By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hotline NewsHotline NewsHotline News
Notification વધુ જુઓ
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • વડોદરા
    • રાજકોટ
    • જૂનાગઢ
    • ભાવનગર
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
    ટેકનોલોજીવધુ જુઓ
    શું તમે ડોમેઈન નેમ સિસ્ટમ વિષે જાણો છો…?
    July 8, 2026
    અદાણી ગ્રીન એનર્જીએ ઇતિહાસ રચ્યો, 20 GW ક્ષમતાને પાર કરનારી પ્રથમ ભારતીય કંપની; ન્યૂ યોર્કને 1 વર્ષ સુધી વીજળી આપી શકે
    July 1, 2026
    WhatsApp Alert: ફાઈલ ખોલતાની સાથે જ સિસ્ટમ હેક થઈ શકે છે, CERT-ઈન યુઝર્સને આપી ચેતવણી
    June 30, 2026
    iPhone 18 Pro આવી રહ્યો છે; આવનારો સ્માર્ટફોન પહેલા કરતા વધુ મોંઘો હશે અને તેમાં સુધારેલ કેમેરા હશે
    June 27, 2026
    ગુગલે વેનેઝુએલા ભૂકંપની આગાહી પહેલેથી જ કરી હતી; ફોન પર આવ્યો હતો આ મેસેજ
    June 26, 2026
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Reading: પ્લાસ્ટિક કચરાના નિકાલના નિયમોનું પાલન કરાવો: હાઈકોર્ટનો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આદેશ
Hotline NewsHotline News
Font ResizerAa
  • હોમ
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • પ્રેસ રિલીઝ
  • Video
Search
  • Hotline News
  • Top News
    • ગુજરાત
    • ભારત
    • દુનીયા
    • મનોરંજન
    • આરોગ્ય
    • ઓફ-બીટ
    • ખેલકૂદ
    • ટેકનોલોજી
    • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
    • સુરત
    • વડોદરા
    • અમદાવાદ
    • ગાંધીનગર
    • રાજકોટ
    • ભાવનગર
    • જૂનાગઢ
    • જામનગર
    • ભરૂચ
    • અંકલેશ્વર
    • વાપી
    • વલસાડ
    • નવસારી
    • દ્વારકા
    • પોરબંદર
    • મોરબી
  • Useful
    • My Bookmarks
    • Customize Interests
Sign In સાઈન ઈન
ફોલ્લો કરો
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact-Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.
Hotline News > News > Top News > પ્લાસ્ટિક કચરાના નિકાલના નિયમોનું પાલન કરાવો: હાઈકોર્ટનો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આદેશ
Top Newsગુજરાત

પ્લાસ્ટિક કચરાના નિકાલના નિયમોનું પાલન કરાવો: હાઈકોર્ટનો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આદેશ

Hotline News
Last updated: January 11, 2025 3:54 PM
Hotline News - Editor Published January 11, 2025
SHARE

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે રાજયના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ, મટીરીયલ રિકવરી ફેસીલિટી, પ્લાસ્ટિક વેસ્ટના રુલ્સ અને નોર્મ્સનું પાલન થાય છે કે નહી તે તમામ મુદ્દે વિગતવાર ડેટા સાથેનો રિપોર્ટ રજૂ કરવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને હુકમ કર્યો છે. હાઇકોર્ટે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૃલ્સ અને નોર્મ્સનું પાલન ના કરતા હોય તેવા કિસ્સામાં શિક્ષાત્મક કાર્યવાહી કરવા પણ જીપીસીબીને નિર્દેશ કર્યો છે.

આજે રાજયભરમાં પ્લાસ્ટિક વેસ્ટના રુલ્સના ચુસ્તપણે પાલનને લઇ આકરું વલણ અપનાવ્યું હતું.  જીપીસીબી તરફથી રાજયના આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલને કરાયેલા ઇન્સ્પેકશન અને મેળવાયેલા ડેટા સાથેનો રિપોર્ટ આજે હાઇકોર્ટમાં રજૂ કરાયો હતો.

