગ પડવાના તથા વિજ કરંટ લાગવા જેવી દુઘર્ટનાઓમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા. મોડી રાત્રે વિજળીના કડાકા તથા ગાજવીજથી ડરામણો માહોલ સર્જાયો હતો.
રાજયના ખેડા જીલ્લાનાં કપડવંજમાં સૌથી વધુ 40 મીમી વરસાદ હતો. ગાંધીનગર, ભાવનગર, મહેસાણા, વડોદરા, તાપી, મહીસાગર સુરેન્દ્રનગર, આણંદ, સુરત, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, બોટાદ, વડોદરા, રાજકોટ, મોરબી, ભરૂચ, કચ્છ, પંચમહાલ, નવસારી, દેવભુમિ દ્વારકા, તાપી, પાટણ, ગંગા, છોટા ઉદેપુર, મહીસાગર, જામનગર સહીત તમામ જીલ્લાનાં 168 તાલુકામાં હળવો ભારે વરસાદ નોંધાયો હતો.
આંધી-તોફાન વરસાદને કારણે અમદાવાદ મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર પણ થોડો વખત પ્રભાવીત થયો હતો. તોફાની પવન અને વરસાદમાં ધોળકા હાઈવે ઉપર રિક્ષા પર હોર્ડિઝ પડતા ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે વડોદરામાં રિક્ષા ચાલક પર વીજ તાર પડતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે એકને ગંભીર ઈજા થઈ હતી.
અરવલ્લી જિલ્લાના ભિલોડાના બ ધંધાસણ ગામે વીજળી પડતા બે લોકોના મોત નિપજ્યા હતા. પંચાયતની બાજુમાં ઉભેલા બે યુવકો પર વીજળી પડતા બંનેના મોત નિપજ્યા હતા. બંને યુવકોના મૃતદેહ પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. શહેરના માંજલપુરના વતની અને સોમા તળાવ વિસ્તારમાં રિક્ષા પર હોર્ડિંગ પડતા 53 વર્ષીય ગિરીશ કુમાર ચૌરેનું મોત નીપજ્યું છે તેઓ માંજલપુરના વતની છે.
બીજા બનાવમાં 25 વર્ષીય પરબતભાઈ ડાંગરનું કરંટ લાગતા મોત, તેઓ ને કીર્તિસ્થંભ લાલબાગ પાસે બાદમાં હાથ પર કરંટ લાગતા મોત નીપજ્યું છે તેઓ મૂળ જામનગરના વતની છે. આ સાથે ત્રીજા બનાવમાં શહેરના સુભાનપુરા વિસ્તારમાં વીજ વાયર પડતા જીતેશ મોરે નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે.
વડોદરા શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો જેના કારણે અમુક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અનેક વિસ્તારોમાં વીજ વાયરો તૂટી પડ્યા હતા. વાવાઝોડામાં એક વ્યક્તિનું વાજ કરંટ લાગતા મોત નિપજ્યું હતું. ઉપરાંત એક પશુનું પણ મોત નિપજ્યું હતું. મળેલી માહિતી પ્રમાણે શહેરના સુભાનપુરા અરુણાચલ રોડ પર આવેલા સહયોગ મેડિકલ સેન્ટર પાસે વીજ વાયર નીચે પડતા એક વ્યક્તિને કંટ લાગતા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક પશુનુ પણ કેરટ લાગતા મોત નિપજ્યું હતું.
વલસાડ તાલુકામાં મોડી સાંજે હવામાનમાં પલટો આવ્યો, વલસાડમાં વરસાદ પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અમદાવાદમાં ગાજવીજ અને વીજળીના ચમારા સાથે વરસાદ શરૂ થયો છે. શહેરના ચાંદખેડા, જગતપુર, ન્યુ રાણીપ, ગોતા, એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો હતો. બોપલ, શેલા, ઘુમા વિસ્તારમાં વીજળી ગૂલ થઈ હતી. અરવલ્લીના બાયડમાં આજે સર્વજ્ઞાતિના 108 યુગલોના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું.
દરમિયાન વિધિ સમયે જ વાવાઝોડા જેવો પવન ફૂંકાતા મંડપો ઉડ્યા હતા. જેના કારણએ વરવધુ સહિતના લોકોનમાં નાસભાગ મચી હતી. ભાર પવન ફૂંકાવાના કારણે મુખ્યમંત્રી પણ બાયડથી ગાંધીનગર જવા રવાના થયા હતા. દરમિયાન અમદાવાદ ધોળકા હાઇવે ઉપર ભારે પવનના કારણે હોડીંગ રીક્ષા ઉપર પડતા રીક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
વડોદરાના સાવલીમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. જેના કારણે વાહનચાલકો પરેશાન થયા હતા. પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થવાની ફરિયાદો ઉઠી હતી. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા, બાલાસિનોર, વિરપુરમાં વરસાદ નોંધાયો હતો. ગોધરા શહેર મા હાઇવે માર્ગ ઉપર વાવાઝોડના મારે પ પવનના લીધે વાહન ચાલકોને પોતાના વાહનો રસ્તા ઉપર રોકી દેવાની ફરજ પડી હતી.
વડોદરામાં ભારે પવનના કારણે નંદેસરી વિસ્તારમાં ભારે પવનના કારણે હાઈ ટેન્શન વીજ લાઈનનું ટાવર નમી પડયું હતું. ચામુંડા નગર તરફનો મેઈન રોડ બંધ કરવામાં આવ્યો હતો. ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં પવનના કારણે છાપરું ઉડી ગયું હતું.