By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: Bam Bam Bhole : ગિરનાર ભવનાથની તળેટીમાં પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > Bam Bam Bhole : ગિરનાર ભવનાથની તળેટીમાં પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ
Top Newsગુજરાત

Bam Bam Bhole : ગિરનાર ભવનાથની તળેટીમાં પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ

સંતો - મહંતો, કલેક્ટરો અને અન્ય અધિકારીઓ, નેતાઓની હાજરીમાં, ભવનાથ મંદિરમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણ સાથે મેળાની શરૂઆત થઈ : 150 થી વધુ અન્નક્ષેત્રો પણ ધમધમતા થયા : સાધુ-સંતોના અખાડામાં દિગમ્બર સાધુઓનું આગમન : ધુણા ધખતા થયા : લાખોની સંખ્યામાં ભક્તો ઉમટશે : વહીવટી તંત્ર - પોલીસ દળ સુરક્ષા વ્યવસ્થા જાળવશે : ભજન, ભક્તિ, અન્નનો ત્રિવેણી સંગમ

Hotline News
Last updated: February 24, 2025 4:39 PM
Hotline News - Editor Published February 24, 2025
SHARE

જુનાગઢ ભવનાથ તળેટીમાં પરંપરાગત રીતે ઉજવાતો મહાશિવરાત્રીનો મેળો આજે મહા વદ નોમના દિવસે વિધિવત રીતે પ્રારંભ થઇ ચુકયો છે.
સવારે 9 કલાકે શાસ્ત્રોકતવિધિ મંત્રોચ્ચાર સાથે ભવનાથ દાદાના મંદિરના પટાંગણમાં વૈદિકવિધિ સાથે જુનાગઢ જીલ્લાના પ્રથમ નાગરિક સમાહર્તા અનિલ રાણાવસીયાના હસ્તે ધ્વજા અને સ્થંભનું પૂજનવિધિ કરવામાં આવી હતી.

આ પૂજનવિધિમાં જીલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, કમિશ્નર ઓમપ્રકાશ ફોરેસ્ટ વિભાગના જોષી, અધિક કલેકટર ચૌધરી, જીલ્લા આરોગ્ય અધિકારી અને તેમની ટીમ ભવનાથદાદા મંદિરના મહંત હરિગીરી, સેલજાદેવી, વિવિધ ક્ષેત્રોમાંથી પધારેલા સંતો-મહંતો ગાદીપતિઓ, થાનાપતિઓ, મઠાધીશો, જુનાગઢના ધારાસભ્ય, અન્ય આગેવાનો સહિતનાઓની હાજરીમાં પૂજનવિધિ બાદ ભવનાથ દાદાના મંદિરના શીખરે પર ગજની ધજા ચડાવી હર હર મહાદેવ, બમ બમ ભોેલેના નાદ સાથે મેળા વિધિવત ખુલ્લો મુકાયો છે.

પ્રથમ દિવસે પાંખી હાજરી જોવા મળી રહી છે. ચોથા શનિવાર અને રવિવારની રજા હોવાથી શહેરીજનોની હાજરી મેળામાં જોવા મળી રહી છે. સોમવારથી મેળાનો માહોલ છેલ્લા ત્રણ દિવસ જામશે હાલ ખેતીની સીઝન (રવીપાક) પણ તૈયાર થઇ રહ્યો છે. ઘઉ, ધાણા, જીરૂ, લસણ, ડુંગળી સહિતના પાકોની કાપણીની તૈયારીઓ થઇ રહી છે. 

ઉપરાંત પ્રયાગરાજના કુંભ મેળામાં પણ લગભગ ઘરે ઘરે, મહોલ્લે મહોલ્લે ગામે ગામ શહેરમાંથી લોકો જઇ રહ્યા છે. ત્યાં પણ હવે આખરી સ્નાન મહાશિવરાત્રીના હોવાથી 144 વર્ષ બાદ આ સૃષ્ટિની એક પણ વ્યકિત હૈયાત નહીં હોય તેવા આયોગના કારણે લોકો ગંગાના ત્રિવેણી સંગમના સ્નાન માટે જઇ રહ્યા છે. નાગાબાવા સાધુઓ, પીઠાધિપતિઓ મહામંડલેશ્વરો, થાનાપતિઓ પણ આ પ્રયાગરાજના મેળામાં હજુ રોકાયેલા છે.

જેમાં આખરી છઠ્ઠુ સ્નાન મહાશિવરાત્રીના  દિવસે હોય જેના કારણે જુનાગઢ મહાશિવરાત્રીના મેળામાં આ વર્ષે તેની અસર જોવા મળશે. તેવું માનવામાં આવે છે. પ્રયાગરાજના મહાકુંભમાં 45 કરોડની સંખ્યા સામે 60 કરોડની મેદનીને વટાવી જાય તેવા આખરી દિવસોમાં ધસારો જોવા મળી રહ્યો છે.

