મનોજ કુમારની ફિલ્મ ‘રોટી, કપડા ઔર મકાન’ ભારતીય સિનેમાની ક્લાસિકમાં ગણવામાં આવે છે. તેણે દેશના સામાન્ય માણસના જીવન અને સંઘર્ષને મોટા પડદા પર જીવંત કર્યો. આ ફિલ્મ માત્ર મનોરંજનનું માધ્યમ ન હતી પરંતુ સામાજિક સંદેશ પણ આપતી હતી. જો કે, હવે આ ભૂતકાળની વાત છે. ભારતીયો ‘અન્ન, વસ્ત્ર અને આશ્રય’ના સંઘર્ષમાંથી બહાર આવ્યા છે. આનો કેટલોક અંદાજ આંકડા પરથી લગાવી શકાય છે. છેલ્લા ૧૦ વર્ષોમાં, ભારતીય ઉપભોક્તાઓએ ખોરાક, કપડાં અને ઘર જેવી જરૂરિયાતો પર ઓછો ખર્ચ કર્યો છે. ઉલટું, સેવાઓ પરનો તેમનો ખર્ચ વધી ગયો છે. નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ ૨૦૨૪ના ડેટા દ્વારા આ વાત સામે આવી છે.
નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ થી ૨૦૨૨-૨૩ વચ્ચે ખાનગી અંતિમ વપરાશ ખર્ચ (PFCE) માં આવશ્યક ચીજવસ્તુઓનો હિસ્સો ઘટયો છે. તે જ સમયે, આરોગ્ય, શિક્ષણ અને અન્ય સેવાઓ પર ખર્ચમાં વધારો થયો છે. આરોગ્ય ક્ષેત્રે ૮.૨ ટકા અને શિક્ષણમાં ૭.૫ ટકાનો વધારો જોવા મળ્યો હતો. એકંદરે, ભ્જ્ઘ્ચ્ સરેરાશ ૬ ટકા વધ્યો. આ પેટર્ન ભારતમાં આર્થિક વળદ્ધિ અને બદલાતી જીવનશૈલીની નિશાની છે. આ દર્શાવે છે કે ભારતીયોએ હવે તેમની મૂળભૂત જરૂરિયાતો સિવાયની સેવાઓ અને સુવિધાઓ પર ખર્ચ કરવાનું શરૂ કર્યું છે.
ઘરનો ખર્ચ ૧૬.૪% થી ઘટીને ૧૩% થયો અને કપડાં ખર્ચ ૬.૧% થી ઘટીને ૪.૮% થયો. ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન સેક્ટરમાં પણ ૮.૨% અને ૭.૮%ની સારી વળદ્ધિ જોવા મળી છે. સૌથી વધુ ખર્ચ ખાદ્યપદાર્થો (૨૭.૮%), પરિવહન સેવાઓ (૯.૩%), મકાન ભાડું (૯.૨%), ખાનગી પરિવહન કામગીરી (૬.૮%), અને બ્રેડ અને અનાજ (૬.૩%) પર થયો હતો.
ખાદ્યપદાર્થો અને પીણા હજુ પણ ખર્ચની સૌથી મોટી શ્રેણી છે, પરંતુ તેનો હિસ્સો ૩૦.૫% થી ઘટીને ૨૮.૨% થયો છે. આ કેટેગરીમાં, પેકેજ્ડ ફૂડમાં સૌથી વધુ ૧૦.૪% નો વધારો જોવા મળ્યો છે. આ પછી માંસ (૮.૭%), માછલી અને સીફૂડ (૮.૩%), અને ઇંડા (૭.૧%).
પહેલા લોકો ઘરમાં વધુ ભોજન રાંધતા હતા. હવે બહાર ખાવાનું કે તૈયાર ખોરાક ખાવાનું ચલણ વધ્યું છે. તેથી જ પેકેજ્ડ ફૂડની માંગ વધી છે. આ પરિવર્તન જીવનશૈલીમાં આવેલા પરિવર્તનને દર્શાવે છે. સમયના અભાવ અને સગવડતાની ઇચ્છાને કારણે લોકો સેવાઓ પર વધુ ખર્ચ કરી રહ્યા છે. પહેલા લોકો જાતે વાહન ચલાવતા હતા, હવે કેબ અથવા અન્ય પરિવહન સેવાઓનો ઉપયોગ વધી ગયો છે. તેવી જ રીતે આરોગ્ય અને શિક્ષણ પર પણ વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
આ પેટર્ન ભારતમાં ઉપભોક્તાવાદના વધતા પ્રભાવને દર્શાવે છે. ભારતીયો હવે વધુ ને વધુ સામાન અને સેવાઓ ખરીદી રહયા છે. આ પેટર્ન ભારતના અર્થતંત્ર માટે સકારાત્મક છે. કારણ એ છે કે તે વળદ્ધિને પ્રોત્સાહન આપે છે.
આ રિપોર્ટ એ પણ જણાવે છે કે આપણી અર્થવ્યવસ્થા કેવી રીતે બદલાઈ રહી છે. સેવા ક્ષેત્રનો વિકાસ થઈ રઅયો છે. લોકો તેમની જરૂરિયાતો અનુસાર તેમના ખર્ચમાં ફેરફાર કરી રહ્યા છે. આવનારા સમયમાં આ પરિવર્તન વધુ ઝડપથી થશે. આગામી વર્ષોમાં ગ્રાહક ખર્ચ પેટર્નમાં અન્ય કેવા ફેરફારો થાય છે તે જોવું રસપ્રદ રહેશે.