જેમાં ગાંધીનગર અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કિસ્સામાં ગંભીર ચૂક સામે આવી હોવાનું જણાવાયું હતું. ભાવનગર કોર્પોરેશનમાં પ્લાસ્ટિક વેસ્ટ સેગરેશનની કોઇ વ્યવસ્થા કે મશીનરી જ નહી હોવાનું સામે આવ્યું હતું.

તો, ગાંધીનગરમાં ત્રણ પૈકીની બે સાઇટમાં વેસ્ટ રિકવરી ફેસીલિટી અને ડમ્પીંગ સાઇટ ઓપરેશનલ નહી હોવાનું સામે આવતાં હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને આવા કસૂરવારો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા જીપીસીબીને જણાવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, ગિરનાર અને બેટ દ્વારકા પ્લાસ્ટિક અને ગંદકી મુકત કરી સ્વચ્છ બનાવવા મુદ્દે એડવોકેટ દ્વારા કરાયેલી જાહેરહિતની રિટ અરજીની સુનાવણી થઈ હતી તેમાં ઉપરોક્ત આદેશ કરાયો હતો. હવે આ કેસની સુનાવણી આગામી 31 જાન્યુઆરી નાં રોજ રાખવામાં આવી હતી. 

દરમ્યાન ઓખા નગરપાલિકા દ્વારા હજુ સુધી કન્સ્ટ્રકશન ઓફ મટીરીયલ રિકવરી ફેસીલિટી પરિપૂર્ણ નહી કરાતાં તેમ જ સ્થાનિક પ્લાસ્ટિક વેસ્ટ સહિતનો જોખમી કચરો ખુલ્લામાં એક જગ્યાએ એકત્ર કરાઇ રહ્યો હોવાની વાત ધ્યાન પર આવતાં ચીફ જસ્ટિસે આખો નગરપાલિકા સત્તાધીશોની ભારે આલોચના કરી હતી. 

હાઇકોર્ટ સમક્ષ રજૂ કરાયેલા કેટલાક ફોટોગ્રાફ્સને ધ્યાને લઇ હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ફોટોગ્રાફ્સ પરથી સ્પષ્ટ થાય છે કે, બેટ દ્વારકા વિસ્તારમાં પ્લાસ્ટિક વેસ્ટ ખુલ્લામાં અને તે પણ દરિયાઇ જળ નજીક એકત્ર કરાઇ રહ્યો છે, જેના કારણે બેટ દ્વારકાના દરિયાઇ પર્યાવરણને નુકસાન થઇ રહ્યું છે. આ બાબતને લઇ ઓખા નગરપાલિકા સત્તાવાળાઓની ગંભીર નિષ્કાળજી સામે આવી છે અને એ વાત સ્પષ્ટ થાય છે કે, પ્લાસ્ટિક વેસ્ટ રુલ્સના ચુસ્ત પાલનને લઇ અગાઉ હાઇકોર્ટે જે હુકમ કર્યા છે તેનો સરેઆમ ભંગ થયો છે.  હાઇકોર્ટે પ્લાસ્ટિક વેસ્ટ રુલ્સના પાલન માટે અને કન્સ્ટ્રકશન ઓફ મટીરીયલ ફેસીલિટી પૂર્ણ કરવા બાબતે ઓખા ન.પા દ્વારા રોકવામાં આવેલ કોન્ટ્રાકટર નિષ્ઠાપૂર્વક કામ કરે છે કે નહી તે સહિતના મુદ્દે ખુલાસા સાથેનું વ્યકિતગત રીતે સોગંદનામું રજૂ કરવા ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસરને હુકમ કર્યો હતો. કેસની વધુ સુનાવણી તા.31મી જાન્યુઆરીએ મુકરર કરાઇ છે.