આગંતુકો યાત્રીકોને વિનામૂલ્યે ભરપેટ ગરમાગરમ ભોજન પરીસવા માટે 150થી વધુ અન્નક્ષેત્રો કાર્યરત થઇ ચુકયા છે. ઠેરઠેર હરિહરનો નાદ સંભળાઇ રહ્યો છે. પોતાના પૂજય માટે મેળામાં આવતા આગંતુકો માટે રાત-દિવસ ભોજન કરાવવા દેશાવરમાંથી અહીં લોકો આવે છે. મંદિરો-મઠો ઉતારાઓ, જ્ઞાતિ સમાજના ઉતારા મંડળોમાં લોકોની હાજરી પાંખી પ્રથમ દિવસે જોવા મળી રહી છે. 

નાગા સાધુઓના ધુણા આજથી પ્રજવલીત થઇ ચુકયા છે. ગાયના છાણાથી લીપી પોતપોતાના ધર્મના નિશાનના ફોટા લગાવી બમ બમ ભોલેના નાદ સાથે મેળામાં આવતા લોકો માટે નાગા બાવાના ધુણા સૌથી આકર્ષિત જોવા મળી રહ્યા છે. ગાંજા, ભાંગના પ્યાસીઓની સંખ્યા સાધુઓ પાસે જોવા મળી રહી છે.

મેળામાં 2500થી વધુ પોલીસ તૈનાત રહેશે. એસ.ટી. બસો 250થી વધુ બસો દોડાવશે. મેળામાં 70 મીની બસો મુકવામાં આવી છે.  300થી વધુ ટયુબલાઇટો, 1ર કંટ્રોલ રૂમ, 60 પાણીની ટાંકીઓ, પ મોબાઇલ ટોયલેટ, છ એમ્બ્યુલન્સ, 150 સફાઇ કર્મીઓ, 6 પાર્કિંગ સુવિધાઓ, 6 ફાયર સ્ટેશન, બે પ્રવાસન માહિતી કેન્દ્ર, હાઇમાસ્ટર ટાવર 7, રાવટીઓ 27 ઉભી કરાઇ છે.

જંગલી પ્રાણીઓ પર વોચ
મેળા આસપાસ પાંજરા મૂકાયા: સફારી પાર્ક બંધ
 ગીરનાર તળેટીમાં આ મહા શિવરાત્રીના મેળામાં ગીરનાર અભ્યારણ જંગલમાં વસવાટ કરતા સિંહ દીપડા સહિતના જંગલી પ્રાણીઓ પર નજર રાખવા વન વિભાગે જુદી જુદી ટીમો બનાવી રાવટીઓ ઉભી કરી છે. ટ્રેકટર ટીમ, સર્ચ ટીમ, રેસ્કયુ ટીમ સાથે પાંજરા મુકાયા છે. જંગલી પ્રાણીઓ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. ગીરનાર સફારી પાર્ક 5 દિવસ માટે બંધ રહેશે.ભવનાથમાં કંટ્રોલ રૂમ શરૂ
જીલ્લા આપત્તિ વ્યવસ્થા કેન્દ્ર: 0285-2633446, 2633447/48
સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ઝોનલ ઓફીસ: 0285-2622140, 2612506
દત્તી ચોક-માહિતી કેન્દ્ર: 0285-2612507, 2612508
પોલીસ ઈમરજન્સી: 0285-2630603, 2632373
ફોરેસ્ટ કંટ્રોલ રૂમ: 0285-2633700 (100)
ફાયર ઈમરજન્સી: 0285-2620841, 265401 (101)
એમ્બ્યુલન્સ ઈમરજન્સી: 7405518813.

You Might Also Like

ધારાવીબસડેપોનાસ્થાનેબેઆધુનિકઅનેબહુમાળીડેપોબનશે

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

#Surathotlinenews
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
આરોગ્ય
દરરોજ અખરોટ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે
Hotline News Hotline News December 18, 2024
અદાણી ગ્રુપની વધુ એક મોટી સિદ્ધિઃ અદાણી પાવરને ESG “લીડરશીપ” કેટેગરીમાં મળ્યુ સ્થાન
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ચાંદીપુરા દર્દીએની મુલાકાત કરી
ગઝવા-એ-હિન્દ, ભારત સામે યુદ્ધ… ગુજરાતમાંથી પકડાયેલા બે યુવાનોની યોજના શું હતી? ATSનો ખુલાસો
ગાંધીનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 7 સિનિયર વિદ્યાર્થીઓ સસ્પેન્ડ, આરોગ્ય મંત્રીએ આપી ચેતવણી
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગાંધીનગરગુજરાત

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

Hotline News Hotline News July 20, 2026
Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?