સુરતઃ યુવક, સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર આયોજિત હરિઓમ આશ્રમ-નડિયાદ પ્રેરિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-સુરત સંચાલિત ૪૪મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધાનું હજીરા પોર્ટ રો-રો ફેરી પાસેથી મગદલ્લા પોર્ટ (૨૧ કિ.મી.) સુધી યોજાશે.
આ હોડી સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા સાહસિકોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જુની સિવિલ કોર્ટ બિલ્ડીંગ, પહેલો માળ બહુમાળી ભવન, નાનપુરાથી અરજી ફોર્મ મેળવી તા.૧૩/૦૨/૨૦૨૫ સુધીમાં કચેરી સમયમાં રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવા આ કચેરીની યાદીમાં જણાવાયું છે.