મહાકુંભે પુરી દુનિયાનું ધ્યાન ખેંચ્યુ છે ન્યુયોર્ક ટાઈમ્સ, બીબીસી,ધ ગાર્ડીયન, સીએનએન, વોશીંગ્ટન પોસ્ટ, પાકિસ્તાનનું અખબાર, એકસપ્રેસ ટ્રિબ્યુનએ પણ ભારતમાં યોજાયેલા મહાપર્વ મહાકુંભની નોંધ લીધી છે.
મહાકુંભને માનવતાનો સૌથી મોટો જમાવડો અને તહેવારોનો તહેવાર કહ્યો છે. મહાકુંભને વિદેશી મીડીયામાં મળેલી જગ્યા ભારતની સાંસ્કૃતિક અને ધાર્મિક ધરોહરની વ્યાપક માન્યતાને દર્શાવે છે
ન્યુયોર્ક ટાઈમ્સ: ન્યુયોર્ક ટાઈમ્સએ લખ્યુ છે મહાકુંભમાં 40 કરોડથી વધુ લોકો સામેલ થવાની સંભાવના છે જે અમેરિકાની કુલ વસ્તી કરતા પણ વધુ છે.
બીબીસી:બીબીસીએ મહાકુંભને માનવતાનો સૌથી મોટો જમાવડો કહ્યો છે જે અંતરીક્ષમાંથી પણ જોઈ શકાય છે. બીબીસીએ શ્રધ્ધાળુઓના પવિત્ર સ્નાન અને નાગા સાધુઓના અનોખા ધાર્મિક પ્રદર્શનનું વર્ણન કર્યું છે.
ધી ગાર્ડીયન: ધ ગાર્ડીયન એ કુંભમેળાને તહેવારોનો તહેવાર કહ્યો છે અને તેના ખગોળીય મહત્વને પણ રેખાંકીત કર્યું છે. ધી ગાર્ડીયન એ લખ્યુ છે કે, દર 144 વર્ષે મહાકુંભ યોજાય છે આ વર્ષે સુર્ય, ચંદ્ર, અને ગુરૂના ખાસ સંયોગથી તેને વધુ શુભ બનાવે છે.
વોશીંગ્ટન પોસ્ટ: વોશીંગ્ટન પોસ્ટએ મહાકુંભને હિન્દૂ દર્શન (તત્વજ્ઞાન) અને મોક્ષ પ્રાપ્તિનાં ઉદેશ સાથે જોડાયેલ પવિત્ર અનુષ્ઠાનોનું કેન્દ્ર જણાવ્યું હતું.
ધી ગાર્ડીયનએ મહાકુંભને દુનિયાનું સૌથી મોટુ ધાર્મિક આયોજન કહ્યુ હતું.
એકસપ્રેસ ટ્રિબ્યુન: પાકિસ્તાનના અખબાર એકસપ્રેસ ટ્રિબ્યુન એ લખ્યુ છે પ્રયાગરાજ હિન્દુઓ માટે સૌથી પવિત્ર સ્થળમાનું એક છે. કારણ કે તે ત્રિવેણી સંગમ ગંગા-જમના અને પૌરાણીક સરસ્વતી નદીનું મિલન સ્થળ છે. શ્રધ્ધાળુઓનું માનવુ છે કે આ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી તેમના પાપ ધોવાઈ જાય છે અને આત્મા શુદ્ધ થઈ જાય છે.
ધી ડોન:પાકિસ્તાનનાં અન્ય અખબાર ‘ધી ડોન’ એ નાગા સાધુઓ અને શ્રધ્ધાળુઓના પવિત્ર સ્નાનનું વર્ણન કર્યું હતું.