જોખમી લિંક્સ અને OTP વડે લોકોની છેતરપિંડી બાદ હવે વોટ્સઍપ પર એક નવા પ્રકારનો સ્કૅમ શરૂ થયું છે. આ નવા સ્કૅમમાં માત્ર એક તસવીર મોકલીને મોબાઈલનો એક્સેસ મેળવવામાં આવી રહ્યો છે. .
WHATSAPP પર નેવી છેતરપિંડી શું છે?
આ નવી છેતરપિંડીમાં WhatsApp પર તસવીરો મોકલવામાં આવે છે. આ તસવીરોમાં યુઝર્સની બૅન્કિંગ માહિતી, પાસવર્ડ્સ, OTP, UPI ડેટા ચોરી કરવા સક્ષમ માલવેર હોય છે અને મોબાઇલને હૅક કરી શકે છે.
શોધવામાં કેમ મુશ્કેલી પડે છે?
બાકીના બધા સ્કૅમથી જુદા, આ પ્રક્રિયામાં હૅકર્સને લિંક્સ અથવા વ્યક્તિગત માહિતીની જરૂર નથી પડતી. ફક્ત યુઝર તસવીરો ડાઉનલોડ કરી લે અને બસ તમારા ડીવાઇઝ સાથે ચેડા થઈ શકે છે, જે એપ્લિકેશન્સ અને ખાનગી ડેટામાં માલવેર ઍક્સેસ આપી શકે છે.
કૌભાંડ કેવી રીતે થાય છે?
આ કૌભાંડમાં તસવીરોમાં માલવેર છુપાવવા માટે LSB સ્ટેગનોગ્રાફીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે તે તસવીર ઓપન થાય ત્યારે માલવેર OTP અથવા કોઈ ર્વોનિંગ કર્યા વિના ઘણીવાર ઍક્ટિવ થાય છે.
સ્કૅમથી બચવા માટે શું કરવું?
સુરક્ષિત રહેવા માટે, અજાણ્યા ડાઉનલોડ્સ કે લિંક્સ પર ક્લિક કરવાનું ટાળો, WhatsApp ઓટો-ડાઉનલોડ્સ બંધ કરો, કોલર આઈડી ઍપ્સનો ઉપયોગ કરો, એન્ટીવાયરસ ઇન્સ્ટૉલ કરો, તમારા ડિવાઇસને અપડેટ રાખો અને શંકાસ્પદ નંબરોને બ્લૉક કે રિપોર્ટ કરો.
જો તમને ટાર્ગેટ કરવામાં આવે તો શું કરવું? જો તમે આનો શિકાર બન્યા છો તો સાયબર ક્રાઈમ પોર્ટલ cybercrime .gov.in પર રિપોર્ટ કરો. જેમ જેમ WhatsAppનો ઉપયોગ વધતો જાય છે, આવા કૌભાંડો આપણને સાવધ રહેવાનું યાદ અપાવે છે. કોઈપણ તસવીર ડાઉનલોડ કરવી તેમને ડેટા કરતાં વધુ મોંઘી પડી શકે છે અને તમારી શાંતિનો નાશ કરી શકે છે.