By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ક્વોન્ટમ કમ્પ્યૂટર વિષે જાણો છો..?
    May 28, 2026
    ઘિબલી આર્ટ: મનોરંજક ટ્રેન્ડ કે પ્રાઈવસી સાથે ચેડા..? 
    May 28, 2026
    સેટેલાઈટ ઈન્ટરનેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરશે?
    May 28, 2026
    ડેટા સાયન્સનું સ્થાન આજના સાયબર યુગમાં કેવી રીતે મહત્વનું છે..?
    May 26, 2026
    શું તમે ડિજિટલ ફૂટપ્રિન્ટવિષે જાણો છો?
    May 21, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવિ અનિલ જોશીનું આજે મુંબઈમાં અવસાન
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવિ અનિલ જોશીનું આજે મુંબઈમાં અવસાન
Top News

ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવિ અનિલ જોશીનું આજે મુંબઈમાં અવસાન

તેઓને નરસિંહ મહેતા એવોર્ડ તથા સ્ટેચ્યુ નિબંધ સંગ્રહ માટે લલિત કલા અકાદમી એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો : દીકરા સંકેત અનિલ જોશીએ ફેસબૂક પોસ્ટમા લખ્યું કે "પપ્પા હવે આપણી સાથે નથી રહ્યા...

Hotline News
Last updated: February 26, 2025 1:36 PM
Hotline News - Editor Published February 26, 2025
SHARE

સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ અનિલ જોશીનુ આજે મુંબઈમાં અવસાન થયું છે તેઓને નરસિંહ મહેતા એવોર્ડ તથા સ્ટેચ્યુ નિબંધ સંગ્રહ માટે લલિત કલા અકાદમી એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો.

અનિલ રમાનાથ જોશીનો જન્મ ૨૮ જુલાઇ ૧૯૪૦ના રોજ ગોંડલમાં થયો હતો. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અનુક્રમે ગોંડલ અને મોરબીમાં લીધું હતું. તેમણે ૧૯૬૪માં એચ.કે.આર્ટસ કૉલેજ, અમદાવાદથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે વિનયનના સ્નાતક (બેચલર ઓફ આર્ટસ)ની પદવી મેળવી હતી. તેઓ ગુજરાતી નિબંધકાર અને કવિ છે. 

આધુનિક ગુજરાતી સાહિત્યમાં તેમણે પોતાનું પુષ્કળ યોગદાન આપ્યું છે. જેમાં તેમણે ગીત, મુક્ત પદો, ગઝલ, નિબંધ જેવા સાહિત્ય ક્ષેત્રે ખેડાણ કર્યું છે. તેમના નોંધપાત્ર સર્જનની વાત કરીએ તો કદાચ (૧૯૭૦), બરફના પંખી (૧૯૮૧), સ્ટેચ્યુ (૧૯૮૮)નો ઉલ્લેખ ખાસ કરવો ઘટે. 

કવિ અને નિબંધકાર અનિલ જોશીએ ૧૯૬૨-૧૯૬૯ દરમિયાન હિંમતનગર, અમરેલીમાં શિક્ષક તરીકેની ફરજ બજાવી હતી. ઉપરાંત તેઓ ૧૯૭૧થી ૧૯૭૬ સુધી ‘કૉમર્સ’ સામયિકના તંત્રી રહી ચુક્યા છે. તેઓ વાડીલાલ ડગલીના પી.એ. ૧૯૭૬-૭૭માં પરિચય ટ્રસ્ટમાં સહસંપાદક રહ્યા હતા. તેમણે ૧૯૭૭થી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે ફરજ બજાવી  હતી.

