By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: અમદાવાદ એરપોર્ટ પર સેલ્ફ-બેગેજ ડ્રોપ સુવિધાથી 1.7 લાખથી વધુ બેગોની પ્રક્રિયા કરાઈ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > સિટી ન્યૂઝ > અમદાવાદ > અમદાવાદ એરપોર્ટ પર સેલ્ફ-બેગેજ ડ્રોપ સુવિધાથી 1.7 લાખથી વધુ બેગોની પ્રક્રિયા કરાઈ
અમદાવાદગુજરાતબિઝનેસસિટી ન્યૂઝ

અમદાવાદ એરપોર્ટ પર સેલ્ફ-બેગેજ ડ્રોપ સુવિધાથી 1.7 લાખથી વધુ બેગોની પ્રક્રિયા કરાઈ

Hotline News
Last updated: February 17, 2025 4:43 PM
Hotline News - Editor Published February 17, 2025
SHARE
  • પ્રતિ મિનિટ ત્રણ મુસાફરોને પ્રોસેસ કરવા માટે SBD સુવિધા સુસજ્જ
  • સેલ્ફ-બેગેજ ડ્રોપ સુવિધા દ્વારા 20 માંથી એક બેગ ડ્રોપ કરવામાં આવી
  • રોલઆઉટના માત્ર સાત મહિનામાં SBD મશીનોની સંખ્યા બે થી બમણી કરીને ચાર કરાઈ

અમદાવાદ: વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના ફ્લેગશિપ ઇન્ક્યુબેટર અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ (SVPIA) એરપોર્ટ ઉપર મુસાફરોનો સેલ્ફ-બેગેજ ડ્રોપ (SBD) સુવિધાને વ્યાપક આવકાર મળી રહ્યો છે. SBD સેવાના ઉપયોગમાં ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નવેમ્બર 2023 માં આ સુવિધા ખુલ્લી મૂકાયા બાદ તેનો વપરાશ સતત વધી રહ્યો છે. સીમલેસ ટેકનોલોજી સાથેની સેલ્ફ બેગેજ ડ્રોપ સુવિધા મારફત દર 20 બેગે એકના ચેક ઇન થવાના કારણે પ્રવાસીઓના એરપોર્ટ ખાતે કાઉન્ટર્સ પર ઉભા રહેવાના સમયમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

આ અત્યાધુનિક SBD સુવિધા મુસાફરો માટે સમય બચાવતી ટેકનોલોજી ઇન્ટરફેસ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે કારણ કે તે પ્રતિ મિનિટ ત્રણ મુસાફરોની ચેકઈન પ્રક્રિયા કરી શકે છે. SBD મશીનોની સંખ્યા તેની શરૂઆતથી 7 મહિનામાં બેથી બમણી થઈને ચાર થઈ ગઈ છે, જેમાં વધુ એરલાઇન્સ સેવામાં જોડાવાનું વિચારી રહી છે. ડોમેસ્ટિક ટર્મિનલ T-1 ના કાઉન્ટર નંબર 11 અને 12 અને 39 અને 40 પર ડિપાર્ચર ચેક-ઇન હોલમાં સ્થિત આ સુવિધા હાલમાં ઇન્ડિગો અને એર ઇન્ડિયાના મુસાફરો માટે ઉપલબ્ધ છે. ઓછો રાહ જોવાનો સમય અને સરળ અનુભવ આપીને આ એક પસંદગીની ચેક-ઇન પ્રક્રિયા બની ગઈ છે.

ચાલુ નાણાકીય વર્ષના 31 જાન્યુઆરી 2025 સુધીમાં સેલ્ફ બેગેજ ડ્રોપ સુવિધા દ્વારા 1.7 લાખથી વધુ બેગોની પ્રક્રિયા કરવામાં આવી છે. આ સેવા અડચણ કે અવરોધ વિના ચેક-ઇનની પ્રક્રિયા ઝડપથી આટોપતી હોવાથી વિમાની પ્રવાસીઓમાં ટુંકા ગાળામાં લોકપ્રિય સાબિત થઈ છે.

સેલ્ફ બેગેજ ડ્રોપ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરવો:

  1. સેલ્ફ ચેક-ઇન: તમારા બોર્ડિંગ પાસ અને સામાન ઉપરની ટેગ બનાવવા માટે કિઓસ્કની મુલાકાત લો. તેમાં સ્ક્રીન ઉપર જણાવેલ સેલ્ફ-ચેક-ઇન માટેની સૂચનાઓ અનુસરો
  2. સ્કેન બોર્ડિંગ પાસ: ત્યારબાદ સેલ્ફ બેગેજ ડ્રોપ કાઉન્ટર પર જઇ નિયત સ્કેનરનો ઉપયોગ કરીને તમારા બોર્ડિંગ પાસને સ્કેન કરો.
  3. બેગેજ ટેગ જોડો: તમારા સામાનમાં ટેગને સુરક્ષિત રીતે જોડી, ખાતરી કરો કે તે દેખાય છે અને તેમાં જરૂરી બધી માહિતી સામેલ છે. મોટા કદની અથવા નાજુક બેગ માટે મશીનની નજીક પૂરા પાડવામાં આવેલા સામાન ટબનો ઉપયોગ કરો. વજન માટે આ ટબ્સ અગાઉથી કેલિબ્રેટેડ કરવામાં આવેલ હોવાથી આગળ કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી.
  4. સિક્યોરીટી ડેક્લેરેશન: તમારા સામાનમાં કોઈ પ્રતિબંધિત અથવા ખતરનાક વસ્તુઓ સામેલ નથી તે જાહેર કરો
  5. લોડ બેગેજ: સાચી જગ્યાએ મૂકવાની ખાતરી કરવા માટે આપવામાં આવેલ સૂચનાઓને અનુસરીને તમારા સામાનને નિયત પટ્ટા પર ગોઠવો
  6. રસીદ: એસબીડી મશીન દ્વારા બનાવવામાં આવેલી રસીદ મેળવી લો.

સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક ખાતે તમામ મુસાફરોને વિવિધ અદ્યતન સુવિધાઓનો સાક્ષાત્કાર કરાવી તેમાં સતત વધારો કરવા માટે પ્રતિબદ્ધ છે.

You Might Also Like

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

#AdaniGujarat
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
Top Newsગુજરાત
કોંગ્રેસે ઉમરેઠ પેટાચૂંટણી માટે ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા
Hotline News Hotline News April 6, 2026
અદાણી ફાઉન્ડેશન દ્વારા ગૌતમ અદાણીના 62મા જન્મદિવસે દેશવ્યાપી મેગા રક્તદાન અભિયાન
ગર્લફ્રેન્ડ સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધાયો
યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ પર ચીનનો સાયબર એટેક : ગુપ્ત દસ્તાવેજોની ચોરી
ચમત્કાર! વિમાન દુર્ઘટનામાં કઈ રીતે થયો એક મુસાફરનો બચાવ
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

દ્વારકા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત… ઈ-રિક્શા પર લદાયેલા સળિયા કૅબ ડ્રાઈવરની છાતી ચીરીને આરપાર નીકળી ગયા, મોત

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?