By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: શહેરી ગુજરાતીઓ પ્રોસેસ્ડ ફૂડ અને ઠંડા પીણાં પર 13.6 ટકા ખર્ચ કરે છે
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > શહેરી ગુજરાતીઓ પ્રોસેસ્ડ ફૂડ અને ઠંડા પીણાં પર 13.6 ટકા ખર્ચ કરે છે
Top Newsગુજરાત

શહેરી ગુજરાતીઓ પ્રોસેસ્ડ ફૂડ અને ઠંડા પીણાં પર 13.6 ટકા ખર્ચ કરે છે

દેશભરમાં ગુજરાતીઓનો આવો સૌથી વધુ ખર્ચ : દૂધ પર 9.2 ટકા અને અનાજ - કઠોળ પર માત્ર 5.3 ટકા : કેન્દ્ર સરકારના અહેવાલમાં ચોંકાવનારા તારણો

Hotline News
Last updated: March 18, 2025 12:35 PM
Hotline News - Editor Published March 18, 2025
SHARE

ગુજરાતીઓનો ખોરાક પ્રત્યેનો પ્રેમ તો જગજાહેર છે. તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલાં ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વેક્ષણે બિનઆરોગ્યપ્રદ ખોરાક પ્રત્યેનો ગુજરાતીઓનાં પ્રેમની પૃષ્ટિ કરી છે.

એવું જાણવા મળ્યું છે કે, શહેરી ગુજરાતીઓ તેમનાં કુલ માસિક ખર્ચનાં 13.6 ટકા પ્રોસેસ્ડ ફૂડ અને પીણાં પાછળ ખર્ચી રહ્યાં છે. આમાં તે બધાં ખોરાક અને પીણાં શામેલ છે જે ઘરનો ખોરાક નથી. શહેરી ગુજરાતીઓનો દૂધ પરનો ખર્ચ 9.2% અને અનાજ-કઠોળનો સંયુક્ત ખર્ચ 5.3% છે

કેન્દ્રીય મંત્રાલય એમઓએસપીઆઈ દ્વારા નાણાકીય વર્ષ 2023-24 માટેનાં સર્વે અનુસાર ભારતનાં મુખ્ય રાજ્યો જેવાં કે પંજાબ (13 ટકા), કર્ણાટક (12.5 ટકા) અને દિલ્હી (12 ટકા) ગુજરાતનાં 13.6 ટકા કરતાં ઓછો ખર્ચ કરે છે જયારે ત્રણ નાના રાજ્યો ગોવા (17 ટકા), આસામ ( 15.6 ટકા) અને અરુણાચલ પ્રદેશ (15.2 ટકા) ગુજરાત કરતાં વધુ ખર્ચ કરે છે. 

ગુજરાતનો હિસ્સો રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે 
આ કેટેગરી પર ખર્ચ કરવામાં ગુજરાતનો હિસ્સો રાષ્ટ્રીય સરેરાશ 11 ટકા કરતાં વધારે હતો. આ જ સર્વેનાં 2022-23 ના 10.9 ટકાની સરખામણીએ 2.7 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. સર્વેક્ષણ અનુસાર, બે રાઉન્ડની વચ્ચે રાષ્ટ્રીય વધારો 0.5 ટકાનો થયો હતો જે 2.7 ટકા કરતાં નોંધપાત્ર રીતે ઓછો હતો. 

નિષ્ણાતો રાજ્યમાં પ્રોસેસ્ડ ફુડ અને પીણાં વપરાશના સતત વધારા સાથે સંમત થયાં હતાં. ફેડરેશન ઓફ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન્સ ઓફ ઇન્ડિયાના સેક્રેટરી ડો.પ્રજ્ઞેશ વચ્છરાજાનીએ જણાવ્યું હતું કે, ઝડપી ફૂડ ડિલિવરી સેવાઓના આગમનથી આંગળીના ટેરવે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ ઉપલબ્ધ બન્યું છે. 

તેમણે કહ્યું કે, “અમે દર્દીઓને બહારનો ખોરાક ટાળવાની સલાહ આપી રહ્યાં છીએ અને હવે દૈનિક ધોરણે વધુ શાકભાજી, ફળો અને ફાઇબર-સમૃદ્ધ આહારનું સેવન કરવાની સલાહ આપી રહ્યાં છીએ. તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલાં અમદાવાદ ડેક્લેરેશન દ્વારા પ્રકાશિત રીપોર્ટ મુજબ, જંક ફૂડ એ ડાયાબિટીસ અને અન્ય કેટલાક બિનચેપી રોગોનું એક કારણ છે. 

શહેર સ્થિત અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, ઊંચી કાર્યકારી વસ્તી, બહારનાં ખોરાકની સરળ ઉપલબ્ધતા અને બદલાતી જીવનશૈલી જેવાં પરિબળો સામાન્ય રીતે ખાદ્ય વપરાશની પેટર્નમાં પરિવર્તન લાવવામાં ફાળો આપે છે. 

સર્વેક્ષણોના આંકડા સૂચવે છે કે, ભારતભરનાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં બહારનાં ખોરાક અને પીણાં પરનો એકંદર ખર્ચ વધી રહ્યો છે. જોકે તેની સામાજિક-આર્થિક અસરને વધુ અભ્યાસની જરૂર છે, એમ શહેર સ્થિત એક અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું. સર્વેક્ષણના પરિણામોએ એ પણ દર્શાવ્યું હતું કે રાજ્યમાં દૂધ અને દૂધની બનાવટો જેવાં કે પનીર અને ચીઝ પરનાં રાષ્ટ્રીય સરેરાશ ખર્ચ કરતાં વધુ ખર્ચ કરવામાં આવે છે. આ કેટેગરી પરનાં દેશનાં કુલ ખર્ચ 7.2 ટકાની સરેરાશની તુલનામાં, શહેરી ગુજરાતીઓએ તેનાં પર 9.2 ટકા ખર્ચ કર્યો હતો.

You Might Also Like

ધારાવીબસડેપોનાસ્થાનેબેઆધુનિકઅનેબહુમાળીડેપોબનશે

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

#hotlinenewsGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
શા માટે વિલંબ થઈ રહ્યો, ક્યારે થશે કરિશ્મા કપૂરના પૂર્વ પતિના અંતિમ સંસ્કાર?
Hotline News Hotline News June 16, 2025
આયુષ્માન કાર્ડમાં મંજૂરીની રાહ જોયા વિના સિનિયર સિટીઝનને સારવાર આપો
Rahul Dravid બેંગલુરુ ભાગદોડ પર કહ્યું – આ દુર્ભાગ્યપૂર્ણ અને ખૂબ જ દુઃખદ છે
SVPI એરપોર્ટે ગુજરાતના નિકાસ લોજિસ્ટિક્સને વેગ આપવા સંકલિત કાર્ગો ટર્મિનલ સ્થાપ્યું
‘મેરે સમનોમે આયે…’, લાલ સૂટમાં રેલ્વે ટ્રેક પર ડાન્સ કરી રીલ બનાવતી છોકરીએ હવે હાથ કેમ જોડ્યા??
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગાંધીનગરગુજરાત

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

Hotline News Hotline News July 20, 2026
Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?