You Might Also Like

ધારાવીબસડેપોનાસ્થાનેબેઆધુનિકઅનેબહુમાળીડેપોબનશે

ટ્રકમાં ડ્રાઇવર ભોજન બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક આગની જ્વાળાઓ ભભૂકી… અંદર રાખેલો ગેસ સિલિન્ડર જોઈ સૌના શ્વાસ અટકી ગયા

ગુજરાતમાં 11 મહિનાના બાળકને ભીખ મગાવા માટે અપહરણ કરવામાં આવ્યું

10 મિનિટમાં  ₹ 50 લાખના 77 મોબાઇલ સાફ, વડોદરામાં મોબાઇલ શોરૂમમાં ફિલ્મી અંદાજમાં ચોરી

કલિયુગી માતા-પિતાની કરતૂત, 5 વર્ષના દીકરાને લાવારિસ છોડ્યો… 7 મહિના બાદ અનાથાલયમાં મળ્યો

#hotlinenewsIndia
What do you think?
Happy0
Cry0
Love0
Sad0
Angry0
Leave a comment Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

- Advertisement -
Ad imageAd image
પોપ્યુલર ન્યૂઝ
ભારત
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ધનબાદમા “પહલા કદમ સ્કૂલ”ની મુલાકાત લીધી – દિવ્યાંગ બાળકો માટે “નયી ઉડાન કાફે”નું ઉદ્ઘાટન
Hotline News Hotline News December 9, 2025
શ્રાવણના અંતિમ સોમવારે જનોઈ બદલવી શુભ રહેશેઃ વિષ્કરણ એ દોષનું પરિબળ નથી
330 શબ્દોની સુસાઈડ નોટ, 4 વખત લખી આ વાત; આખરે છોકરીએ જીવ આપી દીધો
ચક્રવાત મોન્થા અને વાવાઝોડું મેલિસા ક્યાંથી આવ્યા, તેમને આ નામ કેમ આપવામાં આવ્યું, તેઓ કેટલી તબાહી મચાવી શકે છે?
CRPF કેમ્પમાં વગર પરવાનગીએ ઘૂસતા બે યુવકો ઝડપાયા, સુરક્ષા એજન્સીઓ સતર્ક, 2007માં થયો હતો આતંકી હુમલો
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Top Newsગાંધીનગરગુજરાત

પ્રેમની ભયાનક કિંમત: તેણીએ સુલતાન સાથે લગ્ન કરવા માટે તેના પરિવારનો વિરોધ કર્યો, પછી લોહીમાં લથપથ મળી સોનમની લાશ

Hotline News Hotline News July 20, 2026
Top Newsઅંકલેશ્વરગુજરાત

શાળાની વિદ્યાર્થિનીઓના ઝઘડામાં આખો પરિવાર હુમલાખોર બન્યો, બે બહેનોને કારથી રોકીને બેટ અને ચપ્પલોથી માર માર્યો

Hotline News Hotline News July 20, 2026
Top Newsગુજરાત

પત્નીએ આપી સોપારી, દીકરીએ આપ્યું લોકેશન અને ભાણેજે કરી નાખી હત્યા… બિઝનેસમેનના મોતની હચમચાવી દેતી કહાની

Hotline News Hotline News July 20, 2026
  • Categories
  • સિટી ન્યૂઝ
  • ગુજરાત
  • ભારત
  • દુનીયા
  • મનોરંજન
  • આરોગ્ય
  • ઓફ-બીટ
  • ખેલકૂદ
  • ટેકનોલોજી
  • બિઝનેસ
  • સિટી ન્યૂઝ
  • સુરત
  • અમદાવાદ
  • ગાંધીનગર
  • વડોદરા
  • રાજકોટ
  • જૂનાગઢ
  • ભાવનગર
  • અંકલેશ્વર
  • દ્વારકા
  • નવસારી
  • પોરબંદર
  • ભરૂચ
  • મોરબી
  • વલસાડ
  • વાપી
  • પોપ્યુલર #ટૅગ્સ
  • hotlinenews
  • India
  • Gujarat
  • Adani
  • Surat
  • entertainment
  • Mumbai
  • crime story
  • dharavi
  • Indian
  • Maharashtra
  • horoscope
  • health
  • sports
  • mahakumbh 2025
  • Delhi
  • vadodara
  • America
  • PM MODI
  • suratnews
  • PAKISTAN
  • China
  • Modi
  • Kashmir
  • kejriwal
Hotline news Hotline news
Facebook Instagram Twitter Whatsapp Telegram Pinterest Youtube

© Hotline News All Rights Reserved. Made with ❤ by SquidTeck.

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
Welcome Back!

Sign in to your account

Lost your password?