‘કદાચ’ (1970) અને ‘બરફનાં પંખી’ (1981) એમના કાવ્યસંગ્રહો છે. સાતમા-આઠમા દાયકાના નવતર કવિઓમાં અનિલ જોશીનું મહત્ત્વનું સ્થાન રહ્યું. 1960 પછી કવિતામાં આધુનિક વલણો દેખાયાં અને વિસ્તર્યાં ત્યારે ગીતને પણ આધુનિકતાનો સ્પર્શ થયો. ગુજરાતી ગીતમાં આધુનિકતાનો એવો ઉન્મેષ અનિલ જોશીનાં ગીતોમાં પમાયો. પરંપરાગત ગુજરાતી ગીતને એમણે દૃઢ તર્ક વગેરેમાંથી મુક્ત કર્યું. મર્યાદિત ભાવ-અર્થબોધના પ્રણાલિકાગત સંદર્ભોમાંથી પણ અનિલ જોશીને હાથે ગીત મુક્તિ પામે છે. ગીતમાં એમણે નવતર અને સાંપ્રત જીવનસંદર્ભોને નવા ભાવાર્થસાહચર્યોથી રજૂ કર્યા, અપરિચિત શબ્દસાહચર્યો વડે ગીતમાં નવું વાતાવરણ તથા અરૂઢ મિજાજ એ લઈ આવ્યા. તળપદા ભાવો, શબ્દો, તળપદા લય વગેરે પ્રયોજવા સાથે એમણે ગીતમાં શિષ્ટ અભિવ્યક્તિ પણ સિદ્ધ કરી. દીર્ઘલયનાં ગીતો પણ એમનો વિશેષ રહ્યો છે. પ્રેમસંવેદન ઉપરાંત યંત્રચેતનાગત ભાવસ્પંદનો પણ એમની કવિતામાં ધ્યાન ખેંચે છે. ખાસ તો લયબદ્ધ અને અછાંદસ કવિતામાં નાગરી ચેતનાનો અનુભવ થાય છે. એમની અછાંદસ કવિતા વ્યંગ, કાકુ વગેરેથી પણ સ્પર્શ્ય બનેલી છે. ગઝલ એમને ખાસ સદી નથી. ‘બરફનાં પંખી’ને જયન્ત પાઠક પારિતોષિક મળ્યું છે. 

માંદગીને કારણે હૉસ્પિટલમાં રહ્યા બાદ હૉસ્પિટલમાંથી ઘરે આવ્યાના અમુક દિવસોમાં તેમનું મુંબઈમાં નિધન થયું. કવિના નિધનના સમાચાર તેમના દીકરા સંકેત અનિલ જોશીએ ફેસબૂક પોસ્ટ દ્વારા આપ્યા છે. તેમણે લખ્યું કે “પપ્પા હવે આપણી સાથે નથી રહ્યા. આજે સવારે તેમણે આ વિશ્વને અલવિદા કહી દીધું છે.” આ સિવાય તેમણે ડૉક્ટર્સ અને નર્સનો આભાર માન્યો છે.

તેમના દીકરાએ કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ પર અનેક સાહિત્યકારો, સાહિત્યરસિકોએ દુઃખ વ્યક્ત કરી કવિ અનિલ જોશીને શ્રદ્ધાંજલિ આપી છે.

You Might Also Like

‘મૃત્યુનો પુલ’: અંધારી રાત, એક ભયંકર તોફાન, નીચે પથરાયેલા મૃતદેહો, તસવીરો તમને રડાવી દેશે

ખાનગી ચેટ જોઈને પતિ ગુસ્સે થયો, પત્નીને હથોડીથી મારીને મારી નાખી

‘દીકરી, અંદર ના આવ…’, પિતાએ દરવાજા પર ચિઠ્ઠી લખીને ભયાનક પગલું ભર્યું

પત્નીએ મહિલા કાયદાનો દુરુપયોગ કર્યો, પોલીસની મદદ નહીં, પતિએ ઈચ્છામૃત્યુની માંગ કરી

આણંદમાં નિર્માણાધીન રેલ્વે ઓવરબ્રિજ થયો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં

#hotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsભારત
કલમ 370નું બેનર જોતાં જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં જોરદાર હંગામો
Hotline News Hotline News November 7, 2024
ભોલા ભાઈ! હું સુરત પાછો નહીં આવું… મજૂરને ઢાબા પર ગુંડાએ માર માર્યો, પગ પણ ચટાવ્યા
ખેસારી લાલ યાદવની પત્નીએ છપરા બેઠક પરથી રાજકીય પદાર્પણ કર્યું, સારણમાં 3 મહિલા ઉમેદવારોને RJDની ટિકિટ મળી
અદાણી ગ્રુપનું શાનદાર પ્રદર્શન: પહેલી વાર EBITDA 90,572 કરોડ રૂપિયાને પાર
આ 5 લોકોએ અંતિમ સંસ્કારમાં ન જવું જોઈએ, ગરુડ પુરાણમાં પણ આની મનાઈ છે
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsદુનીયા

લગ્નના થોડા કલાકો પછી જ મૃત્યુ: અમેરિકામાં હનીમૂન માટે જઈ રહેલા વરરાજાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

Hotline News Hotline News June 1, 2026
Top Newsબિઝનેસ

‘કાનૂની બાબતો હવે ભૂતકાળ બની ગઈ, અમારું ધ્યાન માત્ર ભારતના વિકાસ પર છે’

Hotline News Hotline News June 1, 2026
Top Newsગુજરાત

સિરક્રીક-હરામી ગટર હવે સંવેદનશીલ નથી પણ અભેદ્ય છે, અમિત શાહે કહ્યું…

Hotline News Hotline News May 30, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?