મુંબઈનાં બોમ્બ વિસ્ફોટના કાવતરાખોર મેમણની 14 મિલ્કતો કેન્દ્રને સોંપવા વિશેષ અદાલતે આદેશ આપ્યો છે.
મુંબઈમાં 12મી માર્ચ 1993માં બોમ્બ બ્લાસ્ટ થયા હતા. બોમ્બે બ્લાસ્ટ કાવતરામાં ટાઈગર મેનની સંપતિ હાલમાં બોમ્બે હાઈકોર્ટના રીસીવર પાસ છે જેને ટાડા એકટ હેઠળ 1994માં કોર્ટે જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો.
સ્પે.કોર્ટના આદેશ બાદ ટાઈગર મેમનની બાંદ્રા કુર્લા, મોહમદઅલી રોડ સહિત કુલ 14 સંપતિઓ કેન્દ્રને સોંપપવા સ્પે.કોર્ટના આદેશની કાર્યવાહી હાથ ધરાશે.